Cyclone Biparjoy Updates: ગુજરાત પર વાવાઝોડાનું જોખમ વધ્યું, ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ

Cyclone Biparjoy Updates: ગુજરાત પર વાવાઝોડાનું જોખમ વધ્યું, કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા, વાવાઝોડાનાં બિપરજોયના ખતરાને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં, વાવાઝોડાની ગતિ ધીમી પડી, પ્રતિકલાક 2 કિ.મી.ની ઝડપ, જાફરાબાદનો દરિયો ગાંડોતુર થયો, બિપરજોય વાવાઝોડાની અસરના પગલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે વાલ્મિકી વાસમાં દરિયાનું પાણી ઘૂસ્યું.

Amazing Dwarka Live Update: પોરબંદરથી 320 કિલોમીટર, જ્યારે દ્વારકાથી 290 તેમજ જખૌ પોર્ટથી 320 અને નલિયાથી 330 કિલોમીટર દૂર છે.

વાવાઝોડાની તમામ અપડેટ માટે Amazing Dwarka ના ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

Cyclone Biparjoy Updates

ભારતીય હવામાન વિભાગ (IMD) ના અહેવાલ અનુસાર આગામી 6 કલાકમાં બિપરજોય એક ગંભીર વાવાઝોડામાં રૂપાંતરિત થઇ શકે છે. તે 15 જૂનની આજુબાજુ વાવાઝોડું બનીને ઉત્તર તરફ આગળ વધશે. હાલ તે ગુજરાતના પોરબંદરથી ફક્ત 360 કિ.મી. દૂર દક્ષિણ-પશ્ચિમમાં અરબ સાગરમાં છે. તે 5 કિ.મી. પ્રતિકલાકની ઝડપે સતત આગળ વધી રહ્યું છે. 15 જૂન સુધી તે કચ્છના તટ સુધી પહોંચી શકે છે. પોરબંદરની નજીકમાંથી તે આશરે 200થી 300 કિ.મી. અને નલિયાથી 200 કિ.મી.ની અંતરથી પસાર થવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડું ત્રાટકશે તે નક્કી થઈ ગયું છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. આગામી 14-15 જૂનના રોજ ભારે વરસાદની પણ આગાહી છે. લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ અપાઈ છે. તંત્ર દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવાનું વિચારી રહ્યું છે. દરમિયાન નવા અહેવાલ અનુસાર હવામાન વિભાગે કહ્યું કે ગુજરાત પર વાવાઝોડાનું જોખમ વધી ગયું છે અને યલ્લો એલર્ટને બદલીને હવે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે. મુંબઈમાં પણ બિપરજોય વાવાઝોડાની અસરને લીધે વરસાદ શરૂ થઈ ગયો છે.

પોરબંદરથી 400, દ્વારકાથી 440, નલિયાથી 530 કિમી દૂર

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાની આફત જોવા મળી રહી છે. હાલ ‘બિપોરજોય’ વાવાઝોડું પોરબંદરથી 400 કિ.મી, દ્વારકાથી 440 કિ.મી. અને નલિયાથી 530 કિ.મી. દૂર છે. હાલ વાવાઝોડું પ્રતિકલાક 7 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે.

પોરબંદરનો દરિયો બન્યો ગાંડોતુર

પોરબંદરના દરીયો ગાંડોતુર બન્યો છે. સાંજે 5 વાગ્યા બાદ દરિયામાં કરંટ જોવા મળ્યો છે અને 20 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળ્યા છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે સાવચેતીના ભાગરૂપે દરિયાકાંઠે કલમ 144 લાગુ પાડી દેવામાં આવી છે. જેના કારણે કાંઠે અને ચોપાટી જવા ઉપર લોકો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો પર ૪ નંબરના સિગ્નલો લગાવાયા

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભવિત ‘બીપોરજોય’ વાવાઝોડા ના પગલે હવામાન વિભાગ દ્વારા તમામ નવ બંદરો ઉપર ૪ નંબરના ભય સૂચક સિગ્નલો લગાવાયા છે, અને બંને જિલ્લા ના ડિઝાસ્ટાર મેનેજમેન્ટ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લાના નવાબંદરઝ બેડીબંદર, રોજીબંદર, સિક્કા બંદર(જેટી) અને જોડિયા બંદર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ઓખા અને દ્વારકા સહિત તમામ નવ બંદરો પર ૪ નંબરના ભય સૂચક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે.

જામનગરની શાળાઓમાં 3 દિવસ માટે રજા જાહેર

જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડા ના પગલે શિક્ષણ વિભાગ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની જામનગર શહેરમાં આવેલી તમામ શાળાઓમાં આવતીકાલ તારીખ ૧૨.૬.૨૦૨૩ થી આગામી ૧૪.૬.૨૦૨૩ સુધી ત્રણ દિવસ માટેની રજા જાહેર કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા

દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા નીચાણવાળા દરિયાઈ વિસ્તારમાંથી અત્યાર સુધી 1100 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લામાં 125થી 135 કિ.મી.ની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે તેમજ દરિયામાં 25થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે જેને લઈ હવામન વિભાગે દ્વારકા જિલ્લાને 15 તારીખે રેડ એલર્ટ જાહેર કર્યો છે.

