અંબાલાલે કરી આગાહી; ગાભા કાઢી નાંખે એવા વરસાદ માટે તૈયાર થઇ જાવ

Amazing Dwarka; વરસાદની રાહ જોતા ખેડૂતો માટે ખુશીની સમાચાર છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલની આગાહી મુજબ આગામી સમયમાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે. જેથી ખેડૂતોને મોટો લાભ થશે. કારણ કે છેલ્લા ઘણા દિવસો મેઘરાજા વરસ્યા નથી.. ત્યારે હવે વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ પડશે.

અંબાલાલે શું આગાહી કરી ?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી 20 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.. આમ થોડા દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી રાઉન્ડ શરૂ થશે.

વરસાદી નક્ષત્ર બેસી ગયું

ગઈકાલથી મઘા નક્ષત્ર બેસી ગયું છે તેથી હવે ફરી વરસાદી માહોલ શરૂ થશે. આજથી 20ઓગસ્ટ સુધીમાં ગુજરાતનાં અલગ અલગ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે તો કયાંક છુટોછવાયો વરસાદ પડશે.અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે બંગાળાની ખાડીથી સિસ્ટમ સક્રિય થતા પૂર્વીય મધ્યપ્રદેશ તફર આવતા વરસાદી માહોલ ઉભો થયો છે.

ક્યારથી શરુ થશે વરસાદનો રાઉન્ડ ?

20 ઓગસ્ટથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. ત્યારે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.

Leave a Comment