Ahirani Maharas Dwarka: ચારધામ પૈકી એક એવા ભગવાન દ્વારકાધીશની નગર Dwarkaમાં એક ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. આગામી 23-24 તારીખે Dwarkaમાં એક સાથે 37 હજાર આહીરાણીઓ એક સાથે મહારાસ રમશે. આ ઐતિહાસિક કાર્યક્રમની તમામ જવાબદારીઓ આહિર બહેનોએ ઉપાડી છે. એટલું જ નહીં આ સુંદર કાર્યક્રમની તૈયારીઓ પણ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. મહારાસની સાથે સાથે અન્ય કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. આ માટેની તૈયારીઓ પણ પૂર્ણ થઇ ચૂકી છે.
કાર્યક્રમની રૂપરેખા પર એક નજર
તારીખ 23-12-2023ના બપોરના સમયે 3 વાગ્યાથી મહારાસના કાર્યક્રમનું ઉદ્ઘાટન શરૂ થશે, જેમાં સર્વ પ્રથમ બિઝનેસ એક્સપો તથા હસ્તકલા ઉદ્યોગ પ્રદર્શન શરૂ થશે. જેમાં તમામ લોકો આ કાર્યક્રમનો લાભ લઇ શકશે. ત્યારબાદ 23-12-2023ના સાજે 6 વાગ્યથી સમૂહ મહાપ્રસાદમ રહેશે. અને સાજે7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી વ્રજવાણીના રાસ-ગરબા તથા કૃષ્ણકિર્તન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વ્રજવાણીની અતિઉજળા દિવ્યરાસના દ્વારીકામાં દર્શનના ભાવથી સાતવીસુ આહિરાણીઓનો મહારાસ તથા વિવિધ કૃષ્ણભાવના રાસ તથા કિર્તન કરવામાં આવશે.
24 તારીખે મહારાસ સહિતના અનેક કાર્યક્રમો
તારીખ 24-12-2023 સવારે 5 વાગ્યે બ્રહ્મમુહુર્તમાં ભગવાન શ્રી કૃષ્ણ તથા દેવોનું આહ્વાન કરવામાં આવશે. ત્યારબાદ સવારે 7 વાગ્યે બી.કે. ઉષાદીદી- આબુ દ્વારા ગીતા સંદેશ અને નારી તુ નારાયણીનો સંદેશ આપવામાં આવશે. તારીખ 24-12-2023ના સવારે 8.30 વાગ્યાથી 10 વાગ્યે એટલે કે દોઢ કલાક 37 હજાર આહીરાણીઓ મહારાસ રમી શ્રી કૃષ્ણની ભક્તીમાં રંગાઇ જશે.
મહારાસ બાદ 10 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી એક લોહીયા આહીર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 10.30 વાગ્યાથી 11 વાગ્યા સુધી સામાજીક સંદેશ આપવામાં આવશે. આ સંદેશ બાદ 11 વાગ્યે વિશ્વશાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ બપોરે 1 થી 3 વાગ્યા સુધી સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.