વિશ્વકર્મા જયંતિના ઉજવણીના ભાગરૂપે કારગીરો જે પરંપરાગત કૌશલ્ય વિકાસના લોકો જે પોતાના હાથથી અને ઓજારોથી કામ કરે છે તે લોકો સુથાર, કડીયાકામ અને દરજીકામ જેવા જુદા- જુદા કુલ 18 પ્રકારના વ્યાવસાયમાં રોકાયેલ હોય તેવા તમામ લોકોને એક નવી તાકાત આપવા અને આર્થિક કલ્યાણ માટે તા. 17/09/2023 ના રોજ વિશ્વકર્મા જયંતી પર PM Vishwakarma Yojana અમલમાં મુકવામાં આવી છે.
પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ વિશ્વકર્મા વ્યવસાય સાથે સંકળાયેલ ભાઈ બહેનોને આર્થિક રીતે સશક્ત કરી બહુ જ ઓછા વ્યાજ દર (5% દરે) ₹ 3,00,000/- સુધીની લોન આપવામાં આવશે. આ આર્ટિકલમાં પીએમ વિશ્વકર્મા યોજના હેઠળના લાભાર્થીની પાત્રતા, તેઓને ક્યા લાભ મળશે?, ઓનલાઈન અરજી ક્યાં કરવી? અને ધંધા રોજગાર અર્થે મળનારી લોન વિશે વિગતે જાણીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.
Important Point of PM Vishwakarma Yojana
યોજનાનું નામ | PM Vishwakarma Yojana | પીએમ વિશ્વકર્મા યોજના |
યોજનાની જાહેરાત ક્યારે કરાઈ | ભારતના વર્ષ 2023-24 ના બજેટમાં |
ક્યારે અમલમાં મુકાઈ | માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ તા. 17 September 2023 ના રોજ. |
યોજનાનો ઉદ્દેશ. | વિશ્વકર્મા વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને તાલીમ અને લોન આપવી. |
લાભાર્થી | 18 પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ કારીગરો. |
ઓફિસિયલ વેબસાઈટ | www.pmvishwakarma.gov.in |
હેલ્પલાઈન નંબર | (1) 18002677777(2) 17923 |
પીએમ વિશ્વકર્મા યોજના વિશે જાણો | PM Vishwakarma Yojana
તા.17/09/2023 ના રોજ ભગવાન શ્રી વિશ્વકર્માની જન્મ જયંતિ દિવસે વિશ્વકર્મા વ્યવસાય સાથે સંકળાયેલ કારીગર વર્ગના ઉત્થાન માટે આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. ગુજરાતના કારીગર વર્ગ ભગવાન શ્રીવિશ્વકર્માના ભક્ત હોવાથી, આ યોજનાનું નામ પીએમ વિશ્વકર્મા યોજના યોજના રાખવામાં આવ્યુ છે. ભારતના જે કારીગરો પોતાના પરંપરાગત વ્યવસાયથી પોતાની આગવી ઓળખ ઉભી કરી કે પોતાના હસ્તકળા અને કારીગરીથી જૂની પરંપરાઓને સાચવી રાખીને બેઠા છે તેવા કારીગરોની કૌશલ્યનો વિકાસ કરવા માટે અને કારીગરોના આર્થિક ઉત્કર્ષ અને વિકાસ માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન અને વિઝન ને ભાગરૂપે સરકારે આ PM vishwakarma yojana અમલમાં મૂકી છે.
પીએમ વિશ્વકર્મા યોજનાનો ઉદ્દેશ.
વિશ્વકર્મા ભાઈ બહેનોને ઓળઅ અને તેઓની પરંપરાગત વ્યવસાયને કારણે ભારતની આર્થિક વ્યવસ્થાની પ્રગતિમાં વિશ્વકર્મા કારીગરો ઘણું મોટું યોગદાન છે. તેમના આ પરિશ્રમને આગળ લાવવા તથા પોતાના ધંધા રોજગારને અનરૂપ આર્થિક સહાય માટે આ યોજના ઘણી મહત્વની બની રહેશે. જેના ઉદ્દેશો નીચે મુજબના છે.
- વિશ્વકર્મા ભાઈ બહેનોને પોતાના સ્વરોજગાર વિકાસ અર્થે આર્થિક સહાય.
- તાલીમ દ્વારા સ્કીલ ડોવલોપમેન્ટ.
- ઉત્પાદિત કરેલ વસ્તુંઓનું વેચાણ તથા માર્કેટીંગ.
પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓની પાત્રતા.
જે વિશ્વકર્મા ભાઈઓ બહેનો પોતાના સ્વ રોજગારના પરંપરાગત વ્યવસાયમાં રોકાયેલ છે. તેવા કુલ 18 પ્રકારના ધંધા રોજગાર કરનાર કારીગરોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. જેઓને વિવિધ ટુલકીટ સહાય, તાલીમ અને લોન સહાય વડે આર્થીક મદદ કરવામાં આવશે. આ યોજનામાં લાભાર્થીની પાત્રતા નીચે મુજબની છે.
