MLA Hemant Khava: રોડ રસ્તા મુદ્દે ધારાસભ્ય હેમંત ખવાએ યોજી આક્રોશ રેલી, મોટી સંખ્યામાં લોકો જોડાયા

Amazing Dwarka: MLA Hemant Khava protest rally: સાચો લોક પ્રતિનિધિ એ છે જે પ્રજાના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડે અને ઊંઘમાં રહેલા તંત્રને જગાડવાનું કામ કરે, જામનગર લાલપુર અને જામજોધપુર પંથકમાં રોડ-રસ્તાની બિસ્માર હાલત જોવા મળી રહી છે.. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે.. ત્યારે ધારાસભ્ય Hemant Khavaએ ગામ લોકોને સાથે રાખીને આક્રોશ રેલી યોજી હતી અને તાળાબંધીનો કાર્યક્રમ યોજ્યો હતો. અને પ્રાંત અધિકારીને લેખિતમાં રજુઆત કરી રોડ રસ્તા સહીતના પ્રશ્નો હલ કરવા જણાવ્યું હતું.

MLA Hemant Khava protest rally

ધારાસભ્યની આગેવાની યોજાયેલી રેલીમાં એક હજારથી વધુ લોકો જોડાયા હતા. રોડના કામ ન થતા લોકોએ આક્રોશ સાથે કચેરીને તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો હતો.. ધારાસભ્ય Hemant Khavaએ ગામ લોકોને સાથે રાખીને રેલી યોજી વિરોધ કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી.

આ સાથે જ ધારાસભ્ય Hemant Khavaએ લોકો સાથે રેલી યોજીને લાલપુર પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આવ્યું હતું.. આવેદન આપ્યા બાદ તાળાબંધી કરવામાં આવતા પોલીસે અટકાયત કરી હતી.. તમને જણાવી દયે કે આ રેલીમાં મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા.

ઉલ્લેખનિય છે કે જામનગરના લાલપુર અને જામજોધપુર પંથકમાં છેલ્લા ઘણા સમયથી રોડ-રસ્તાની હાલત દયનીય બની ગઈ છે.. જેને લઈને આ રોડ પરથી પસાર થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.. તેમાં પણ ચોમાસા દરમિયાન મસ મોટા ખાડા પડી જવાના કારણે અકસ્માતના બનાવો પણ બને છે.

ત્યારે આ રોડ-રસ્તાનું કામ તંત્ર દ્વારા કરવામાં આવતુ ન હોવાના કારણે ગામ લોકોએ ધારાસભ્ય Hemant Khavaની આગેવાનીમાં આજે વિરોધ પ્રદર્શન કર્યો હતો અને સરકાર સામે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યાં હતા.. ત્યારે જોવાનું એ છે કે સરકાર દ્વારા આ રોડ-રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે કરાવવામાં આવશે કે લોકોને હજી હાલાકી જ ભોગવવાની રહેશે.

Leave a Comment