દિવાળી પર Dwarkadhishના દર્શને જવાના છો ? તો એકવખત આ સમાચાર જરૂર વાંચી લેજો!

Amazing Dwarka; દ્વારકા સહિત કરોડો લોકોની આસ્થાના અખૂટ સાગર સમાન Dwarkadhish મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે જતા હોય છે તેમાં પણ પ્રકાશના પર્વ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દિવાળીના રજાઓના તહેવારોમાં સૌથી વધુ ભક્તો યાત્રાળુ અને પ્રવાસીઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે અને દીપોત્સવ ઉત્સવ પણ દ્વારકામાં જાજરમાન રીતે ઉજવાતો હોય છે ત્યારે આ પ્રસંગમાં સહભાગી થવા માટે દ્વારકા જતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હિન્દૂ ધર્મના સૌથી મોટા તહેવાર સમાન દિવાળી અને નવાવર્ષ નિમિત્તે શ્રીદ્વારકાધીશ મંદિરનાં દર્શનના ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Dwarkadhish મંદિરનાં દર્શનના ક્રમમાં ફેરફાર

આગામી તા. 11 ને ધનતેરસનાં નિત્યક્રમ મુજબ દર્શન શરૂ રાખવામા આવશે. ત્યારબાદ તા. 12ના રોજ ચતુર્દશી અને દિપાવલીને પગલે દર્શન નિત્યક્રમ બદલાયો છે. જેમાં મંગળા આરતી સવારે 5:30 કલાકે તેમજ હાટડી દર્શન રાત્રે 8:00 કલાકે યોજાશે. ત્યારબાદ તા. 13ના રોજ નવા વર્ષે મંગળા આરતી સવારે 6 કલાકે અને સાંજે 5 થી 7 અન્નકૂટ દર્શન યોજાશે. વધુમા આગામી તા. 14 ના રોજ નિત્યક્રમ મુજબ ભગવાન દ્વારકાધીશના દ્વાર ભક્તો માટે ખુલ્લા રહશે.

ઉલ્લેખનીય છે કે દિવાળી આપનો મોટો તહેવાર હોઈ છે. હિન્દૂ પંચાંગ પ્રમાણે નવા વર્ષની શરૂઆત થતી હોઈ છે. ત્યારે ભક્તો પોતાના નવા વર્ષની શરૂઆત ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને કરત હોઈ છે. ત્યારે દિવાળી નિમિતે દ્વારકામા ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે.

Leave a Comment