દ્વારકામાં શ્રીમદ્ ભાગવત કથાનું સુંદર આયોજન, પુજ્ય ભાઇ શ્રી રમેશભાઇ કરાવશે અલૌકિક કથાનું રસપાન

Amazing Dwarka: કહેવાય છે કે કળિયુગમાં પણ જ્યારે માણસ ક્યાય અટવાય તો તેનો ઉકેલ શ્રીમદ્ ભાગવત ગીતામાંથી મળી જાય છે. હિન્દુ ધર્મના ગ્રંથોમાંથી સૌથી વધુ મહત્વ ભાગવત ગીતાનું રહેલું છે. આથી જ તો ગીતાજીને સ્મૃતિ ગ્રંથ તરીકે ઓળખાવવામાં આવે છે. ત્યારે દ્વારકાવાસીઓને શ્રીમદ્ ભાગવત ગીતાની કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા પુજ્ય ભાઇ શ્રી રમેશભાઇ ઓઝાના મુખપટલ પરથી આ અલૌકિક કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે.

દીપ પ્રાગટ્ય કરીને કથાનો પ્રારંભ કરાવવામાં આવ્યું

ચારધામ પૈકી એક એવા દેવભૂમિ દ્વારકામાં શ્રીમદ્ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય ભાઇ શ્રી રમેશભાઇ ઓઝાના મુખપટલથી કથાનું રસપાન કરાવવામાં આવશે. ત્યારે આ સુંદર આયોજનનું શારદાપીઠના શંકરાચાર્યના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવ્યા બાદ વિધિવત રીતે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્ય હતો. શ્રીમદ ભાગવત ગીતાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

ગીતાનો સાર સાંભળવો પણ એક લ્હાવો

ઉલ્લેખનીય છે કે મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે, જેમાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકો છે. પૂરી ગીતા, થોડા શ્લોકોના અપવાદ સિવાય, અનુષ્ટુપ છંદમાં છે. ગીતાનો સમયકાળ આશરે ઇ.સ. પૂર્વે ૩૦૬૬નો માનવામાં આવે છે. ગીતાના શ્લોકોનું રસપાન કરવું પણ એક લ્હાવો છે.

Leave a Comment