યે દિલ માંગે મોર !! નામ સાંભળતા જ દુશ્મનો થર થર કાંપતા, કારગિલ યુદ્ધના હીરો વિક્રમ બત્રા

ભારતીય આર્મીના અદભૂત શૌર્યગાથાનું ઉદાહરણ આપતાં કારગિલ યુદ્ધમાં અનેક વીર જવાનોએ બલિદાન આપી રાષ્ટ્રની એક્તા તથા અખંડતાને જાળવી રાખી છે. કારગિલ યુદ્ધમાં બહાદુરીનો પરચો આપનારા આવા જ એક વીર યૌદ્ધા છે કેપ્ટન વિક્રમ બત્રા, જેઓ 7 જુલાઇ 1999ના રોજ મા ભારતીની રક્ષા કાજે શહીદ થયા હતા. કારગિલ યુદ્ધ દરમિયાન કેપ્ટન વિક્રમ બત્રાએ બે મહત્વપૂર્ણ ટેકરીને પાકિસ્તાનીઓના કબજામાંથી છોડાવી હતી. કેપ્ટન વિક્રમ બત્રાને મરણોપરાંત પરમવીર ચક્રથી નવાજમાં આવ્યા હતા. આજે તેમની 24મી પૂર્ણતિથી છે, ત્યારે તેમના અદમ્ય શાહસ અને પરાક્રમતા પર આવો એક નજર કરીએ અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.

વિક્રમ બત્રા વિષે ટૂંકમાં માહિતી

હુલામણું નામલુવ, વિકિ, શેર શાહ
જન્મ9 September 1974
પાલમપુર, હિમાચલ પ્રદેશ, ભારત
શહિદ તારીખ7 July 1999 (ઉંમર 24)
પોઇન્ટ ૪૮૭૫ વિસ્તાર, કારગિલ, જમ્મુ અને કાશ્મીર, ભારત
સેવા/શાખાભારતીય ભૂમિસેના
હોદ્દોકેપ્ટન
દળ૧૩ જમ્મુ કાશ્મીર રાઇફલ્સ
પુરસ્કારોપરમવીર ચક્ર

આ પણ વાંચો: 19 વર્ષની વયે શહીદી વહોરનારા વીર સપૂત રમેશકુમાર જોગલ

કારગિલ યુદ્ધના હીરો વિક્રમ બત્રા

5 જુન 1999ના રોજ લેફ્ટનન્ટ વિક્રમ બત્રાને દ્રાસ પહોંચવાના આદેશ મળ્યા હતા. 13 J&K RIF બટાલિયન 6 જુને દ્રાસ પહોંચી ગયા. અહીં તેઓને રાજપુતાના રાઇફલ્સ બટાલિયન્સ માટે રિઝર્વ રહેવાનો આદેશ હતો. ટોલોલિંગ મિશન બાદ તત્કાલિન કમાંડિંગ ઓફિસર યોગેશ કુમાર જોશીએ પોઇન્ટ 5140ને જીતવાની યોજના બનાવી, જોશીએ બે ટીમ બનાવી, પહેલી ટીમનું નેતૃત્વ લેફ્ટનન્ટ સંજીવ સિંહ જામવાલને આપ્યું અને બીજી ટીમનું નેતૃત્વ લેફ્ટિનેંટ વિક્રમ બત્રાને આપ્યું હતું. મિશન માટે વિક્રમ બત્રાએ ‘યે દિલ માંગે મોર,’ જીતનો કોડ વર્ડ રાખ્યો હતો.

Vikram Batra PVC was an Indian Army officer. He was posthumously awarded the Param Vir Chakra

ભારત માતાના વીર સપૂત શહીદ કેપ્ટન વિક્રમ બત્રાનો જન્મ 9 સપ્ટેમ્બર 1974ના રોજ પાલમપુરમાં જી.એલ. બત્રા અને કમલકાંતા બત્રાના ઘરે થયો હતો. વિક્રમ બત્રાનું સ્કૂલનું શિક્ષણ પાલમપુરમાં જ થયું હતું. આ જગ્યા સૈનિકોનું રહેઠાણ હોવાથી વિક્રમ બાળપણથી જ આર્મીના જવાનોને જોતા જ મોટા થયા હતા. સ્કૂલ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ વિક્રમ વધુ શિક્ષણ માટે ચંદીગઢ ગયા, કોલેજમાં એનસીસી એર વિંગમાં સામેલ થયા. કોલેજ દરમિયાન તેઓ મર્ચન્ટ નેવીમાં ભરતી થવા ઇચ્છતા હતા. પરંતુ બાદમાં તેઓએ અંગ્રેજીમાં એમએમાં એડમિશન લઇ લીધું. ત્યારબાદ વિક્રમ બત્રા આર્મીમાં જોડાઇ ગયા. 1999માં કારગિલ યુદ્ધ શરૂ થયું. આ સમયે વિક્રમ સેનાની 13 જમ્મુ-કાશ્મીર રાઇફલ્સમાં તહેનાત હતા. તેમની ટુકડીએ હમ્પ અને રાકી નાબ જેવા સ્થળો પર વિજય ધ્વજ લહેરાવ્યો હતો.

નામ સાંભળતા જ દુશ્મનો થર થર કાંપતા

છેલ્લે 4875 પોઇન્ટ પર કબજો કવાના મિશનમાં વિક્રમ બત્રા અને દુશ્મનો વચ્ચે જીવસટો સટીનો જંગ ખેલાયો હતો. આ દરમિયાન તેઓએ પાંચ દુશ્મનોને તો ઠાર માર્યા હતા. આ હાથોહાથની લડાઇમાં કેપ્ટન વિક્રમ બત્રા ગંભીર રીતે ઘાયલ પણ થઇ ગયા હતા, જો કે મા ભારતીનો વીર જવાન સતત દેશની રક્ષા માટે લડતો રહ્યો અને દુશ્મનની ટૂકડી પર અનેક ગ્રેનેડ પણ ફેંક્યા અને જીત પણ હાંસિલ કરી. જો કે આ ઓપરેશન દરમિયાન જ વિક્રમ બત્રા શહીદ થયા હતા. ત્યારબાદ વિક્રમ બત્રાના અદમ્ય સાહસ અંગે દેશમાં વાત ફેલાઇ અને તેઓ આ વીર જવાનને સત સત પ્રણામ કર્યા હતા.

કારગિલ યુદ્વ

23 વર્ષ બાદ પણ આ જાંબાજ સૈનિકની વિરતાના કિસ્સાઓ આજે પણ દેશના લોકોમાં જોશ ભરી દે છે. કારગિલ યુદ્વની જો વાત કરીએ તો, પોઇન્ટ 4875 સૌથી મુશ્કેલ ચટ્ટાનોમાંથી એક હતો, કારણ કે આ જગ્યાએ સાંકળી જગ્યામાંથી પસાર થવુ પડતુ અને દુશ્મન તમને સરળતાથી નિશાન બનાવી શકતા હતા.

પરંતૂ વિક્રમ બત્રાને દુશ્મન રોકી ન શક્યા અને તેઓ ગ્રેનેડ ફેંકતા રસ્તાને સાફ કરી દીધો, જે બાદ તેમણે ટીમમાં પણ જોશ ભરી દીધો હતો. જે બાદ તેમની ટીમે 4875 પર પાછા આવીને લક્ષ્ય પ્રાપ્ત કર્યું, આજે પણ પોઇન્ટ 4875 બત્રાના નામે ઓળખાય છે.

વિક્રમ બત્રાએ એક સમયે પોતાના મિત્રોને કહ્યું હતુ કે, “હું તિરંગો લહેરાવીને આવીશ અથવા તેમાં લપેટાઇને આવીશ.”

શેરશાહ ફિલ્મ

કેપ્ટન વિક્રમ બત્રાના સાહસ અને શૌર્યને લોકો સુધી પહોંચાડવા માટે તેમના પર એક ફિલ્મ પણ બની, જેનુ નામ શેરશાહ હતુ. આ ફિલ્મમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હતા. 2021માં આ ફિલ્મ રજૂ થઇ હતી.

Leave a Comment