પહેલાના ચાર-પાંચ દિવસ વાવાઝોડામાં રાખવાની આગમચેતી અને વાવાઝોડું ગયા બાદ હવે વાવાઝોડા એ કરેલા વિનાશના ઘટનાઓની વણઝાર ફૂટી નીકળી છે. ધાર્યા કરતા તો બીપરજોય વધુ વિનાશ વેરી ગયું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના આટલા પેટ્રોલ પંપોને ભારે નુકશાન
ક્યાં વૃક્ષો ધરાશાય થયા, ક્યાં વીજ થંભો પડ્યા, ક્યાંક હોર્ડીંગ પડી ભાંગ્યા, ક્યાંક મકાનના છાપરા ઉડ્યા તો ક્યાંક મકાન ધારાશાયી થયા. આટલું તો આપણે સૌએ સમાચારમાં સાંભળ્યું જ હશે. અને નાના મોટું દરેક વાવાઝોડું હોય આટલો વિનાશ તો થાય. પરંતુ હદ તો આ બીપરજોયએ વટાવી દીધી. જ્યારે બીપરજોય માં ફૂંકાયેલા પવનની તીવ્રતાએ પેટ્રોલ પંપના ભુક્કા કાઢી નાખ્યા.
વાવાઝોડા કરી ભયંકર તબાહી
પેટ્રોલ પંપ માં થયેલી નુકસાની ઉપરની તસવીરોમાં તમે સાફ જોઈ શકો છો. અને એ પણ પાછું કોઈ એકાદ પેટ્રોલ પંપમાં નહીં પરંતુ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે, વડત્રા ગામે તેમજ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે તેમજ ગુરગઢ ગામે એમ કુલ મળીને ચાર પેટ્રોલ પંપમાં ભારે નુકસાની થઈ હતી.
વિનાશ વેતરતું વાવાઝોડું
પેટ્રોલ પંપનું સ્ટ્રક્ચર તો નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી સૌ કોઈએ જોયેલું જ હોય. એ ના તો નબળું હોય ના તો તકલાદી હોય. શું આ વાવાઝોડાના પવનની તીવ્રતા પેટ્રોલ પંપની સીલીંગ તોડી નાખતી હોય તો તમે વિચારી શકો કે આ વાવાઝોડા એ બીજી પણ કેટલી અને કઈ હદે નુકસાની કરી હશે. આ ચારેય પેટ્રોલ પંપની સીલીંગ અડધાથી પોણા ભાગની તૂટી ગઈ હતી. કોઈ જાનહાની નોંધાઈ ન હતી.
બીપરજોયે વેરેલા વિનાશની યાદીમાં આ પેટ્રોલ પંપ પણ ઉમેરાઈ ગયા છે. હજુ પણ આગળ વધુ આવા વિનાશના કોઈ દ્રશ્યો જોવા મળે તો આપણે ચર્ચા કરતા રહીશું…
ભારતમાં ટકરાયેલા વિનાશક વાવાઝોડા
- “ધ ગ્રેટ ભોલા” – 1970નું “ધ ગ્રેટ ભોલા” વાવાઝોડું ખૂબજ ભીષણ તોફાન હતું. પશ્વીમ બંગાળ, બાંગ્લાદેશ પર ત્રાટક્યું હતું.જેમાં અંદાજિત 3થી 5 લાખ લોકોના મોત થયા હતા
- BOB 01″ વાવાઝોડું – 1990નું “BOB 01” વાવાઝોડુંએ આંધ્રપ્રદેશમાં તબાહી સર્જી હતી. જેનું આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ થતાં અંદાજિત 967 લોકોના મોત થયા છે.
- “ઓરિસ્સા” વાવાઝોડું – 1999નું “ઓરિસ્સા” વાવાઝોડું પણ ખૂબ ભીષણ તોફાન હતું. જે ઓરિસ્સા પર ત્રાટક્યું હતું અને અંદાજીત 9,887 લોકોએ જીવ ગુમાવ્યાં હતા
- 1971 ઓડિશા ચક્રવાત – 1971 માં, ઓડિશાના પારાદીપ કિનારે ખૂબ જ ગંભીર ચક્રવાત ત્રાટક્યું હતું, જેના કારણે અંદાજિત 10,000 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
- “નિશા” વાવાઝોડું – 2008માં આવેલા નિશા વાવાઝોડાએ પણ તબાહી સર્જી હતી. જે શ્રીલંકા અને તમિલનાડુમાં ત્રાટક્યું હતું. અંદાજીત 200નાં મોત થયા છે
- “હુડહુડ” વાવાઝોડું – 2014 “હુડહુડ” વાવાઝોડુંએ આંધ્ર પ્રદેશમાં તબાહી સર્જી હતી. જેમાં અંદાજીત 124 લોકોના મોત થયા હતાય
- “ઓખી” વાવાઝોડું – 2017નું “ઓખી” વાવાઝોડું કેરળ અને તમિલનાડુ માટે મુશીબત સર્જનાર બન્યુ હતું. જેની ભારે અસર કેરળ, તમિલનાડુ અને ગુજરાતમાં જોવા મળી હતી. ઓખીમાં અંદાજીત 245 લોકોના મોત થયા હતા.
- “તૌકતે” વાવાઝોડું – 2021નું “તૌકતે” વાવાઝોડુંએ ગુજરાતમાં વિનાશ વર્યો હતો. જેમાં 24 લોકોના મોત થયા હતા.
- ક્યાર વાવાઝોડુ – જૂન 2019 કયાર વાવાઝોડુ ત્રાટક્યું હતું. જેની 8 દિવસ સુધી અસર રહી હતી.
- વાયુ વાવાઝોડુ – 2019માં વાયુ વાવાઝોડુએ તબાહી સર્જી હતી. જેની અસર 7 દિવસ સુધી જોવા મળી હતી.
- ફાની વાવાઝોડું – ફાની વાવાઝોડુ 2019 એપ્રિલ – મેમાં ત્રાટક્યું હતું. જેની અસર સાત દિવસ સુધી રહેશે.
- 1996 ચક્રવાતી તોફાન – 1996 માં, આંધ્ર પ્રદેશમાં કાકીનંદા નજીકના દરિયાકાંઠે ખૂબ જ તીવ્ર ચક્રવાત વાવાઝોડું ત્રાટક્યું હતું. ચક્રવાતને કારણે લગભગ 2 હજાર લોકોના મોત થયા હતા અને 900 લોકો લાપતા થઇ હતા. ય છે. ચક્રવાતને કારણે 3 લાખ હેક્ટરથી વધુ જમીન પરના પાકને નુકસાન થયું છે.
- 1977 સુપર સાયક્લોન – દેશના ઈતિહાસની સૌથી ભયંકર કુદરતી આફતો પૈકીની એક, ‘સુપર ચક્રવાત’ 1977માં આંધ્ર પ્રદેશના નિઝામપટ્ટનમમાં ત્રાટક્યા બાદ લગભગ 10,000 લોકોના મોત થયા હતા. સુપર ચક્રવાતને કારણે લગભગ 350 કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે.