ખંભાળિયામાં બે જૂથ વચ્ચે લોહીયાળ અથડામણ, મહિલાઓ મરચાની ભૂલી લઇને દોડી, જાણો શું હતી ઘટના
Amazing Dwarka: ખંભાળિયામાં રામનગરમાં બે જૂથ વચ્ચે મારામારી થતાં ચર્ચાએ જોર પકડ્યુ છે. બંને પક્ષો વચ્ચે મારામારી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આ મારામારીની ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેથી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે..
Khambhalia માં જૂનો રસ્તો બંધ કરી દેતા થઇ માથાકૂટ
બનાવની મળતી માહિતી મુજબ રસ્તો ખુલ્લો કરવા મામલે કુહાડી, ખપારી, લાકડી સહિતના હથિયારો વડે બે જૂથ આમને સામને આવી ગયા હતા અને મારામારી શરૂ કરી દીધી હતી. ખંભાળિયાના રામનગરમાં વર્ષો જૂનો રસ્તો બંધ કરી દેતા ખેડૂત પરિવારે ફરિયાદ કરી હતી. જે મામલે બે પક્ષના લોકો સામસામે આવી ગયા હતા.
કુહાડી, ખપારી, લાકડી સહિતના હથિયારો વડે મારામારી
રસ્તો ખુલ્લો કરવા મામલે કુહાડી, ખપારી, લાકડી સહિતના હથિયારો વડે મારામારી કરતા 4 લોકોને ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
7 લોકો સામે નોંધાયો ગુનો
બનાવની વિગત મુજબ રસ્તો ખુલ્લો કરવા તારીખ 3/8/2023 ના રોજ મામલતદારની કોર્ટમાં હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ તંત્ર દ્વારા હુકમનું પાલન ન કરાતા ખેડૂત પરિવારે આ હુકમની નકલ સાથે રસ્તો ખુલ્લો કરવા બાબતે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં તારીખ ગઈકાલે અરજી કરી હતી.
આ અરજી બાદ ખેડૂત પોતાના પરિવાર સાથે રસ્તો ખુલ્લો કરવા જતા બંને પક્ષે મારા મારી થઈ હતી. અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આ ઘટનામાં પોલીસે 7 લોકો સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી