Buy Land On The Moon: ચંદ્રયાન-3નું ચંદ્ર પર સફળ લેન્ડિંગ થયા બાદ લોકોમાં હવે ચંદ્ર પર જમીન ખરીદવાનો ક્રેઝ વધ્યો છે.. પણ શું તમે જાણો છો કે ચંદ્ર પર જમીન ખરીદવા માટેની શું પ્રક્રિયા હોય અને કેટલી કિંમતમાં ત્યાં પ્લોટ મળે છે.. તો આજે અમે આપને જણાવીશું કે કેવી રીતે ચંદ્ર પર જમીનની ખરીદી થાય છે અને કેટલી કિંમતમાં અને કેવી રીતે ખરીદી થાય છે..
સૌથી પહેલા કોને ચંદ્ર પર જમીન ખરીદી હતી?
ચંદ્ર પર સૌથી પહેલા જમીન હૈદરાબાદના રાજીવ બાગડીએ 2002માં ખરીદી હતી. જે બાદ 2006માં બેંગલુરૂના લલિત મોહતાએ જમીન પર ખરીદી હતી. જે બાદ ચંદ્ર પર જમીન ખરીદીની વાત આવે તો સૌથી પહેલુ નામ શાહરૂખ ખાનનું આવે કારણ કે શાહરૂખ ખાનના એક ચાહકે તેને ચંદ્ર પર જમીન ખરીદીને ભેટમાં આપી છે. એક સમયે સુશાંતસિંહ રાજપૂતે પણ અહિંયા જમીન ખરીદી હતી.
જાણો ચંદ્ર પર 1 એકર જમીનનો કેટલો ભાવ?
જો તમે ચંદ્ર પર જમીન ખરીદવા માંગતા હોય તો ચંદ્ર પર એક એકર જમીનની કિંમત 3500 રૂપિયા આસપાસ છે.. ચંદ્ર પર મળતી જમીનનો ભાવ ઓછો હોવાથી લોકો હવે ચંદ્ર પર જમીન ખરીદી રહ્યાં છે. 500 એકર જમીન ખરીદવા માંગતા હોય તો તમને ઈએમઆઈનો પણ ઓપ્શન મળે છે.
International Lunar Lands Registry અનુસાર, ચંદ્ર પર એક એકર જમીનની કિંમત 37.50 અમેરિકી ડોલર એટલે કે 3112.52 રૂપિયા છે. ઓછી કિંમત હોવાના કારણે લોકો ઉત્સાહિત થઈને રજિસ્ટ્રી કરાવવાનું ભૂલી જાય છે. જ્યારે જમીનની કિંમત નક્કી છે, તો સવાલ તે ઊભો થાય છે કે, આખરે ચંદ્રનો માલિક કોણ છે? Outer Space Treaty 1967ના પ્રમાણે, અંતરિક્ષના કોઈ પણ ગ્રહ કે પછી ચંદ્ર પર કોઈ પણ એક દેશના વ્યક્તિનો અધિકાર નથી. ચંદ્ર પર બેશક કોઈ પણ દેશનો ઝંડો લાગ્યો હોય, પરંતુ તેનો માલિક કોઈ નથી.
કોણ વેચે છે આ જમીન ? How To Buy Land On The Moon ?
મળતી માહિતી મુજબ , luna Society International અને International Lunar Lands Registry નામની કંપની છે.. જે ચંદ્ર પર જમીન વેચતી હોવાનો દાવો કરી રહી છે. આ કંપનીઓ દ્વારા 2002માં જ હૈદરાબાદ રાજીવ બાગડી અને 2006 બેગલુરૂના લલિત મોહતાએ પણ ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હતો. આ લોકોનું માનવું છે કે, ચંદ્ર પર આજ નહીં તો કાલે વસવાટ નક્કી જ છે. સુશાંતે ઈન્ટરનેશનલ લૂનર લેન્ડ્સ રજિસ્ટ્રી દ્વારા ચાંદ પર જમીન ખરીદી હતી. તેમની આ જમીન ચંદ્રના ‘સી ઓફ મસકોવી’માં છે.
આ જમીન તમારી છે એવો દાવો કરી શકશો નહી ?
મોટી વાત એ છે કે તમે ચંદ્ર પર જમીન ખરીદ્યા પછી તમે દાવો નહીં કરી શકો કે આ જમીન તમારી છે. કારણ કે 1967માં 104 દેશોએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે અવકાશી વસ્તુ જેમ કે તારા, ચંદ્ર કે અન્ય ગ્રહો પર તમે કોઈ સંપત્તીનો દાવો નહીં કરી શકો.
લોકસાહિત્ય કલાકાર માયાભાઈ આહિરે ચંદ્ર પર જમીન ખરીદી
ભારતનું ચંદ્રયાન-3એ ચંદ્રની જમીન પર ઈતિહાસ રચ્યા બાદ હવે ભારતમાં ચંદ્ર પર જમીન ખરીદવાનો ક્રેઝ વધી રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં ગુજરાતમાંથી 3-4 ઘટના સામે આવી છે. પહેલા સુરતમાં એક મામાએ પોતાના બે ભાણિયાઓને ચંદ્ર પર જમીન ખરીદીને ભેટમાં આપી હતી. જે બાદ રાજકોટમાં એક પતિએ પોતાની પત્નીના જન્મ દિવસ પર ચંદ્ર પર જમીન ખરીદીને ભેટમાં આપી હતી. ત્યારે હવે ગુજરાતના લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહિરે ચંદ્ર પર જમીન ખરીદી છે.
માયાભાઈ આહિરે કહ્યું કે કુળદેવીની કૃપા, પૂજ્ય બાપુની કૃપા અને ભગવાનની કૃપાથી ચંદ્ર પર જમીન ખરીદી છે. માયાભાઈ આહિરે જે જમીન ખરીદી છે તે જમીનના ડોક્યુમેન્ટ્સ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે. માયાભાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે.
શાહરૂખ ખાન અને સુશાંતસિંહ રાજપૂતની પણ છે ચંદ્ર પર જમીન
હંમેશા તે સાંભળવા મળે છે કે, કોઈક વ્યક્તિએ ચંદ્ર પર જમીન ખરીદી છે. ચંદ્ર પર જમીન ખરીદવાના લોકોની યાદીમાં ક્યારેક સુપરસ્ટાર અભિનેતા શાહરૂખ ખાન, તો ક્યારેક સુશાંતસિંહ રાજપૂતનું નામ સાંભળવા મળે છે. સુશાંત સિંહ રાજપૂતે વર્ષ 2018માં ચંદ્ર પર જમીન ખરીદી હતી. જ્યારે બોલીવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાનને પણ તેમના એક ચાહકે ચંદ્ર પર જમીન ભેટમાં આપી હતી.
આ પણ જુઓ !!
જ્ઞાન સહાયક ભરતી | https://www.amazingdwarka.com/gyan-sahayak-bharti-2023-apply-online/ |
PM Yashshavi Yojna | https://www.amazingdwarka.com/pm-yashasvi-yojana/ |