Amazing Dwarka: Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા મુકામે આવેલ શ્રી મયુર શૈક્ષણિક સંકુલે રાજ્ય કક્ષાએ ડંકો વગાળ્યો છે.. નડિયામાં યોજાયેલી કુસ્તી સ્પર્ધામાં 6 ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ મેડલ મેળવ્યો છે.. જેને મયુર શૈક્ષણિક સંકુલ અને દ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. Devbhumi Dwarka
શ્રી મયુર શૈક્ષણિક સંકુલ Devbhumi Dwarka
તારીખ 19થી 21ના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદમાં રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતું.. આ સ્પર્ધામાં શ્રી મયુર શૈક્ષણિક સંકુલે પણ ભાગ લીધો હતો.. ત્યારે આ સ્પર્ધામાં શ્રી મયુર શૈક્ષણિક સંકુલના 6 ખેલાડીઓ રાજ્ય કક્ષાએ મેડલ મેળવ્યા છે….
ત્યારે હવે શ્રી મયુર શૈક્ષણિક સંકુલના 6 વિદ્યાર્થીઓ હવે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે…. Devbhumi Dwarka ત્યારે શ્રી મયુર શૈક્ષણિક સંકુલ પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.. અને આ તમામ 6 ખેલાડીઓને ચારે તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે..
કોણ છે આ વિદ્યાર્થીઓ?
શ્રી મયુર શૈક્ષણિક સંકુલના બામણીયા કૃતિશા ગોલ્ડ મેડલ, પીપરોતર વૈશાલીએ સિલ્વર મેડલ મેળવ્યો છે.જ્યારે બ્રોન્જ મેડલ જેઠવા હરિતા, રામ રવિ, વાઘેલા જયપાલ અને વકાતર પરેશે મેડલ મેળવ્યો છે.