કેવી કરુણ ઘટના, ગાડા પર પડ્યો કાળમુખો વીજતાર, બે બળદને ભરખી ગયો, જાણો ક્યાં અને શું બની ઘટના

Amazing Dwarka: એક બળદની કિંમત તેનો માલિક જ ખરા અર્થમાં જાણી શકે. ખાસ કરીને ખેડૂત માટે તેના બળદ જીવથી પણ વધારે વ્હાલા હોય છે. ખંભાળિયા તાલુકાના બેહ ગામમાં બળદો પર વીજળી પડતા બે બળદનું સ્થળ પર જ મોત થયું હતું. જેને લઈને ખેડૂત પર અત્યારે જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. જો કે આ ઘટનામાં ખેડૂતનો આબાદ બચાવ થયો છે. સમગ્ર ઘટનાને લઇને પંથકમાં વીજ કંપની પર ચારેબાજુથી ફિટકાર વરસી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના બેહ ગામમાં એક ખેડૂત આજે બળદગાડુ લઈ વાડીએ જતા હતા. ત્યારે સીમમાં લટકતો જીવતો વીજવાયર 2 બળદને સ્પર્શી જતા બંનેનુ જોરદાર વીજશોકથી ઘટના સ્થળે જ મોત નપિજયું હતું. જ્યારે ગાડામાં બેસેલા ખેડૂતનો આબાદ બચાવ થયો હતો.

આ ઘટનામાં ખેડૂતના બંને વ્હાલસોયા બળદનું કરુણ મોત થતા ખેડૂત પર આભ ફાટી પડ્યુ હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.. બીજી તરફ PGVCLની નબળી કામગીરીને લઈને ખેડૂત અને તેના પરિવારમાં આકરો રોષ જોવા મળી રહ્યો છે.. બેદ ગામમાં રહેતા નથુભાઈ કમાભાઈ ચાવડાના બંને બળદનું મોત થયું છે.

વીજતંત્રની બેદરકારીના કારણે આજે બેહમાં 2 બળદનું મોત નપિજયું છે. બેહમાં જર્જરિત વીજવાયરો હાલ જોખમરૂપ થઈ લટકી રહ્યા છે. વીજતંત્ર દ્વારા તાકિદે આવા વાયર બદલાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગણી ઉઠી છે. હવે જોવુ એ રહ્યું કે તંત્ર તાકિદે કોઈ કાર્યવાહી કરે છે કે હજુ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોવે છે.

Leave a Comment