નાગરિકો માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા

પોરબંદરમાં વહીવટી તંત્ર દ્વારા નાગરિકો માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા છે તેમજ બચાવ અને રાહત કામગીરી માટે તંત્ર સંપૂર્ણ પણે સજ્જ છે અને લોકો ને ખોટી અફવાઓથી દૂર રહેવા કલેક્ટરે અપીલ પણ કરી છે. પોરબંદર ચોપાટી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સામાન્ય નાગરિક મદદ માટે 100 નંબર પર સંપર્ક કરવા અપીલ કરે તેવું SPએ પણ જણાવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હેલ્પ લાઈન નંબર

વાવાઝોડાને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર્યરત કંટ્રોલ રૂમના ઇમર્જન્સી હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા. વાવાઝોડા દરમિયાન જિલ્લાના કોઈ પણ સ્થળે જાનહાની કે નુકશાન થાય તો હેલ્પલાઇન નંબર પર તાત્કાલિક જાણ કરવા અનુરોધ.

Dev Bhumi Dwarka HelpLine number Cyclone Biparjoy Updates

ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ

વાવાઝોડાંની શક્યતાને પગલે હવામાન વિભાગે આગામી 15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા ત્રણ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. આ ત્રણ જિલ્લામાં 125થી135 કિલોમીટરની સ્પીડે ભારે પવન ફૂંકાશે તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

Cyclone Biparjoy Updates

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 6 જિલ્લાઓમાં મોકૂફ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને અનુલક્ષીને રાજ્યના દરિયાકાંઠાના 6 જિલ્લાઓ દ્વારિકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢમાં ‘શાળા પ્રવેશોત્સવ’ નો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ ‘શાળા પ્રવેશોત્સવ’ હવે ત્રણ ને બદલે બે દિવસ એટલે કે તા.12 અને 13 જૂનના રોજ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.

અંબાલાલ પટેલે કરી આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 12થી 16 જૂન દરમિયાન ગુજરાતના કેટલાકભાગોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારામાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી ભારે વરસાદ પડી શકે છે. સાથે જ રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં અતિ ભારે વરસાદ પાડવાની સંભાવના છે.

દ્વારકાના બંદર પર 4 નંબરનું સિગ્નલ

વાવાઝોડાની આગાહીને પગલે દ્વારકાના બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તમામ બંદરો પર 4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રએ સૂચના આપી છે. દરિયાકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની તંત્રએ અપીલ કરી છે.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન

જાફરાબાદના દરિયામાં વાવાઝોડાંની અસર જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં પ્રચંડ રૂપ ધારણ કરી ‘બિપોરજોય’ વાવાઝોડું પ્રશ્રિમ તરફ આગળ વધી રહ્યુ છે. તેમજ હાલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન શરૂ થઈ ગયો છે. ગઈકાલે 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. જ્યારે જામનગર, સોમનાથમાં વરસાદ પણ પડ્યો હતો.

રાજકોટ એરપોર્ટ ખાતે 2 હેલિકોપ્ટર સ્ટેન્ડબાય

‘બિપોરજોય’ વાવઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા રાજકોટ એરપોર્ટ ખાતે 2 હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

વરસાદની આગાહી

13મી જૂને નવસારી, વલસાડ, સુરત, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવમાં વરસાદ થવાનું અનુમાન છે.14 જૂને દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, પાટણ, કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાનો વર્તારો છે. તો 15 જૂને દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ થવાની સંભાવના છે.

ફરી ગુજરાત પર ખતરો વધ્યો

IMD અનુસાર, વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા છે. કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. જખૌ પોર્ટ ખાતે પવનની ગતિમાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર કચ્છ અને સૌરાષ્ટ્ર માટે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. પવનની ગતિ પણ વધી ગઈ છે. હવે બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી ફક્ત 460 કિ.મી. દૂર રહી ગયું છે.

જામનગર શહેરમાં વાવાઝોડાની અસર જોવા મળી

આ તોફાની પવનના વંટોડીયામાં જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ, લાલ બંગલા સર્કલ, હવાઈચોક, કિસાન ચોક, રતનભાઇ મસ્જિદ, પટેલ કોલોની સહિતના જુદા-જુદા ૧૬ વિસ્તારોમાં જુના ઝાડ પડી ગયાના અહેવાલો મળ્યા છે, જેને લઈને મહાનગરપાલિકા ના ટેલીફોન રણકયા હતા. જામનગરની ફાયર બ્રિગેડ શાખાની જુદી જુદી પાંચ ટુકડીઓ કરવત, રસ્સા, સહિતની સાધન સામગ્રી લઈને તમામ સ્થળો પર પહોંચી ગઈ છે, અને માર્ગ પર પડેલા ઝાડ ની ડાળીઓ કરવત વડે કાપીને દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરાવવા માટેની કવાયત હાથ ધરી લેવામાં આવી હતી.

વલસાડમાં વૃક્ષ ધરાશાયી થતા બે લોકો ઈજાગ્રસ્ત

વલસાડ જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસર દેખાઈ. જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે જ શહેરમાં પણ ભારે પવનને કારણે બેચર રોડ પર એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું. જેથી રોડ પર પસાર થતું એક પરિવાર વૃક્ષ નીચે દબાયું હતું. જેના કારણે બે લોકોને ઈજા થઈ હતી.

અમદાવાદના હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 830 કિમી દૂર છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી છે. આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ પડશે. આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 2 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડું 6 કિમીની ઝડપે વધી રહ્યું છે.

વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓઅહીં ક્લિક કરો

1 thought on “Cyclone Biparjoy Updates: ગુજરાત પર વાવાઝોડાનું જોખમ વધ્યું, ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ”

Leave a Comment