Aditya-L1 સૂર્યથી 14.85 કરોડ કિમીના દુર L1 પરથી કરશે સંશોધન, જાણો L1 પોઈન્ટ શું છે?

Aditya-L1 : ચંદ્રયાન-3 બાદ હવે ઈસરોએ વધુ એક ઈતિહાસ રચ્યો છે. સૂર્યના અભ્યાસ માટે મિશન Aditya-L1 નું સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે.. આજે સવારે 11.50 વાગ્યે PSLV XL રોકેટનો ઉપયોગ કરીને આદિત્ય L1 અવકાશયાન શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે… જે પૃથ્વથી લાખો કિલોમીટર દુર જઈને સૂર્યનું નિરિક્ષણ કરશે.

સૂર્યનો અભ્યાસ કરશે આ મિશન Aditya-L1

Aditya-L1 એ એક એવુ મિશન છે કે જે સૂર્યનો અભ્યાસ કરશે અને આ અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય મિશન છે. આ અવકાશયાન આજે લોન્ચ થયું છે.. જે 4 મહિના પછી લેગ્રેન્જ પોઈન્ટ-1 એટલે કે L1 પર પહોંચી જશે. જે બિંદુ પર ગ્રહણની કોઈ અસર નથી.

378 કરોડ રૂપિયાનો થશે મિશન Aditya-L1 નો ખર્ચ

આ જગ્યા પર ગ્રહણની અસર થતી ન હોવાથી સૂર્યનો અભ્યાસ સરળતાથી કરી શકાશે. આ મિશન માટે 378 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.. આ મિશન 31 ડિસેમ્બર 2023ના પૂર્ણ થશે… અને આ મિશન જો સફળ રહેશે તો આદિત્ય અવકાશયાન L1 પર પહોંચી જશે અને 2023માં ઈસરોની આ બીજી સૌથી મોટી સિદ્ધિ પ્રાપ્ત થશે.. જે ઈસરો અને ભારત માટે ખુબ જ ગર્વની વાત રહેશે.

Aditya-L1 શું છે ?

Aditya-L1 એ સૂર્યનો અભ્યાસ કરવાનું એક મિશન છે. ઈસરોએ આ મિશનને પહેલુ અવકાશ-આધારિત ઓબ્ઝર્વેટરી સિરિઝનું ભારતીય સૌર મિશન ગણાવ્યું છે. આ અવકાશયાનને સૂર્ય-પૃથ્વી પ્રણાલીના લેગ્રાંગિયન પોઈન્ટ 1 (L1) ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. જે પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દૂર છે. વાસ્તવમાં લેગ્રેંગિયન બિંદુઓ એ છે જ્યાં બે પદાર્થો વચ્ચે કાર્ય કરતી તમામ ગુરુત્વાકર્ષણ બળો એકબીજાને નિષ્પ્રભાવી કરે છે. આ કારણે L1 પોઈન્ટનો ઉપયોગ અવકાશયાનના ટેક ઓફ માટે થઈ શકે છે.

Aditya-L1 મિશનનું લક્ષ્ય શું છે ?

ભારતના મહત્વાકાંક્ષી સૌર મિશન આદિત્ય એલ-1 સૌર કોરોનાનું માળખું અને તેની તપવાની પ્રક્રિયા, તેનું તાપમાન, સૌર વિસ્ફોટ અને સૌર વાવાઝોડાના કારણો અને મૂળ, કોરોના અને કોરોનલ લૂપ પ્લાઝમાની રચના, વેગ અને ઘનતા. , કોરોનાના ચુંબકીય ક્ષેત્રના માપ, કોરોનલ માસ ઇજેક્શનની ઉત્પત્તિ, ઉત્ક્રાંતિ અને હિલચાલ, સૌર પવનો અને અવકાશના હવામાનને અસર કરતા પરિબળો છે.

સૂર્યનો અભ્યાસ કેમ મહત્ત્વપૂર્ણ છે ?

સૂર્ય સૌથી નજીકનો તારો છે અને તેથી અન્ય તારાઓ કરતાં તેનો વધુ વિગતવાર અભ્યાસ કરી શકાય છે. ઈસરોએ જણાવ્યું કે સૂર્યનો અભ્યાસ કરીને આપણે આપણી પોતાની આકાશગંગાના તારાઓ તેમજ અન્ય ઘણી આકાશગંગાના તારાઓ વિશે ઘણું બધુ જાણી શકીએ.. કારણ કે સૂર્ય એક ખૂબ જ ગતિશીલ તારો છે જે આપણે જોઈએ છીએ તેના કરતા વધુ ફેલાયેલો છે. તેમાં ઘણી વિસ્ફોટક ઘટનાઓ છે… તેની સાથે તે સૂર્યમંડળમાં મોટી માત્રામાં ઉર્જા પણ છોડે છે. સૂર્યના અભ્યાસ પરથી એ સમજી શકાય છે કે સૂર્યમાં થતા ફેરફાર અંતરિક્ષને અને પૃથ્વી પર જીવનને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે.

Aditya-L1 પાંચ તબ્બકામાં થશે પૂર્ણ

Aditya-L1 ને પૃથ્વી છોડીને લેગ્રેન્જ પોઈન્ટ પર પહોંચવું પડશે અને આ પ્રક્રિયામાં 125 દિવસ એટલે કે લગભગ 4 મહિનાનો સમય લાગશે. Aditya-L1 એ ઉપગ્રહ છે. જેને 15 લાખ કિલોમીટર દૂર મોકલીને અંતરિક્ષમાં જ સ્થાપિત કરવામાં આવશે.

પૃથ્વીથી સૂર્ય સુધીની યાત્રા પાંચ તબક્કામાં હશે, જેમાં પ્રથમ તબક્કો – પીએસએલવી રોકેટથી પ્રક્ષેપણ, બીજો તબક્કો – પૃથ્વીની આસપાસની ભ્રમણકક્ષાનું વિસ્તરણ, ત્રીજો તબક્કો – પ્રભાવના ક્ષેત્રની બહાર, ચોથો – ક્રુઝ તબક્કો અને પાંચમો તબક્કો – હેલો ઓર્બિટ L1 પોઇન્ટ છે.

Aditya-L1 મિશનનું પ્રક્ષેપણ નિહાળવા માટે ચેન્નાઈથી શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર પહોંચેલી મહિલાએ કહ્યું, “અમને ભારતીય હોવાનો ખૂબ જ ગર્વ છે, અમે પ્રક્ષેપણ જોવા માટે અહીં આવીને ખૂબ જ ખુશ છીએ. આ પહેલી વાર છે, હું અહીં આવી છું. હું મારી ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી.

Aditya-L1 મિશન કેમ પર જ ?

ઘણા કારણોસર Aditya-L1 ને L1 પોઈન્ટ પર મૂકવામાં આવશે. અહીં સૂર્ય અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ સંતુલિત છે, જેના કારણે તે L1 બિંદુ પર સરળતાથી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરી શકશે અને બળતણની બચત પણ કરી શકશે. સૌથી મહત્વની વાત એ છે કે L1 કોઈપણ અવરોધ વિના સતત પાંચ વર્ષ સુધી આદિત્ય-L1ને સૂર્યની તસવીરો મોકલી શકશે.

Aditya L1 Launching Live

આ પણ જુઓ !

જ્ઞાન સહાયક ભરતીhttps://www.amazingdwarka.com/gyan-sahayak-bharti-2023-apply-online/
PM Yashshavi Yojnahttps://www.amazingdwarka.com/pm-yashasvi-yojana/

Leave a Comment