આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશખબર; હવે 5 લાખને બદલે 10 લાખ સુધીની સહાય મળશે

Ayushman Card; આજના મોંઘવારીના સમયમાં સામાન્ય વ્યક્તિ મુશ્કેલથી જીવન નિર્વાહ કરી રહ્યો છે. એવા જો પરિવારમાં હોસ્પિટલનો ખર્ચ આવે તો તેના પર આભ ફાટે તેવી સ્થિતિ સર્જાય છે. જો કે આ મુશ્કેલીના સમયમાં સરકારી યોજનાનો લાભ લઈને 10 લાખ રૂપિયા બચાવી શકો છો.

પહેલા આ યોજનાના 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ હવે 11 જુલાઇ 2023થી લાભની રકમ વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. આજે અમે તમને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના અંગે વિસ્તારથી માહિતી આપીશું. જેમાં કેવી રીતે યોજનાનો લાભ લેવો, કેવી રીતે ફોર્મ ભરવુ અને કઈ કઈ હોસ્પિટલમાં તમે સારવાર કરાવી શકશો વગેરે વગેરે.

આયુષ્યમાન કાર્ડની મદદથી ખાનગી હોસ્પિટલમાં એક પણ રૂપિયાનો ચાર્જ ચૂકવ્યા વગર તમે સારવાર મેળવી શકો છો. કેન્દ્ર સરકારની આ મહત્વકાંશી યોજના ગરીબ અને મધ્યમ પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. આયુષ્માન કાર્ડ એ હોસ્પિટલમાં જ ચાલશે જે સરકારના લિસ્ટમાં સામેલ હશે. સરકારે આ હોસ્પિટલોની યાદી પણ બહાર પાડી છે.

કોને મળી શકે આયુષ્માન કાર્ડ ?

આયુષ્યમાન યોજના એવા લોકો માટે છે જેઓ ગરીબી રેખા નીચે જીવન નિર્વાહ કરે છે અને હોસ્પિટલમાં લાખો રૂપિયાની ફી ચૂકવી શકે તેમ નથી. ત્યારે ભારત સરકારના 2011-12માં જે સામાજિક અને આર્થિક સર્વે કરાયો હતો તેમાં આવતાં પરિવારોને આ લાભ મળવાપાત્ર છે. તો આ યોજના તમામ જાતિ કે ધર્મના લોકો માટે છે, માત્ર તેઓ સરકારી ધોરણ મુજબ ગરીબી રેખા નીચે આવતાં હોવા જોઇએ. તો પરિવારની સંખ્યા અને ઉંમરમાં કોઇ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

આયુષ્માન મિત્રનો સંપર્ક કરજો, કરશે તમને તમામ મદદ

જો તમે ઇમરજન્સીની સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થઇ જાવ અને તમારે આયુષ્યમાન કાર્ડની સેવાનો લાભ લેવો હોય તો હોસ્પિટલમાં આયુષ્યમાન મિત્રનો સંપર્ક કરવો. સરકાર દ્વારા દરેક સરકારી અને ખાનગી હોસ્પિટલ જ્યાં આ કાર્ડ ચાલતું હોય ત્યાં એક કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે. આ કર્મચારી આયુષ્યમાન કાર્ડની યોજના અંગે સંપૂર્ણ મદદ કરવા માટે કટીબદ્ધ રહેશે.

ક્યા ક્યા રોગની સારવારમાં ચાલશે આયુષ્યમાન કાર્ડ ?

સરકાર દ્વારા અંદાજે 20 હજાર જેટલી ખાનગી હોસ્પિટલોને આયુષ્યમાન કાર્ડમાં જોવાનું નક્કી કર્યું છે. આ તમામ હોસ્પિટલમાં 10 લાખ સુધીની સારવાર લાભાર્થીને ફ્રીમાં થઇ જશે. ત્યારે સવાલ એ થાય કે ક્યા ક્યા પ્રકારની બીમારીની સારવારમાં લાભ મળશે, તો જણાવી દઇએ કે સ્પાઇન સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડિલેવરી, ડાયાલીસીસ, મગજની સર્જરી, કેન્સરની કેટલીક સર્જરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બીમારીની સારવાર માટે એકરૂપિયો આપવો નહીં પડે.

જામનગરમાં કઇ હોસ્પિટલમાં ચાલશે કાર્ડ ?

Ayushman Bharat Hospital List in Jamnagar: જામનગરમાં આયુષ્માન ભારત યોજના યોજના હેઠળની તમામ પેનલવાળી સરકારી અને ખાનગી હોસ્પિટલોની યાદી અહીં મેળવો.

  • ઓસવાલ ટ્રસ્ટ હોસ્પિટલ, 55 દિગ્વિજય પ્લોટ, જામનગર – 361005, ફોન : 0288-2566833.
  • ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલ, જી.જી. હોસ્પિટલ, પંડિત નહેરુ માર્ગ, જામનગર, ઇમેઇલ : ms[dot]health[dot]jamnagar[at]gmail[dot]com ફોન : 0288-2661087.
  • શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય ધનવંત્રી મંદિર, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર- 361008, ઇમેઇલ : gacollege[at ayurveduniversity[dot]com વેબસાઇટ લિંક : http://www.gacollege.in
  • સમર્પણ જનરલ હોસ્પિટલ એરપોર્ટ રોડ, શિવમ પાર્ક, અજંતા સોસાયટી, જામનગર, ગુજરાત 361006, ફોન : 0288-2712729
  • સરકારી ડેન્ટલ હોસ્પિટલ ડેન્ટલ કોલેજ, હિંમતનગર રોડ, જામનગર

Leave a Comment