Khambhaliya: ખંભાળિયામાં મીની તરેણેતર સમાન ગણાતા લોકમેળાનું આયોજન, મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી

Amazing Dwarka: Khambhaliya: ગઈકાલે ખંભાળિયામાં મીની તરેણેતર સમાન ગણાતા લોકમેળાનું આયોજન કરવામા આવ્યું હતું.. જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.. ખંભાળિયામાં મીની તરણેતરના મેળા તરીકે આ મેળો ઓખળવામાં આવે છે અને આ મેળો ગામની શાન છે. કાર ણકે અહિંયા આસપાસના ગામોના લોકો મેળો કરવા માટે આવે છે.

મીની તરણેતર તરીકે જાણીતું ખંભાળિયા – Khambhaliya

મીની તરણેતર તરીકે જાણીતા ખંભાળિયાના રખ પાંચમના મેળામાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. બાળકો, મહિલાઓ, યુવક-યુવતીઓએ મન મૂકીને મેળાનો આનંદ ઉઠાવતા જોવા મળ્યાં હતા.. આ સાથે જ ગગનચુંબી રાઈડ, હિલોળા લેતા ફજળ ફાળકામાં બાળકો મોજ મજા કરતા હતા અને વાતાવરણ કિલ્લોલથી ગુંજી ઉઠ્યું હતું.

આ મેળામાં યુવક-યુવતીઓ પોતાના કેમેરામાં પોતાના સંભાળણા કેદ કરતા જોવા મળ્યાં હતા. નાના બાળકો પિતા-કાકા અને દાદાના ખંભા પર બેસીને મેળાની મજા માણતા જોવા મળ્યાં હતા. આ સાથે જ નાના બાળકોની રમકડા લેવા માટેની જીદ્દ અને પરિવારનો પ્રેમ આ મેળામાં જોવા મળ્યો હતો.

ખંભાળિયાના શક્તિનગરમાં શિરેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ મેળો યોજાઈ હતો. રખ પાંચમના આ મેળાની રંગત બરાબર રીતે જામી હતી. એમાં પણ મેઘરાજાએ ખમૈયા કરતા લોકો મેળાની મજા માણવા માટે પહોંચી ગયા હતાં. Khambhaliyaમાં યોજાતા આ મેળાની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. કારણ કે આ મેળાની રંગત જ અલગ હોય છે. આ મેળો શિરેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાઈ છે. જેથી આ મેળાનું મહત્વ વધારે છે.

Leave a Comment