Salangpur Controversy | સાળંગપુર વિવાદ કેમ વકર્યો ? ભીંતચિત્રો પર કાળો કલર લગાવનાર કોણ છે ?

સાળંગપુર વિવાદ: સાળંગપુર વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે એ જ વિવાદમાં વધુ એક વિવાદ થયો છે. વિવાદાસ્પદ ભીંતચિત્રો પર આજે એક સનાતની ભક્તે કુહાડી ચલાવી એને તોડવાનો પ્રયાસ કર્યો હતો જેથી મામલો વધુ ગરમાયો છે. જો કે પોલીસે આ શખ્સની અટકાયત કરી લીધી છે. આ વ્યક્તિ બેરિકેડ્સ તોડી પ્રતિમાને નુકસાન પહોંચાડી રહ્યો હતો અને ભીંતચિંત્રો છે તેના પર કાળો રંગ લગાવવી રહ્યો હતો. જો કે પોલીસે તેને અટકાવીને તેને ઝડપી પાડ્યો છે.

સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને વિવાદ વકર્યો છે. એક બાદ એક હિન્દુ સંગઠનો તથા સંત સમાજના લોકો હવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધમાં સુર ઉઠાવી રહ્યા છે અને હનુમાન દાદાની સહજાનંદ સ્વામીના દાસ તરીકેના ભીંત ચિત્રોને હટાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે એક શખ્સ દ્વારા વિવાદિત ચિત્રો પર કાળો રંગ લગાવીને તોડફોડ કરવાની ઘટના સામે આવી રહી છે.

કાળા રંગનું પોતું ભીંતચિત્રો પર ફેરવ્યા પછી આ શખ્સ દ્વારા ભીંતચિત્રો તોડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જેમાં આ વ્યક્તિના હાથમાં છડી જેવું હથિયાર હતું તેનાથી તેણે ભીંતચિત્રો પર ફટકા મારવાનું શરુ કર્યું હતું. આ શખ્સનું કૃત્ય જોઈને ત્યાં હાજર પોલીસકર્મીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને શખ્સની અટકાયત કરી લીધી છે.પ્રાથમિક તપાસમાં ચારણકી ગામના હર્ષદ ગઢવીએ કલર લગાવ્યા હોવાનો આરોપ છે.

સાળંગપુર વિવાદ મામલે ભીંત ચિત્રો પર કાળો કલર લગાવનાર કોણ ?

આ શખ્સ ચારણકી ગામનો હર્ષદ ગઢવી હોવાનું સામે આવ્યું છે. ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ દેખાડાતાં તે રોષે ભરાયો હતો અને તે મંદિર પરિસરમાં ઘુસીને છડી વડે ભીંચચિત્રો તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સાથે જ ભીંતચિત્રો ઉપર કાળા કલરથી પોતું ફેરવ્યું હતું.

છૂપાઇને મંદિર પરિસરમાં કર્યો પ્રવેશ

મળતી માહિતી મુજબ હર્ષદ ગઢવી મંદિરના વિશાળ પરિસરમાં બગીચાના ભાગેથી છૂપાઈને અંદર ઘૂસી ગયો હતો. હાલ તો પોલીસે તેની અટકાયત કરીને તેની વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે આ શખ્સની વિગતવાર પૂછપરછ કરવામાં આવશે જે બાદ સમગ્ર માહિતી સામે આવશે.

મંદિર પરિસરમાં પોલીસનો બંદોબસ્ત

હાલ આ ઘટનાને લઈને મંદિર પરિસરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ટનાના પગલે Dy.SPએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. જો કે આ ભીંતચિત્રોને લઈને છેલ્લા ઘણા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે અને ગુજરાતભરના સાધુ સંતોએ આ ભીંતચિત્રોને હટાવી લેવા અપીલ કરી છે.

સાળંગપુર વિવાદ શું છે ભીંત ચિંત્રોમાં ?

હનુમાનજીની મૂર્તિ નીચે તે ચિત્રો દોરવામાં આવ્યા છે. તેમાં એક ચિત્રમાં ભગવાન સ્વામિનારાયણ ઉભા છે. અને બીજા ચિત્રમાં હનુમાનજી તેમને પ્રણામ કરતા હોય તેવુ દેખાડવામાં આવ્યું છે. એટલે કે ભીંત ચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યાં છે. જેનો ઉલ્લેખ સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે. અને લોકો તેનો વિરોધ પણ કરી રહ્યાં છે.