- નોંધણી વખતે લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
- લાભાર્થી નોંધણીની તારીખે અરજદાર પોતાના વ્યવસાયની કામગીરીમાં રોકાયેલ હોવો જોઈએ
- લાભાર્થીએ છેલ્લા 5 વર્ષમાં સ્વ-રોજગાર/વ્યવસાય વિકાસ માટે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની સમાન ક્રેડિટ આધારિત યોજનાઓ હેઠળ લોન લીધી ન હોવી જોઈએ. દા.ત. PMEGP, PM SVANidhi, Mudra,
- કુટુંબના એક સભ્યને પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લાભ આપવામાં આવશે.
- સરકારી સેવામાં રહેલ વ્યક્તિ અને તેમના પરિવારના સભ્યો આ યોજના હેઠળ પાત્ર નથી.
યોજનાનો લાભ લેવા માટેના ડોક્યુમેન્ટ.
- આધાર કાર્ડનો નકલ.
- આધાર સાથે લીંક મોબાઈલ નંબર.
- ઉંમરનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર , C, અન્ય માન્ય દસ્તાવેજ )
- રેશન કાર્ડની નકલ.
- જાતિનું પ્રમાણપત્ર.
- વ્યવસાય અંગે કોઈ તાલીમ લીધી હોય તો પ્રમાણપત્ર (મરજીયાત)
- બેંક ખાતાની વિગત
- પાસપોર્ટ સાઈઝનો ફોટો.
પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ કોને મળશે ?
નીચે મુજબના ઘંધા સ્વરોજગાર સાથે સંકળાયેલ ભાઈ બહેનોને પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લાભો મળવાપાત્ર થશે.
ક્રમ | ધંધો રોજગારનું નામ |
1 | સુથાર/કારપેન્ટર |
2 | નાવ બનાવનાર |
3 | ઓજારો બનાવનાર |
4 | લોખંડ કામ કરનાર |
5 | ટોકર/ચટાઈ/ઝાડું બનાવનાર |
6 | કેચર વણકર |
7 | ઢીંગલી અને રમકડાં બનાવનાર (પરંપરાત) |
8 | ધોબીકામ કરનાર |
9 | કુંભાર |
10 | દરજીકામ કરના |
11 | પગરખા બનાવનાર મોચી |
12 | હથોડા અને ટુલકીટ બનાવનાર |
13 | તાળા બનાવનાર |
14 | મૂર્તિકાર, પથ્થરની કોતરણી કરનાર, પથ્થર તોડનાર |
15 | રાજમિસ્ત્રી |
16 | વાળંદ |
17 | માલાકાર |
18 | માછલી પકડવાની જાળ બનાવનાર |
પીએમ વિશ્વકર્મા યોજના હેઠળના લાભો.
આ યોજના ભારતના જે કારીગરો પોતાના પરંપરાગત વ્યવસાયથી પોતાની આગવી ઓળખ ઉભી કરી કે પોતાના હસ્તકળા અને કારીગરીથી જૂની પરંપરાઓને સાચવી રાખીને બેઠા છે તેવા કારીગરોની કૌશલ્યનો વિકાસ કરવા માટે અને કારીગરોના આર્થિક ઉત્કર્ષ અને વિકાસ માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન અને વિઝન ને ભાગરૂપે સરકારે આ વિશ્વકર્મા યોજના અમલમાં મૂકી છે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ સીધા લાભો નીચે મુજબના છે.
- વિશ્વકર્મા ભાઈ બહેનોને ₹3,00,000/- સુધીની ગેરંટી વગરની લોન.
- ₹ 15,000/- સુધીની ટુલકીટ સહાય.
- પોતાના વ્યવસાયના વિકાસ માટે તાલીમ.
- તાલીમ દરમ્યાન પ્રતિ દિન ₹ 500/- નું સ્ટાઈપેન્ડ
- સ્કીલ અપગ્રેડેશન માટે ઉચ્ચકક્ષાની તાલીમ.
- કારીગરો દ્વારા ઉત્પાદન કરેલ વસ્તું પર ક્વોલિટી સર્ટીફિકેટ.
- ઉત્પાદકોની જાહેરાત.
પીએમ વિશ્વકર્મા યોજના ઓનલાઈન અરજી | PM Vishwakarma Yojana Online Apply
પીએમ વિશ્વકર્મા યોજના નો અમલ તા. 17/09/2023 થી થનારછે. જેથી આ યોજના હેઠળ હાલ www.pmvishwakarma.gov.in વેબસાઈટ પરથી ઓનલાઈન પ્રકિયાથી ફોર્મ ભરીને તથા ઓફલાઈન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે માહિતી મેળવીને આ યોજના હેઠળ સહાય મેળવી શકાય છે.
important Links of PM vishwakarma yojana
ઓફિસિયલ વેબસાઈટ | Click Here |
લાભાર્થી તરીકે અરજી કરવા માટે | Click Here |
સંપર્ક નંબરોની વિગતો જાણવા | Click Here |
C.S.C ( Common Service Center)ની વિગતો | Click Here |
Home Page | Click Here |
Read More :
સનેડો સહાય યોજના 2024 ના ઓનલાઈન ફોર્મ
PM Kisan 16th Installment: પીએમ કિસાન યોજના નો 16 મો હપ્તો ક્યારે થશે જમા, પીએમ કિસાન યોજના
Market Yard Bajar Bhav : ગુજરાત માર્કેટ યાર્ડ ના ભાવ, આજના બજાર ભાવ 2024
Gujarat Farmer Smartphone Subsidy Yojana: ગુજરાત સરકાર ખેડૂતોને આપી રહી છે મોબાઈલ ખરીદવા પર સહાય