આગામી 36 કલાક દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ સહિત અન્ય જિલ્લાઓને રેડ એલર્ટ કરાયા છે. એક બાજુ વાવાઝોડાનું સંકટ છે ત્યાં સાથે અતિ ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
- ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં હાલ વાવાઝોડાની ઝડપ 5 કિમી પ્રતિ કલાકની છે. તથા વાવાઝોડુ દરિયાઈ સીમામાં ગુજરાત કોસ્ટની નજીક આવ્યું છે. હાલ વાવાઝોડુ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે.
- બિપોરજોય વાવાઝોડાને લઈ દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ત્યારે દ્વારકાના દરિયામાં ઉંચા મોજા સાથે કરંટ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તેમજ ગોમતી ઘાટ પાસે સહેલાણીઓને પ્રવેશ માટે મનાઈ કરવામાં આવી છે.
Amazing Dwarka Update: નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડવામાં આવ્યા છે. તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પુરષોત્તમ રુપાલા પણ દ્વારકામાં છે. જેમાં વાવાઝોડાના ખતરાને લઈ મંત્રીઓ પણ સતત ખડેપગે રહ્યાં છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોયના પગલે વરસાદ શરૂ થઇ ચૂક્યો છે. જ્યારે કેટલાક સ્થળોએ ઝડપી પવન ફુંકાઈ રહ્યો છે. વાવાઝોડા પહેલા જ દ્વારકામાં મૂશળધાર વરસાદ શરૂ થઇ ગયો છે. ભારે વરસાદને કારણે દ્વારકા શહેરમાં ઘૂટણસમા પાણી ભરાયા છે.
સૌરાષ્ટ્ર કચ્છ માટે આગામી 36 કલાક અતિભારી
વાવાઝોડુ આવતીકાલે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 350 કિમી દૂર છે. તથા દ્વારકાથી 300 કિમી દૂર તેમજ બિપોરજોય વાવાઝોડુ જખૌથી માત્ર 290 કિમી દૂર છે. સાથે જ નલિયાથી 310 કિમી દૂર છે. તેમજ પાકિસ્તાનના કરાંચીથી વાવાઝોડુ 370 કિમી દૂર છે. વાવાઝોડુ બિપોરજોય અરબી સમુદ્રમાં આગળ વધ્યું છે. તથા વાવાઝોડુ સતત ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે.
ગઈકાલ રાત કરતા વાવાઝોડુ જખૌ પોર્ટથી 20 કિમી નજીક પહોંચ્યુ છે.
વાવાઝોડુ જખૌથી માત્ર 290 કિમી દૂર |
દેવભૂમિ દ્વારકાથી 300 કિમી દૂર |
કચ્છના નલિયાથી 310 કિમી દૂર |
સૌરાષ્ટ્રના પોરબંદરથી 350 કિમી દૂર |
પાકિસ્તાનના કરાચીથી 370 કિમી દૂર |
રેસ્ક્યુ ટિમ આજે રાહત અને બચાવ કાર્ય માટે દ્વારકા જવા માટે રવાના થઇ
ચક્રવાત બિપરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર જામનગર ઉપરાંત સેનાની ત્રણે પાંખો આર્મી, નેવી અને એરફોર્સ પણ મદદે આવી છે. ત્યારે જામનગર મિલિટરી સ્ટેશનમાંથી આર્મીની રેસ્ક્યુ ટિમ આજે રાહત અને બચાવ કાર્ય માટે દ્વારકા જવા માટે રવાના થઇ છે. આર્મીના 78 જેટલા જવાનો 17 વાહનો મારફતે જામનગરના આર્મી કેમ્પથી દ્વારકા તરફ રવાના થયા છે. તેમજ કલેક્ટર કચેરી જામનગર ખાતે સિવિલ એડમિનિસ્ટ્રેશન અને આર્મી, નેવી અને એરફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે પણ બેઠક યોજવામાં હતી
PM મોદી અને અમિત શાહ પણ સતત અપડેટ મેળવી રહ્યા છે
PM મોદી અને અમિત શાહ પણ સતત અપડેટ મેળવી રહ્યા છે. તથા અમિત શાહની CM અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક છે. તથા કેન્દ્ર સરકારે વાવાઝોડાને લઈ તમામ મદદની ખાતરી આપી છે. વાવાઝોડુ આવતીકાલે જખૌ-કરાંચી વચ્ચે ટકરાવાની શક્યતા છે. જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના 78 જવાનો રાહત અને બચાવ કાર્ય માટે દ્વારકા જવા રવાના થયા છે. ગુજરાત ઉપર બિપરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની સામે લડવા માટે સજ્જ બન્યું છે. વાવાઝોડાની અસર ગુજરાત પર થવા લાગી છે. જેના પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દરિયા કિનારાના વિસ્તારોમાં વધુ અસર સર્જાશે.