Amazing Dwarka: નવલા નોરતાની હવે બસ ઘડીઓ જ ગણાઇ રહી છે, નવરાત્રી એટલે નવ દિવસ માતાજીની આરાધના કરવાના દિવસો. નવરાત્રીને લઇને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયાના આ ઉત્સાહને ધ્યાનમાં રાખીને જ Amazing Dwarka દ્વારા આગામી 7 અને 8 ઓક્ટોબર શનિવાર અને રવિવારે ખંભાળિયામાં હોટેલ ધ લીઓ મિડવેના સુંદર અને વિશાળ ગ્રાઉન્ડ ખાતે વિશેષ અમેઝિંગ વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ પારિવારિક માહોલ, સૂરીલા સંગીતકારો, થીરકવા મજબૂર કરે તેવું સાઉન્ડ સિસ્ટમ, સીસીટીવી અને સુરક્ષાકર્મીઓથી સજ્જ ગ્રાઉન્ડ, ઝાકમઝોળ રોશનીથી શણગારેલા ગ્રાઉન્ડમાં ભવ્ય વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. Amazing Dwarka દ્વારા પ્રથમ વખત નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકોનો ખુબ જ સહકાર મળી રહ્યો છે. ખેલૈયા, સ્પોન્સર તમામ લોકો હર્ષભેર આ આયોજનમાં જોડાયા છે. જામનગરથી લઇને ખંભાળિયા, દ્વારકામાં અમેઝિંગ વેલકમ નવરાત્રીની જ ચર્ચાઓ ચાલી રહી છે, તો તમે પણ આવો છો ને આ Amazing દ્વારકાની અમેઝિંગ નવરાત્રીમાં,…
અમેઝિંગ દ્વારકા દ્વારા આયોજીત આ બે દિવસીય વેલકમ નવરાત્રીની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ખેલૈયાઓનો જુસ્સો વધારવા માટે ખાસ હાલારના સાંસદ શ્રી પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, ધારાસભ્ય શ્રી હેમંતભાઇ ખવા, કે.ડી. કરમૂર સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે. તો બંને દિવસ તન અને મનથી થનગનાટ કરનારા ખેલૈયાઓનું મહેમાનોના હસ્તેથી વિશેષ સન્માન કરવામાં આવશે. જેમાં પુરુષ, મહિલા અને બાળકોની કેટેગરી રાખવામાં આવી છે.
Amazing વેલકમ નવરાત્રીના અમેઝિંગ સ્પોન્સર
અમેઝિંગ વેલકમ નવરાત્રીના ટાઇટલ સ્પોન્સર ગાયત્રી મોબાઇલ વર્લ્ડ છે, ત્યારબાદ બાઉન્ડ્રી સ્પોન્સર તરીકે ખંભાળિયા ટી પોસ્ટ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ છે. ઓટોમોબાઇલ પાર્ટનર નીઓ હ્યુન્ડાઇ અને ધીર ટોયોટા જોડાયા છે. તો ટૂરિઝમ પાર્ટનરમાં સુમિત ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને અમેઝિંગ ફનવર્લ્ડ જોડાયા છે. આ સિવાય શ્રી ક્રિષ્ના એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ કાટકોલા, ઓમ એપ્લાઇન્સીસ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, શ્રી હંસ ટેક્નોલોજી, વૃંદાવન સ્ટુડિયો ધતુરિયા, રૂદ્રાક્ષ મોબાઇલ, ધ મોબાઇલ માર્ટ, અતિથી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ, જૂના અને જાણીતા ટપુભાઇ રેતીવાળા, શ્રી કૃષ્ણ આઇસક્રિમ સેન્ટર, ડીએમ ગોરિયા ઇન્ટિટ્યુટ ઓફ નર્સિંગ, મુંદ્રા બાળકોની હોસ્પિટલ, શ્રી મહાદેવ મોબાઇલ, સાકેત ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્ડો સર્જરી, ઓમ હોટેલ, વાત્સલ્ય સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક અને સદગુરુ નર્સરી એસોસિએટ સ્પોન્સર તરીકે જોડાયા છે.
અમેઝિંગ સુરક્ષા વ્યવસ્થા
Amazing Dwarkaની આ ભવ્ય વેલકમ નવરાત્રીમાં તમામ સુરક્ષાની વિશેષ કાળજી રાખવામાં આવી છે, જેમાં ખંભાળિયામાં હોટેલ ધ લિઓ મિડ વેનું આ ગ્રાઉન્ડ શ્રી હંશ સર્વેલન્સ કંપની દ્વારા 24 કલાક સીસીટીવીથી સજ્જ રહેશે. તો ગ્રાઉન્ડમાં બાઉન્સર દ્વારા સિક્યોરિટીની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે, જેમાં લેડિશ અને જેન્ટ્સ બાઉન્સર, હોમગાર્ડના જવાનો અને પોલીસના જવાનો તો ખરા જ. ટ્રાફિક માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખા ખડેપગે સેવા આપશે.
અમેઝિંગ મંડપ અને સાઉન્ડ
ગ્રાઉન્ડ પર પહોંચતા જ ખેલૈયાઓમાં જોમ અને જુસ્સો ભરે તેવા અદભૂત સાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જય ભારત મંડપ સર્વિસ, જય ભારત સાઉન્ડ જે ખુબ જ પ્રખ્યાત છે. તો દેવળિયાના મુરલીધર લાઇટિંગને કારણે આખુ ગ્રાઉન્ડ ઝબકારા મારે તેવો શણગાર કરવામાં આવ્યો છે. બે દિવસની આ અનોખી ઉજવણીને કેમેરામાં કેદ કરવાનું કામ વૃંદાવન સ્ટુડિયો કરશે અને ઇવેન્ટનું તમામ પ્રકારનું ડિઝાઇન અને પ્રિન્ટિંગનું કામ યુનિક ગ્રાફિક દ્વારા કરવામાં આવશે.
અમેઝિંગ સિંગર ખેલૈયાઓને ગરબે ઘુમવાશે
સાઉન્ડની સાથે સાથે સૂરો અને લયબદ્ધ રીતે ગાવા માટે જાણીતા કલાકારો પણ અમેઝિંગ દ્વારકાની અમેઝિંગ નવરાત્રીમાં ખેલૈયાઓને ગરબે રમાડશે. જેમાં જાણીતા સિંગર ભાવેશ આહિર, જાહલ આહિર અને કશ્યપ દવે સિંગર તરીકે હશે. આ એવા ગાયકો છે જેઓ નવરાત્રીમાં ગરબા ગાવા માટે ખુબ જ જાણીતા છે. તો સંપૂર્ણ બે દિવસની આ નવરાત્રીમાં એન્કર તરીકે વિપુલ જેઠવા અને કાજલ સુવા વિશેષ હાજર રહેશે. તો સવિશેષ જાણીતા રિયાલીટી શો સારેગામાની પ્રખ્યાત રિધમ ટીમ પણ આ વેલકમ નવરાત્રીને અમેઝિંગ બનાવશે.
અમેઝિંગ ડાંડિયા ક્લાસિસ
ખેલૈયાઓ વગર જાણે નવરાત્રી અધૂરી લાગે એવા લયબદ્ધ અને અવનવા ગરબા સ્ટેપ્સ કરતાં ખેલૈયાઓ પણ તમને આ અમેઝિંગ દ્વારકાની અમેઝિંગ વેલકમ નવરાત્રીમાં જોવા મળશે, જેમાં ક્રિષ્ના એન્ડ ક્રિષ્ના ડાંડિયા ક્લાસિસ, પાંધિ ડાંડિયા ક્લાસિસ, પ્રિન્સ ડાંડિયા ક્લાસિસ, ઓમ ડાંડિયા ક્લાસિસના બાળકો, યુવતીઓ અને યુવાનો થનગનાટ કરતાં જોવા મળશે.
પાસ મેળવવાનો સંપર્ક
તો રાહ કોની જુઓ છો, અમેઝિંગ દ્વારકાની અમેઝિંગ વેલકમ નવરાત્રીમાં ભાગ લેવા માટે આજે જ સંપર્ક કરો 97125 88008.સંપર્ણ પારિવારિક માહોલ સાથે આ બે દિવસીય વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી પહેલાની તમારી આ વેલકમ નવરાત્રી યાદગાર બની જશે તેની અમેઝિંગ દ્વારકાની ટીમ ગેટિંગ આપે છે. તો આવો સાથે મળીને નવલા નોરતાને વધાવીએ અને માતાજીને પ્રાર્થના કરીએ કે હંધાઇના દુઃખડા માતાજી હરી લેજો.