amazing dwarka update: હાલમાં વાવાઝોડાની ફેલાયેલી દહેશતને કારણે પર્યાવરણીય, રાજકીય તેમજ ધાર્મિક બાબતે સલામતીના ધોરણોને ધ્યાનમાં રાખીને અનેક નવા અને અલગ નિર્ણયો તેમજ સલાહ સૂચનો બહાર પાડવામાં આવી રહ્યા છે. ત્યારે દ્વારકાના મંદિરમાં કરાયેલો આ નિર્ણય કદાચ ઇતિહાસમાં પહેલી અને છેલ્લી વાર હશે.
દ્વારકામાં અટક્યું ધ્વજારોહણ
ઇતિહાસમાં ક્યારેય ના ઘટેલી ઘટના બીપરજોય વાવાઝોડાને કારણે અમલમાં મુકવામાં આવશે. દ્વારકા મંદિર જેટલું કાળિયા ઠાકોર માટે પ્રસિદ્ધ છે તેટલું જ ત્યાંના ધ્વજારોહણ માટે પ્રખ્યાત છે. દ્વારકા મંદિરના શિખરો પર દિવસમાં કુલ પાંચ વખત 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. પરંતુ બીપરજોય વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ઇતિહાસમાં પ્રથમ વખત દ્વારકા મંદિરમાં ધ્વજારોહણ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દ્વારકાના મંદિરમાં કરાયેલો આ નિર્ણય કદાચ ઇતિહાસમાં પહેલી અને છેલ્લી વાર હશે
આપણે સૌ જાણીએ જ છીએ કે દ્વારકા મંદિર તેના ધજાજી માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દ્વારકામાં એક દિવસમાં મંદિર પર કુલ પાંચ ધજા ચડાવવામાં આવતી હતી. એવું પણ માનવામાં આવે છે કે ધજા ચડાવવાની માનતા લોકોની તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે. પરંતુ આજના દિવસ માટે આ કાર્ય દ્વારકામાં બંધ કરવામાં આવ્યું છે. દ્વારકાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા બીપરજોય વાવાઝોડું અહીં વધુ ગંભીર પરિસ્થિતિ સર્જે તેવું લાગી રહ્યું હોવાથી આજના દિવસે મંદિરમાં ધ્વજારોહણ અટકાવવામાં આવ્યું છે. પરંતુ શ્રદ્ધાળુઓ તેમજ યજમાનોની લાગણી ન દુભાય તે હેતુસર મંદિરના શિખર પર ધજા ના ચડાવી શકાય તો તે ધજાને કાળિયા ઠાકોરના ચરણોમાં અર્પણ કરવામાં આવશે. દ્વારકામાં ધજારોહણ ન થવાની ઘટના ઇતિહાસમાં સૌપ્રથમવાર થતી હોવાથી કાયમને માટે પન્નાઓમાં અંકિત થઈ જશે.
આ પણ જુઓ:
- ઇતિહાસ ગવાહ છે; લોકોનું રક્ષણ ખુદ ભગવાન દ્વારકાધીશે કર્યું છે
- સંકટના એંધાણ; દ્વારકામાં ભારે પવનના કારણે રૂક્ષ્મણી મંદિર પરના શિખરની ધ્વજા તૂટી પડી
- દેવભૂમિ દ્વારકામાં 144 કલમ લાગુ કરી દેવાઈ
આજના દિવસ માટે હવે પછીની ધજાઓ કાળીયા ઠાકોર ના ચરણમાં અર્પણ કરવામાં આવશે.
જ્યારે જ્યારે દ્વારકા પર કોઈ કુદરતી આફત આવી પડે ત્યારે અહીં શિખર પર એક સાથે બે ધજા ફરકાવવાનો રિવાજ છે. બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખીને અત્યારે પણ આગલી ધજા તેમજ તેના બાદ ચઢાવવામાં આવેલી બંને ધજાઓ સાથે ફરકી રહી છે. પરંતુ આજના દિવસ માટે હવે પછીની ધજાઓ કાળીયા ઠાકોર ના ચરણમાં અર્પણ કરવામાં આવશે. બિપરજોય વાવાઝોડાની સાથે સાથે કાળીયા ઠાકોરના ચરણમાં અર્પણ કરેલી ધજા પણ કાયમ માટે ઇતિહાસમાં અંકિત થઈ જશે.