સાળંગપુર વિવાદ સાધુ સંતોએ વિરોધ વ્યક્ત કર્યો!

ત્યારે સાધુ સંતો અને વિરોધીઓનું કહેવુ છે કે આ ચિત્રોને હટાવવામાં આવે. આ મામલે મોરારી બાપુ,એ પણ રોષ ઠાલવ્યો હતો. જે બાદ જુનાગઢના ઈન્દ્રભારતીબાપુ, ભારતી આશ્રમના 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ મહારાજ અને કચ્છના કબરાઉ ઉ મોગલધામના મણિધર બાપુએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

સાળંગપુર વિવાદ મોરારી બાપુએ પણ રોષ વ્યક્ત કર્યો

તો બીજી બાજુ સાળંગપુરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંત સમક્ષ નમસ્કાર કરતાં દેખાડવા બાબતે મોરારી બાપુએ પણ નારાજગી વ્યક્ત કરી છે. મોરારી બાપુએ જણાવ્યું કે આ બાબતે સમાજને જાગૃત થવાની જરૂર છે. અન્ય સનાતન ધર્મના લોકોએ મૌન તોડી બોલવું જોઇએ.

સાળંગપુર વિવાદ ઇન્દ્રભારતી બાપુએ શું કહ્યું ?

Salangpur Vivad મુદ્દે સાળંગપુરમાં હનુમાનજીના અપમાન મામલે સાધુ સંતોમાં રોષની લાગણી, ઇન્દ્રભારતી બાપુએ નિવેદન આપી રોષ વ્યક્ત કર્યો. ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે અમે સમસ્ત સનાતન ધર્મની સાથે છીએ. હનુમાનજીને નીચે દેખાડીને દેવી-દેવતાઓનું હળાહળ અપમાન કર્યું. આ ક્યારેય સહન કરવામાં નહિ આવે. સ્વામિનારાયણ સંતો ભૂલ કરી માફી માંગી લેવી ક્યાં સુધી ચલાવવું.

સાળંગપુર વિવાદ દેવાયત ખવડે શું કહ્યું ?

આ મામલે જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે પણ ઉગ્ર શબ્દોમાં સાળંગપુર વિવાદને વખોડ્યો હતો. તેઓએ જણાવ્યું કે સ્વામીનારાયણ પંથ પછી આવ્યો છે. પહેલા હનુમાનજી પુજાતા હતા. આ પ્રકારના ચિત્રથી ભારે રોષની લાગણી ફેલાઇ છે.

સાળંગપુર વિવાદ વિવાદને લઈને રાજભા ગઢવીએ એ તો કડક શબ્દોના નિંદા કરી.

Salangpur Vivad મુદ્દે લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે હવે ચિત્ત ચિત્રો હટાવવાનો સમય આવી ગયો છે, માત્ર ભીંત ચિત્રો હટાવવાથી કઈ નહિ થાય. હનુમાનજી શિવનું જ એક સ્વરૂપ છે.

કબરાઉ મોગલધામના બાપુ ગુસ્સામાં લાલચોળ થયાં

સાળંગપુર વિવાદ વધુ વકર્યો. કબરાઉ ખાતે મોગલધામના બાપુએ સમગ્ર મામલે રોષ વ્યક્ત કર્યો. તેઓએ કહ્યું કે મારો આત્મા બળે છે, તમારો આહાર ખરાબ છે, એટલે વિચાર ખરાબ છે. વધુમાં બાપુએ સ્વામિનારાયણ સંતોને કહ્યું કે તમારી ઔકાત શું છે, તમે હનુમાનજીનું જ નહિ પરંતુ સમગ્ર રાષ્ટ્રનું અપમાન કર્યું છે.; સાળંગપુર વિવાદ મુદ્દે કહ્યું- માફી માંગી લેજો નહીતો તમારી ખેર નથી.

જાણો શું છે સાળંગપુર વિવાદ ?

Source : સાળંગપુર વિવાદ

જુઓ વિડીયો સાળંગપુર વિવાદ

https://www.facebook.com/reel/327812636478974

https://www.instagram.com/reel/CwrrpQss6tg/?igshid=MWZjMTM2ODFkZg==