બીપરજોય વાવાજોડાએ આખા ગુજરાતમાં હાહાકાર મચાવ્યું છે. જેની સૌથી વધુ અસર કચ્છ અને દ્વારકાને થઇ છે. કુદરતે કચ્છ તથા દ્વારકા પર કાળો કહેર વર્તાવ્યો છે. લોકો હજુ પણ કુદરતના કહેરથી બહાર આવવા જજુમી રહ્યા છે. આ કારમી થપાટમાંથી લોકો બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ધીરે-ધીરે જનજીવન પણ પાટ્ટે ચડી રહ્યું છે.
આ કપરા કહેરમાંથી બહાર આવવા માટેનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે મનોરંજન અને તહેવાર. જી હા….. આજ થી ૨ દિવસ બાદ અષાઢીબીજનો તહેવાર આવી રહ્યો છે. અષાઢીબીજ એટલે આમ પણ કચ્છી લોકોનું નવું વર્ષ કહેવાય છે. આ તહેવારથી લોકો પોતને મળેલા જખમને ભૂલી જશે. તેવામાં બે દિવસથી વરસાદે પણ જમાવટ કરી છે. ત્યારે બે દિવસથી બોટાદના ગઢડા ઢસાના કમલેશભાઈનો ચા વેચતા એક વીડિઓ સોશિયલ મીડિયામાંધમાલ મચાવી રહ્યો છે.
મિત્રએ વિડ્યો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો
Kamlesh Gadhvi: કમલેશભાઈ ગઢવી ચા વેચીને તેમનું તેમજ તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલ તેઓ બે દિવસથી સોશિયલ મીડિયામાં તેમના વીડિઓથી ધૂમ મચાવી રહ્યા છે. તેઓ તેમની ચાની કીટલીએ આવનારા ગ્રાહકોનું દુહા, છંદ, ગીત ગાયને ગ્રાહકોનું મનોરંજન કરે છે. જયારે કમલેશભાઈ છંદ ગાય રહ્યા હતા ત્યારે ત્યાં આવેલા એક તેમના મિત્રે વીડિઓ બનાવ્યો હતો જે સોસીઅલ મીડિયામાં વાયરલ થતા જ તેઓ સોશિયલ મીડિયામાં છવાઈ ગયા હતા.
ગુજરાતીમાં આમ પણ કેહવત છે કોઈક દી કાઠીયાવાડમાં ભૂલ્યો પડ ભગવાન. આ ગુજરાતની પવન ધરા પર ભગવાન પણ ભૂલા પડ્યા હતા. જ્રનું ખાસ કારણ છે આ ગુજરાતની ધરા જ્યાં અનેક મહાનુભવો એ જન્મ લીધો છે. આ પાવન ધરા પર ઝવેરચંદ મેઘાણી, નરસિંહ મેહતા જેવા અનેક ઘરેણાઓએ જન્મ લય ગુજરાતની આ ધરાને પવિત્ર કરી છે. ત્યારે ચાલો આપને વાત કરીએ મનોરંજન પીરસતા કમલેશભાઈની.
આવો તો આપણે જાણીએ આ કમલેશ ગઢવી છે કોણ :
કમલેશભાઈ ગઢવી ઢસાના રેહવાસી છે. અને તેમની ચાની કીટલી છે. તેઓ ચા વેહ્ચી લોકોને મોજ કરાવે છે. તેઓ ચા વહેચે છે તેઓ લોકોને પોતાના કંઠનો લાહવો પણ આપે છે. સાથે – સાથે જ કમલેશભાઈના કંઠ પર માં સરસ્વતીનો પુરેપુરો હાથ છે. તેઓ દુહા-છંદ ગાઈને પોતાના ગ્રાહકોનું મનોરંજન કરે છે તેમજ પોતાનો શોખ પણ પૂરો કરે છે. તેઓ ચાની સાથે માતાજીના દુહા, છંદ અને ગીત ગ્રાહકોને સંભળાવે છે અને ગ્રાહકો પણ કમલેશભાઈના દુહા, છંદ અને ગીતનો લાહવો લે છે.