દેવભૂમિ દ્વારકા: બિપરજોય વાવાઝોડા દરમિયાન, જરૂરી આરોગ્ય સેવાઓની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા સઘન આયોજન

Amazing Dwarka News: બિપરજોય વાવાઝોડા સંદર્ભે સંભવિત નુકસાની નિવારી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. વાવાઝોડા દરમિયાન ઝીરો કેઝ્યુઆલટીનાં અભિગમ સાથે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. વાવાઝોડાના કારણે પાણી, વીજળી અને આરોગ્ય સહિતની આવશ્યક સેવાઓ ખોરવાય નહિ તે માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. વાવાઝોડાનાં સમય દરમિયાન આરોગ્ય સેવાઓની જરૂરિયાતને પહોંચી વળવા જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં હોઈ જિલ્લાને વધારાની ઈમરજન્સી મેડિકલ સેવા ૧૦૮ની ૦૫ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.

  • રાજકોટ ખાતેથી વધારાની પાંચ એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી, કુલ ૧૬ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ વાવાઝોડા દરમિયાન તૈનાત રહેશે

જરૂરી આરોગ્ય સેવાઓની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા સઘન આયોજન

૧૦૮ના પ્રોગ્રામ મેનેજરશ્રી મનવીર ડાંગરના જણાવ્યા પ્રમાણે, જિલ્લામાં ભારે પવન અને ભારે વરસાદની સ્થિતિમાં જાનહાની ન થાય એ માટે આરોગ્ય વિભાગ તૈયાર છે. એમ્બ્યુલન્સની સાથે ૨૨ લોકોનો સ્ટાફ પણ ફરજ પર તૈનાત છે. જે ૨૪ કલાક ખડેપગે લોકોની સેવામાં રહેશે. આ એમ્બ્યુલન્સ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારો દ્વારકા, મીઠાપુર, ઓખા ખાતે મૂકવામાં આવશે. જેથી આવનારા ૩-૪ દિવસમાં ઉભી થનારી કોઈ પણ મેડિકલ ઈમરજન્સીની સ્થિતિને પહોંચી શકાય. આ એમ્બ્યુલન્સમાં એક્સીડ્રેશન કીટ પણ આવેલી છે. જેમાં ફસાયેલ વ્યક્તિને બહાર કાઢવા માટે જરૂરી સામગ્રી જેવી કે કરવત, બોલ્ટ કટર, રસ્સો એમ રેસ્ક્યું કરવા માટેની તમામ સામગ્રી પણ રાખવામાં આવી છે. જેથી વાહન કે કાટમાળમાં ફસાયેલ વ્યક્તિને સરળતાથી બહાર કાઢી શકાય. અત્યારે જિલ્લામાં કુલ ૧૬ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ સાથે ૧૦૮ના ૮૦ કર્મચારીઓનો સ્ટાફ પણ તૈનાત કરાયો છે.

Amazing Dwarka ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

1 thought on “દેવભૂમિ દ્વારકા: બિપરજોય વાવાઝોડા દરમિયાન, જરૂરી આરોગ્ય સેવાઓની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા સઘન આયોજન”

Leave a Comment