રિવાબા જાડેજા એવું સમજતા હશે કે ભાજપમાં અહંકાર જ પ્રાથમિકતા છે? શું એમને મોટા નેતાઓની મર્યાદા રાખતા નહીં શીખવ્યું હોય કે પોતાને સેલિબ્રિટી સમજતા હશે? કે ભાજપમાં કોઈ મોટું રક્ષણ હશે?સાંસદ Mature દેખાયા
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે.. ત્યારે હવે ભાજપમાંથી આંતરિક જુથ વિવાદ સામે આવી રહ્યો છે.. જામનગરમાં જાહેર મંચ પર ભાજપના 3 દિગ્ગજ મહિલા નેતાઓ સામસામે આવી ગયા અને લોકો જોતા રહી ગયા… જામનગરમાં લાખોટ તળાવ ખાતે મનપા દ્વારા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો હતો.. જેમાં જામનગરના મેયર બીનાબેન કોઠારી, જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ કાર્યક્રમ દરમિયાન સામે સામે આવી ગયા હતા..
કોઈ વાતને લઈને ધારાસભ્ય રિવાબા જાડેજા મેયર બીનેબેન કોઠારીની સામ સામે આવી ગયા હતા.. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં પૂનમબેન માડમ વચ્ચે કુદ્યા હતા… તો રિવાબાએ તેમને પણ સંભળાવી દેતા મામલો વધુ ગરમાયો હતો.. આ દરમિયાન ભાજપના કાર્યકરો તમાસો જોતા રહી ગયા હતા..
બાજી બગડતા ધારાસભ્ય રિવાબાએ મેયર બીનાબેન કઠારી અને સાંસદ પૂનમબેન માડમને બધાની સામે ખરી ખોટી સંભળાવી દીધી હતી. મેયરે રિવાબાને કહ્યું કે તમે મેયર સાથે વાત કરો છો ડોળા ન કાઢો અને નીચે ઉતરો… જે બાદ રિવાબા ચૂપ ન રહ્યાં અને મેયરને આડે હાથ લેતા કહ્યું ઔકાતમાં રહો વધારે સ્માર્ટ બનવાની જરૂર નથી….
આ વાતચિત દરમિયાન સાંસદ પૂનમ માડમ મામલો શાંત પાડવા વચ્ચે પડ્યા તો રિવાબાએ પૂનમબેન માડમને પણ ન મૂક્યા અને કહ્યું કે આ સળગાવવા વાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો.. અમુક લોકોને ભાન નથી પડતી અને વધારે સ્માર્ટ બનવા જાય છે… જે બાદ ત્રણેય મહિલા નેતાઓ સામસામે આવી ગઈ હતી…
ત્યારે હવે આ સમગ્ર ઘટનાની જાણ છેક કમલમ સુધી પહોંચી ગઈ છે.. જેથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પોતાનું નિવેદન આપતા કહ્યું કે હવે આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે… ત્યારે જોવાનું એ છે કે આ તપાસમાં આખરે બહાર શું આવશે…