Indreshwar Mahadev: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પ્રવાસન સ્થળો પર ટૂરિસ્ટો આવવાનું પ્રમાણ વધી ગયું છે. સોશિયલ મીડિયા પર તમને અનેક જાણીતા સ્થળોની માહિતી મળી રહેશે, પરંતુ હજુ પણ ગુજરાતમાં એવા અનેક ઐતિહાસિક સ્થળો છે જેના વિશે હજુ લોકો અજાણ છે, આ પૌરાણિક સ્થળો એટલા સુંદર છે કે ખરા અર્થમાં તમને આ સ્થળોએ તન-મનને શાંતિ મળશે. આજે અમે તમને આવા જ એક રોચન, ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળ વિશે માહિતગાર કરશું. આ સ્થળનું નામ છે ત્રિવેણી સંગમ એટલે કે ત્રણ નદીના સંગમ અને ત્યાં આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર. બરડા ડુંગરની હારમાળાઓ વચ્ચે આવેલા સ્થળની એક વખત તો મુલાકાત લેવા જેવી છે.
ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી થઇ જશે બેડોપાર
દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાથી 2 કિમીના અંતરે જ આ ઐતિહાસિક ઇન્દેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીં ત્રિવેણી સંગમ ઘાટ આવેલો છે, જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો પવિત્ર સ્નાન કરવા આવે છે. મંદિરની ફરતે આ ઘાટ આવેલો છે, જેથી મંદિર અને ત્રિવેણી સંગમનો નયનરમ્ય નજારો જોવાનો લ્હાવો મળે છે. ઘાટ સુધી પહોંચવા માટે એક બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
કહેવાય છે કે અલ્હાબાદમાં આવેલા દેવપ્રયાગરાજમાં એજ ત્રિવેણી સંગમ છે તેના જેટલું જ મહત્વ આ ત્રિવેણી ઘાટનું છે. અહીં ગંગા, જમુના અને સરસ્વી નદીનું સંગમ થાય છે. પુરાણોમાં ત્રિવેણી સંગમ પર સ્નાનનું ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આથી જ આ ત્રિવેણી સંગમ પર સ્નામ કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. તો ઘાટ પર યજ્ઞ હોલ આવેલો છે, જ્યાં ભાદરવા મહિનામાં પિતૃને જળ અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

Indreshwar Mahadev ઇતિહાસ અને અહીં શું જોવા જેવું છે ?
ભાણવડ નજીક આવેલું ઇન્દેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા દૂર દૂરથી લોકો આવે છે. મંદિર આસપાસ મનોરમ્ય નજારો અને કુદરતી દ્રશ્યો જોવા જેવા છે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું. પાંડવો જ્યારે ગુપ્ત પરિભ્રમણ કરતાં હતા ત્યારે તેઓએ અહીં શિવલિંગની સ્થપાન કરી મહાદેવની પુજા કરી હતી. મંદિર પરિષરમાં હનુમાનજી, નાગ દેવતાનું, ગાયત્રી માતાનું, બટુક ભૈરવનું મંદિર આવેલું છે. તો શિવજીનું મંદિર હોય ત્યાં ધુણો તો હોય છે, વર્ષ 2006માં મંદિરનું રિનોવેશન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદથી મંદિરના પરિષરમાં વધારો થયો અને ખુબ જ વિશાળ મંદિર બની ગયું છે. મંદિરની દિવાલો પર શિવ પુરાણો, શ્લોકો અને સુંદર વાક્યો લખેલા છે. તો શ્રાવણમાસ દરમિયાન અહીં ભવ્ય મેળો પણ ભરાય છે, જ્યાં આસપાસના ગામના લોકો ભગવાનના દર્શન કરવા આવે છે.

ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે રહસ્યમય રીતે થાય છે શિવજીની પુજા !
ઇન્દ્રેશ્વર મંદિરનો ઉલ્લેખ પુરાણોમાં જોવા મળે છે. મહાભારત સમયે આ મંદિરની સ્થાપના પાંડવોએ કરી હતી. તો નવાઇની વાત એ છે કે આજે પણ આ મંદિરમાં વહેલી સવારે આપમેળે જ પુજા થઇ જાય છે. મંદિરે રાત્રે કોઇ પુજારી રોકાતા નથી. રાત્રે મંદિર સંપૂર્ણ બંધ હોય છે , તેમ છતા જ્યારે સવારે પુજારી આવે છે તો શિવલિંગ પર અભિષેક થયેલો જોવા મળે છે. શિવલીંગની જાણે કોઇએ પુજા કરી હોય તેવું જોવા મળે છે. પુજારીનું કહેવું છે કે વર્ષોથી આ પ્રકારે હું જોતો આવું છું.
ત્રિવેણી ઘાટ અને તેમાં આવેલા શિવજીના આ મંદિરના દર્શન માત્રથી તન-મનને શાંતિ પ્રાપ્ત થાય છે. અહીં આવતાં ભક્તોનું કહેવું છે કે જ્યારે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ જ્યારે ત્રિવેણી ઘાટ પર પહોંચીએ છીએ ત્યારે ભવિષ્ય અને ભુતકાળ વીસરાય જાય છે અને મન એકદમ શાંત થઇ જાય છે. ચોમાસા દરમિયાન આ સ્થળે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. અને અહીંનું વાતાવરણ અહલાદક બની જાય છે.
અહી પાંડવોએ કરી હતી શિવની પૂજા
ત્રિવેણી સંગમમાં બે નદીઓ છે જે વર્તુ નદી અને ફાલકુ નદી મળીને વર્તુ નદીમાં વહે છે. આ જગ્યાએ ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર સ્થિત છે. ત્રિવેણી સંગમ ઘાટ પર સ્થિત જ્યાં પાંડવોએ તેમના દેશનિકાલ દરમિયાન ભગવાન શિવની પૂજા કરી હતી. ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લેવા માટે ઘણા સ્નાન બિંદુઓ છે. યાત્રાળુઓ અને બાળકો રમવા માટે સારી બેઠક વ્યવસ્થા સાથે સુંદર બગીચો છે.

શ્રાવણી અમાસે ભરાય છે લોકમેળા
ભાણવડના ત્રિવેણી સંગમ ઘાટ પર બિરાજતા ઇન્દ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણી અમાસે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે.મેળામાં આવવા જવા એક જ પુલ છે, જેથી લોકોએ પોલીસ અને સ્વયંસેવકની સુચનાને અનુસરવા અને સલામતી જાળવવા તાકીદ કરેલી હોઈ છે. પૌરાણિક પરંપરા મુજબ શ્રાવણ માસની અમાસના પવિત્ર દિવસે ભાણવડ નજીક ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરના સાંનિધ્યમાં ત્રિવેણી લોકમેળો યોજાશે. જેમાં દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર, જામનગર સહિત સૌરાષ્ટ્ર ભરમાંથી ધર્મપ્રેમીઓ મેળામાં તથા દર્શનાર્થે ઉમટશે.
કેવી રીતે પહોંચવું ?
વિમાન દ્વારા
જામનગર અથવા પોરબંદર એરપોર્ટ પર ઉતરણ કરીને, તમે રોડ દ્વારા ઇંદ્રેશ્વર મંદિર તરફ મુસાફરી કરી શકો છો.
ટ્રેન દ્વારા
ભાણવડ રેલ્વે સ્ટેશન પહોંચીને આપણે રોડ દ્વારા 7 કિલોમીટર મુસાફરી કરીને ઇંદ્રેશ્વર મંદિર સુધી પહોંચી શકીએ છીએ.
માર્ગ દ્વારા
પોરબંદરથી બખરલાથી 45 કિ.મી. મુસાફરી કરીને, અને જામનગરથી ખંભાળીયા 95 કિલોમીટરની મુસાફરી કરીને પહોચી શકાય છે.
Youtube Documentry
તુંગેશ્વર મહાદેવ
ઇન્દેશ્વર મહાદેવ મંદિર Google Map Location
https://goo.gl/maps/crBkubMc1NaBkryz6