Kuvarbai Nu Mameru Yojana 2023 | કુંવરબાઈનું મામેરું યોજના 2023

Kuvarbai Nu Mameru Yojana નો ઉદ્દેશ

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમાં કુંવરબાઈનું મામેરું યોજનાનો સમાવેશ થાય છે. આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને સિધી આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. લગ્ન કરેલી દીકરીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. કુંવરબાઈનું મામેરું યોજના એસ.સી વર્ગની કન્યાઓને, ઓ.બી.સી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નકર્યા પછી લાભ આપવામાં આવે છે. આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા 12000/- રૂપિયા જમા કરવામાં આવે છે.

Kuvarbai Nu Mameru Yojana નો હેતુ

રાજયની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થાય, ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના દ્વારા દિકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળલગ્ન અટકે આ હેતુથી આ યોજના અમલી બનાવેલ છે.

યોજનાનું નામGujarat Kuvarbai nu Mameru Yojana 2023
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો હેતુરાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ
નાણાંકીય આપવામાં આવે છે.
લાભાર્થીગુજરાત રાજ્યની પાત્રતા ધરાવી કન્યાઓ
Application ModeOnline
Kuvarbai Nu MameruYojana Amount -1તારીખ-01/04/2021 પહેલાં લગ્ન કરેલા હોય તો
તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય
Kuvarbai Nu MameruYojana Amount -2ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી
લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય
Kuvarbai Nu MameruYojana Website (Official)https://esamajkalyan.gujarat.gov.in/
Kuvarbai Nu Mameru Yojana

Kuvarbai Nu Mameru Yojana ની સહાય કોને મળી શકે ?

કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ માટે Social Justice & Empowerment Department –SJED દ્વારા પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ.
  • અરજદાર આર્થિક રીતે નબળા પરિવાર હોવો જોઈએ.
  • એક પરિવારમાં 2 પુખ્તવયની દિકરીના લગ્ન માટે kuvarbai nu mameru yojana Gujarat  નો લાભ મળશે.
  • લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના મળશે. વિધવા પુન:લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળશે.
  • કન્યાના લગ્ન બાદ 2 વર્ષની સમય મર્યાદામાં Kuvarbai Nu Mameru Form Online Apply કરવાનું રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં ભાગ લેનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.
  • સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

Kuvarbai Nu Mameru Yojana માટે જરૂરી ડોક્યુમેન્ટ

કુંવરબાઈનું મામરું યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટનીચે પ્રમાણે હોવા જોઈએ.

  • કન્યાનું આધારકાર્ડ
  • લાભાર્થી કન્યાના પિતાનું આધારકાર્ડ
  • કન્યાનો જાતિનો દાખલો
  • કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર
  • લાભાર્થી કન્યાના પિતાનો અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાના રહેઠાણનો પુરાવો
  • કન્યા બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ( કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • વર-કન્યાનો સંયુક્ત ફોટો
  • વરની જન્મતારીખનો આધાર (L.C/જન્મ તારીખનો દાખલો/ અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • લગ્નનોંધણી પ્રમાણપત્ર
  • કન્યાના પિતા/વાલીનું સ્વ-ઘોષણા (Self-Declaration)
  • કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

Kuvarbai Nu Mameru Yojana માટે આવક મર્યાદા

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવકમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે આવક મર્યાદાનું ધોરણ 6,00,000- (છ લાખ) નક્કી કરેલી છે. .

Kuvarbai Nu Mameru Yojana માં કેટલી સહાય મળે ?

ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ કન્યાના બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે અગાઉ 10,000/- (દસ હજાર રૂપિયા) સહાય ચૂકવવામાં આવતી હતી. જે સહાયની રકમમાં સુધારો કરેલ છે.

  • જે કન્યાઓએ તા-01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને Kuvarbai Mameru Yojana હેઠળ 12,000/- (બાર હજાર) રૂપિયા મળશે.
  • જે કન્યાઓએ તા-01/04/2021 પહેલાં લગ્ન કરેલ દંપતીઓને જૂના ઠરાવ પ્રમાણે 10,000/- (દસ હજાર) રૂપિયા મળવાપાત્ર રહેશે.

Kuvarbai Nu Mameru Yojana ના ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવા ?

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ pdf બનાવેલ છે. આ અરજીપત્રક જ્ઞાતિ મુજબ Application Form બહાર પાડેલા છે. નિયામક, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા Kuvarbai Nu Mameru Yojana For SEBC તથા અન્ય પછાત વર્ગ માટે અરજી ફોર્મ બહાર પાડેલ છે. તથા નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા  SC જ્ઞાતિઓની કન્યાઓ માટે અરજી પત્રક બહાર પાડેલ છે.

Caste NameDownload Links
Kuvarbai Nu MameruYojana Form Pdf (OBC-EBC)  Download Now
Kuvarbai Nu MameruYojana Form Pdf (SC)  Download Now
Kuvarbai Nu Mameru Yojana ફોર્મ

આ પણ જુઓ !!

જ્ઞાન સહાયક ભરતીhttps://www.amazingdwarka.com/gyan-sahayak-bharti-2023-apply-online/
PM Yashshavi Yojnahttps://www.amazingdwarka.com/pm-yashasvi-yojana/

Leave a Comment