જાણો અષાઢી બીજની ઉજવણીની શરૂઆત કરી રીતે થઈ ?? રાજા રજવાડા સમયનો રોચક ઇતિહાસ

અષાઢીબીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ; ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોનું વધુ મહત્વ છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે. જેમ અષાઢી બીજને રથયાત્રાનાં પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે. અષાઢી મહિનાની બીજનો દિવસ હિંદુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજો દિવસ છે.

  • મીઠો અસાંજો કચ્છ, મીઠા અસંજા માંડું,
  • મીઠી અસાન્જી ગાલીયું, અને મીઠી અસાન્જી પ્રીત, અષાઢી બીજ મડીકે નયે વરેજી વધાયું!

અષાઢીબીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ

કોટે ટહુક્યા મોર, વાદળ ચમકી વીજ, મારા વાલાને સોરઠ સાંભળ્યો, જો ને આવી અષાઢી બીજ!

અષાઢ સુદ બીજને અષાઢી બીજ તરીકે ઉજવાય છે. આ દિવસે ભગવાન જગન્નાજીની રથયાત્રાનો દિવસ ગણાય છે. આ દિવસને કચ્છીઓનું નવું વર્ષ પણ કહેવાય છે. આ વર્ષે સમગ્ર ભારતમાં રથયાત્રા નીકળે છે. કચ્છીઓ માટે આ તહેવાર ખુબ મહત્વનો છે.

કચ્છીઓની અષાઢીબીજ

દેશના ખૂણે ખૂણે વસતા કચ્છીઓ લાપસી નું જમણ કરે છે છે. કચ્છીઓ માટે આ દિવસ ખુબ જ મહત્વનો છે. આ દિવસે કચ્છીઓ એક બીજાને નવા વર્ષના રામ…. રામ…. કહે છે. આમ જોઈએ તો આ દિવસને સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવવામાં આવે છે. પરંતુ આ તહેવાર કચ્છીઓ માટે દિવાળી જેવો છે. ‘વડે વરેજી વધાઈયુ’ સાથે કચ્છીઓ એકમેકને આ દિવસે નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. કચ્છીઓ માટે વર્ષમાં બે નવા વર્ષ આવે છે. એક નૂતન વર્ષ અને બીજું અષાઢી બીજ.

કચ્છીઓની અષાઢીબીજ

અષાઢી બીજની ઉજવણી આજથી જ નહી પરંતુ રાજા રજવાડાના સમયમાં પણ થતી. ત્યારે પણ આજના સમયની જેમ વિશાળ રથયાત્રા નીકળતી. રાજાને મળવા માટે એક લોક દરબાર ભરાતો. રાજા રજવાડાનો સમય જતા એ પ્રથા આજે રહ્યું નથી. પરંતુ આજે પણ આ દિવસે ઘણા કચ્છીઓ લાપસી બનાવી એકબીજાને અષાઢીબીજની શુભેચ્છા પાઠવે છે.

કચ્છમાં શું કામ ઉજવાય છે અષાઢીબીજને નવા વર્ષ તરીકે આવો જાણીએ

ખેંગારજી પહેલે ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લાની સ્થાપના સંવત 1605 આ કરી હતી. ત્યારે એક રાજવી હતો જેનું નામ હતું લાખો ફૂલની. લાખો ફૂલાની એક વિચારવાન રાજવી હતો. એને નવા – નવા વિચારો આવતા જ રેહતા. એક દિવસ તેને પૃથ્વીનો છેડો કેટલોક છે તેવો વિચાર આવ્યો અને તે તેના યુવાનો સાથે આ શોધમાં નીકળી પડ્યા કે પૃથ્વીનો છેડો ક્યા હશે?? ખુબ શોધ કરતા તેને પૃથ્વીના છેડાની શોધના ન થઇ એટલે થાકીને તે પરત ફર્યો. તે પરત ફર્યા ત્યારે તે સમયે અષાઢ માસ ચાલતો હતો અને ધોધમાર વરસાદથી લીલોતરી છવાઈ ગઈ હતી. જે જોઈ તે ખુબ ખુશ થયા અને કચ્છનું નવું વર્ષ અષાઢી બીજથી શરૂ કરવા અખા કચ્છમાં ફરમાન મોકલાવ્યું. આથી છેલ્લા 800 વર્ષથી અષાઢી બીજણી ધામધૂમપૂર્વક કચ્છમાં ઉજવાય છે.

  • આ ઈતિહાસ આજથી સ.ન. 1231 આ જામ રાયધણજી સાથે સંકળાયેલ છે. રાયધણજી પુંજાજી ચાવડા પાસેથી શાસન લીધું અને ગોરખનાથે તેમને અષાઢીબીજના દિવસે ગુરુમંત્ર આપ્યો હોવાથી આ દિવસને નવા વર્ષ તરીકે ઉજ્જવાનું નક્કી થયું. જોકે તેમની કથામાં પણ વરસાદની વાત કરવામાં આવી હતી. જોકે તે માત્ર ઈતિહાસ છે.
  • અષાઢીબીજ કચ્છીઓ નવા વર્ષ અંગે ઇતિહાસમાં પાણીનો મહિમા પણ સંકળાયેલ છે. દરીયાખેડુઓ આ દિવસોમાં દરિયો ખેડી પોતાને ઘરે પરત આવતા હોવાથી પણ ઘરમાં ખુશી છવાઈ જતી હોવાથી પણ અષાઢીબીજ નવા વર્ષ તરીકે ઉજવાય છે. ખેડૂતો પણ આ દિવસોમાં નવા પાકનું મંડાણ કરે છે તેથી પણ આ દિવસ ખાસ બને છે.

ચંદ્ર દેવની પૂજા

અષાઢીબીજની પેહલી સંધ્યાએ ચંદ્ર પૂજનનો પણ વિશેષ મહિમા હોય છે. ઘણા લોકો અષાઢીબીજના દિવસે એકતાના કરી ચન્દ્રદેવના દર્શન બાદ પોતાનું એકતાનું ખોલે છે તેવી માન્યતા છે.

આમ આવી રીતે દેશના ખૂણે ખૂણે અષાઢીબીજનો તહેવાર ઉજવાય છે. ઠેર-ઠેર અનેક કાર્યક્રમો પણ થાય છે અને લોકો ઉલ્લાસભેર આ તહેવારને હળે– માણે છે. આ દિવસે લોકો એકબીજાને ફોન કરી અષાઢીબીજના વધામણા આપે છે.

Leave a Comment