અંબાલાલ પટેલની આકરી આગાહી; આ તારીખે પડશે અતિભારે વરસાદ, જુઓ અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel Forecast: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતા રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી, વલસાડ તો સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આંકલન કર્યું છે.

Amazing Dwarkaના WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આકરી આગાહી

અંબાલાલ પટેલે આંકલન કરતાં કહ્યું, ધીમેધીમે વરસાદનું જોર ઘટવા લાગશે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. મહેસાણા, જોટાણામાં ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, જામનગર, ભાવનગરમાં વરસાદની શક્યતા છે. આજે સાંજ સુધીમાં ઉત્તર, મધ્ય ગુજરાત ભારે વરસાદની શક્યતા છે. 15 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક ડિપ્રેશન સક્રિય થશે. 18થી 20 જુલાઈએ સમગ્ર દેશમાં વરસાદ વરસી શકે છે. ઓડિશા, આંધ્ર, પશ્ચિમ બંગાળમાં વરસાદની શક્યતા છે. હાલની સિસ્ટમ મધ્ય પ્રદેશ, રાજસ્થાન તરફ જશે.

આ તારીખે પડશે અતિભારે વરસાદ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, આગામી 36 કલાક પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલે 12 તારીખ સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જૂનાગઢ, વેરાવળમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના રહેશે.

આ તારીખે પડશે અતિભારે વરસાદ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી 36 કલાક ભારે વરસાદની સંભાવના છે. તેમના જણાવ્યા પ્રમાણે, પૂર્વ ગુજરાતમાં દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આગામી 36 કલાક પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તેઓએ જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન સિદ્ધપુર, વડનગર સહિત આખા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

બનાસકાંઠામાં કેટલીક નદીઓમાં પુર પણ આવવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, બનાસકાંઠાના વિવિધ ભાગો પાલનપુર, રાધનપુર, કાંકરેજ અને થરાદના ભાગોમાં વરસાદ થશે. જેમાં કોઇ-કોઇ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠામાં કેટલીક નદીઓમાં પુર પણ આવવાની શક્યતા રહેશે. ઉપરાંત મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાની રૂપેણ જેવી નદીઓ, ખારી જેવી નદીઓમાં પાણીની આવક વધી શકે તેમ છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, 11 જુલાઈ બાદ વરસાદમાં રાહત મળશે. તેના ચાર દિવસ બાદ એટલે કે 15 જુલાઈ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થશે. જે બીજા પાંચ દિવસ એટલે કે લગભગ 20 જુલાઈ સુધી રહેશે. 24 થી 28 જુલાઈ દરમિયાન ફરી એકવાર ધોધમાર વરસાદ રહેશે એવું તેમણે જણાવ્યું હતું.

Leave a Comment