વાવણીના શ્રી ગણેશ; જૂના જમાનામાં થતી બળદ દ્વારા વાવણી અને આજના આધુનિક જમાનામાં ટ્રેક્ટર અને સનેડો દ્વારા થતી વાવણીની રસપ્રદ વાત

વાવણીના શ્રી ગણેશ; બીપરજોય વાવાઝોડુ ગુજરાતમાંથી પસાર થયા બાદ ભારે વરસાદ પણ થયો હતો. પેહલો વરસાદ જ વાવણી લાયક થયો હતો. આ વાવણી લાયક વરસાદ થતા જ ખેડૂતો ખુશ્ખુશાલ જોવા મળ્યા હતા. વાવણીલાયક વરસાદ થતા જ ધરતીપુત્રોએ નવા પાકના શ્રી ગણેશાય નમઃ કર્યા છે. ખેડૂતોએ ગણપતિનું નામ લઈને મગફળી, કપાસ નું વાવેતર કર્યું હતું.

  • ચોમાસાની ગુજરાતમાં સતાવાર રીતે શરૂઆત થઇ ચુકી છે. ત્યાં શરૂઆતમાં જ સારો વરસાદ થવાથી ખેડૂતના ખુશખુશાલ છે.
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ બળદ, ટ્રેક્ટર તેમજ સનેડો જેવા સાધનોથી મગફળી, કપાસ જેવા પાકોનું વાવેતર કર્યું હતું.

બળદ દ્વારા વાવણી

Sowing by oxen

જૂના જમાનામાં જ્યારે ટ્રેક્ટર જેવા સાધનો નહતા ત્યારે ઘેર ઘેર એક બળદની જોડ હતી. ખેડૂતો બળદને વાવણીની ખુશીમાં ગોળ ખવડાવી બળદને મીઠું મો કરાવતાં. બળદને અને સાતિડાને વાવણીયો બાંધી તિલક કરી વાવણીના શ્રી ગણેશ કરતાં. પણ આજના જમાનામાં બળદો લુપ્ત થતા બળદો દ્વારા ભાગ્યેજ કોઈ ગામમાં વાવણી થતી હશે. આધુનિક સાધનો આવતાં બળદ પરથી બોજ હળવો થયો એ એક સારી વાત પણ છે. પરંતુ સત્ય હકીકત તો છે કે બળદથી જે વાવણી થતી એવી વાવણી ટ્રેક્ટર કે સનેડાથી નથી થતી.

ટ્રેક્ટર દ્વારા વાવણી

Sowing by tractor

બળદ દ્વારા વાવણી કરાતી એવા સમયમાં ટ્રેક્ટરનો જન્મ થતાં ટ્રેક્ટરની સુવર્ણ યુગ આવ્યો અને વાવણી ટ્રેક્ટરથી થવા લાગી. શરૂઆતના સમયમાં મોટા ટ્રેક્ટર હતાં પરંતુ સમય બદલાતા મીની ટ્રેક્ટર પણ માર્કેટમાં આવી ગયા. આજના જમાનાના મીની ટ્રેક્ટર વધુ ખેડૂતો ઉપયોગ કરતા હોય છે. ટ્રેક્ટર આવતાં વાવણી ઝડપી અને ખેડૂતોને ઓછી મહેનત કામ થઈ જાય છે. પરંતુ ટ્રેકટરના લીધે ખેતરમાં ટોર ( નુકશાની ) વધુ લાગે છે જ્યારે બળદ દ્વારા કરાતી ખેતીમાં ખેતરને કોઈ નુકશાની થતી નથી.

સનેડો દ્વારા વાવણી

Sowing by Sanedo

આધુનિક યુગમાં ટ્રેકટરનો સુવર્ણ યુગ હતો એવા સમયે સનેડાનો જન્મ થતાં કેટલાક ખેડૂતો સનેડા દ્વારા ખેતી તરફ વળ્યા હતા. સનેડો એટલે રીક્ષાના એન્જિનમાંથી મોડીફાઇ કરાયેલું સાધન. બળદ દ્વારા જે ખેતી થતી એ રીતે જ સનેડા દ્વારા ખેતી થાય છે. જમીનમાં ટોર પણ ઓછો લાગે છે અને મહેનત પણ ઓછી પડે છે. અને સાથે આ સાધનને હરવું ફરવું પણ ઓછી મહેનત વાળું હોય છે.

આ વર્ષે શરૂઆતમાં જ વાવણીલાયક વરસાદ થતા પ્રથમ વરસાદે જ ખેડૂતો એ વાવણી શરું કરી દીધી છે. આ જ રીતે ચોમાસું સારું જાય તેવી ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટા ભાગે આ ત્રણ સાધનો દ્વારા વાવણી થાય છે. તમે કોના દ્વારા વાવણી કરી એ જરા કૉમેન્ટ કરી જણાવજો.

1 thought on “વાવણીના શ્રી ગણેશ; જૂના જમાનામાં થતી બળદ દ્વારા વાવણી અને આજના આધુનિક જમાનામાં ટ્રેક્ટર અને સનેડો દ્વારા થતી વાવણીની રસપ્રદ વાત”

Leave a Comment