Sonal Bij: ખીજ જેની ખટકે નહિ , રુદિયે મીઠી રીજ એવી મઢડાવાળી માતની, આવી સોનલ બીજ

Sonal Bij: સંત સુરા અને સાવજો ની ભુમી જૂનાગઢમાં તારીખ 11,12 અને 13 જાન્યુઆરી 2024ના રોજ કેશોદમાં આવેલા મઢડા ખાતે 700 વિઘામાં ભવ્ય સોનલ જન્મશતાબ્દી મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે જેની અંતર્ગત ચારણ સમાજ દ્વારા વિવિધ પ્રકારના સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરેલ છે આ કાર્યક્રમોમાં લોકડાયરો,સંતવાણી,સન્માન સમારોહ, સભાઓ,દ્વારકા ખાતે ધ્વજારોહણ તથા મહા પ્રસાદી જેવા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલ છે તો ચાલો આ મહોત્સવ તેમજ તેની અંતર્ગત થઇ રહેલા કાર્યક્રમો વિશે વિસ્તૃત માહિતી તૈયારીઓ અને રૂપરેખા વિશે જાણીએ

દર વખતે કરતા આ વખતેની Sonal Bij કઈ રીતે ખાસ છે ?

8 જાન્યુઆરી 1924 એટલે પોષ મહિના ની સુદ બીજના દિવસે અંધકાર ભરેલા યુગમાં સાક્ષાત્ શક્તિ સ્વરૂપ આઈ શ્રી સોનલ માતાજીએ મઢડાખાતે ચારણ હમીર મોડ અને માં રાણબાઈને ઘેર 5મી પુત્રીના સ્વરૂપે અવતાર લીધું હતું માં સોનલના જન્મને 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે તારીખ 11,12 અને 13 જાન્યુઆરી 2024ના રોજ ચારણ સમાજ દ્વારા મઢડાખાતે 700 વિઘામાં અતિભવ્ય ત્રિદિવસીય સોનલ જન્મશતાબ્દી મહોત્સવ નું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં સંતો મહંતો કથાકારો તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે તેથી કહી શકાય કે બધી સોનલબીજ કરતા આ વખતેની સોનલબીજ યાદગાર અને ખાસ થવાની છે

સોનલ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ક્યાં ક્યાં કાર્યક્ર્મો થવાના છે ?

માં સોનલના જન્મ શતાબ્દી મહોત્સવને લઈને ચારણ સમાજમાં અનેરો ઉત્સાહ છે ત્યારે આ મહોત્સવને રૂડું બનાવા દાંડીયારાસ, ભજન, લોકડાયરાઓ, સન્માન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સભાઓનું પણ આયોજન કરવામાં આવેલ છે જે આ મહોત્સવને ચાર ચાંદ લગાડશે અને તારીખ 11 12 અને 13 એમ ત્રણેય દિવસ જુદા જુદા કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવશે.

11 જાન્યુઆરીના કાર્યક્રમોની રૂપરેખા

11 જાન્યુઆરીએ દિવસના સવારે એને બપોર બાદ એમ બે સભાઓનું આયોજન કરવામાં આવશે જેમાં કથાકારો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સભાઓ યોજવામાં આવશે. તેમજ રાતના સમયે કલાકારો દ્વારા ભજન,ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ દિવસે કથાકાર મોરારી બાપુ તથા જગતગુરુ સંકરાચાર્ય પણ ઉપસ્થિત રહેશે.

12 જાન્યુઆરીના કાર્યક્રમોની રૂપરેખા

12 જાન્યુઆરીએ પણ દિવસના સમયે રાજકીય સામાજિક,અને ધાર્મિક સાંસ્કૃતિક ક્ષેત્રના આગેવાનો દ્વારા બે સભાઓનું આયોજન કરવામાં આવશે. બપોરે બે વાગ્યે અને રાત્રે 9 કલાકે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરેલ છે જેમાં નામ ચિહ્ન કલાકારો તથા રમેશભાઈ ઓઝા અને સ્વામિ સચિંદાનંદ પણ ઉપસ્થિત રહેશે.

13 જાન્યુઆરીના કાર્યક્રમોની રૂપરેખા

13 જાન્યુઆરી Sonal Bijના દિવસે સવારની સભામાં રાજકીય અગ્રણીઓ,સામાજિક અગ્રણીઓ અને ગુજરાતના ગવર્નર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિ રહેશે. ત્યારબાદ બપોર ની સભામાં સંતો મહંતો અને ચારણ સમાજના માતાજીની ધર્મ સભા યોજાશે. અને રાતના સમયે Sonal Bijના પાવન પ્રસંગે ભવ્ય લોક ડાયરો યોજવામાં આવશે જેમાં દેશ-વિદેશના નામાંકિત અને પ્રતિષ્ઠિત કલાકારો ડાયરાની તથા ભજનની રમઝટ બોલાવશે.

સોનલ જન્મ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમની પૂર્વતૈયારીઓ

સોનલ જન્મ શતાબ્દી મહોત્સવ ના કાર્યક્રમને સફળ બનાવવા ગાદીપતિ કંચન આઇમાં , સંચાલક ગિરીશ આપા , ડાડુંભાઈ ,આશિષ ભાઈ જેવા વ્યક્તિઓ સખત મહેનત અને ઝહેમત કરી રહ્યા છે જેના ભાગરૂપે વિવિધ સમિતિઓની પણ રચના કરવામાં આવી છે આ કાર્યક્રમનું આયોજન 700 વીઘામાં થવા જઈ રહ્યું છે જેમાં 120 વીઘામાં ભાવિકો ને રહેવા માટે 7000 ટેન્ટ બાંધવામાં આવશે તથા 60 વિઘામા ભોજનાલય અને 400 વિઘામાં પાર્કિંગ વ્યવસ્થા હશે આ ભવ્ય કાર્યક્રમમાં સેલ્યુંઅર સેવા ના ખોરવાઈ તે હેતુથી અહી વિવિધ કંપનીઓ દ્વારા એક મોટું ટાવર પણ ઉભુ કરવામાં આવશે તથા ભાવિકોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ ડોકટરોની ટીમ એમ્બ્યુલન્સ અને દવાઓ સાથે તત્પર રહશે.

માં સોનલના જન્મોત્સવને લઈને અઢારે વરણમાં ઉત્સાહ છે ત્યારે આ કાર્યક્રમમાં લાખો માં ના સેવકો અને શ્રદ્ધાળુઓ જોડાશે સાથે સાથે નામ ચિહ્ન હસ્તીઓ,સંતો,મહંતો વિદ્વાનો અને રાજકીય આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Leave a Comment