ઇતિહાસ ગવાહ છે; લોકોનું રક્ષણ ખુદ ભગવાન દ્વારકાધીશે કર્યું છે, જાણો દ્વારકાધીશનો ઇતિહાસ

Amazing Dwarka history: ઇતિહાસ ગવાહ છે જ્યારે જ્યારે કુદરતી પ્રકોપ, સુનામી તેમજ વાવાઝોડા સહિતની મોટી આફતો આવી છે ત્યારે ત્યારે લોકોનું રક્ષણ ખુદ ભગવાન દ્વારકાધીશે કર્યું છે. કહેવાય છે ને, તે કારણ બનતો નથી તે તારણ બને છે. આવી જ રીતે દ્વાપર યુગથી શરૂ કરીને છે કળયુગ સુધી ભગવાન શ્રીકૃષ્ણ બધાના તારણહાર બન્યા છે. વારેવારે બધાની રક્ષા કરવા અનેક ચમત્કારો બતાવ્યા છે. સમગ્ર સૃષ્ટિની વાત સાઇડ ઉપર રાખીને આપણે ફક્ત દ્વારકાની વાત કરીએ તો ભગવાન દ્વારકાધીશે આપણને કુદરતી તેમજ માનવસર્જિત પ્રકોપથી ઘણીવાર બચાવ્યા છે. આમ તો દ્વારકાધીશ પર લોકોને શ્રદ્ધા અપાર છે, પરંતુ દ્વારકાધીશ જ્યારે જ્યારે સંકટાળીને લોકોની પીડા પોતે હરી લે છે ત્યારે ત્યારે દ્વારકાધીશની ગાથા અપરંપાર થઈ જાય છે.

લોકોનું રક્ષણ ખુદ ભગવાન દ્વારકાધીશે કર્યું છે.

દ્વારકામાં બિરાજમાન ભગવાન શ્રી દ્વારકાધીશ દ્વારકા પર આવેલા સંકટ હરવાને કારણે ભક્તોમાં ખૂબ જ શ્રદ્ધાવાન બની રહ્યા છે. અહીંના લોકો કહે છે કે જેટલા ચમત્કાર સતયુગ, દ્વાપર કે ત્રેતા યુગમાં ભગવાન શ્રીકૃષ્ણ બતાવતા હતા, દ્વારિકા નો કાળીયો ઠાકોર પણ કળિયુગમાં ચમત્કાર કરી લોકોની રક્ષા કરે છે, લોકો પર આવેલા સંકટ પોતાના પર લઈ લે છે, અને દ્વારકાને વારેવારે પ્રકોપથી બચાવે છે. તો ચાલો હવે જાણીએ દ્વારકા માં થયેલા આ અદભુત બનાવો વિશે…

દ્વારિકા સોનાની નગરી તરીકે દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેમજ દ્વારિકાને ભારતનું તેમજ ગુજરાતનું ગૌરવ પણ કહી શકાય. અને યુદ્ધ હોય ત્યારે દેશનું ગૌરવ ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવે એ તો વિરોધ પક્ષની કૂટનીતિ હોય. યુદ્ધ દરમ્યાન આવે છે એક ફૂટનીતિનો ભાગ દ્વારકા ૧૯૬૫માં બન્યું હતું. 1965 માં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમ્યાન પાકિસ્તાન ભારતને લડવામાં પહોંચી ન વળતા પાકિસ્તાને ગુજરાતના ગૌરવ સમાન દ્વારિકા મંદિરને નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પાકિસ્તાન દ્વારા દ્વારિકાધીશના મંદિર પર કુલ 156 બોમ્બ નો બોમ્બ મારો કરવામાં આવ્યો હતો.

આશ્ચર્યની વાત તો એ છે કે આ સમગ્ર બોમ્બ મારો નિષ્ફળ ગયો હતો. દ્વારકાધીશના મંદિર પર ફેંકવામાં આવેલા 156 બોમ્બ માંથી એક પણ બોમ્બ ફૂટ્યો ન હતો. મંદિરેને તોડી પાડવાના ઇરાદા રાખવાવાળું પાકિસ્તાન 156 બોમ્બ ફેંક્યા પછી પણ મંદિરની ઈંટમાંથી એક કાંકરો પણ હલાવી શક્યું ન હતું. એટલે જ કહેવાય છે કે દ્વારકાધીશની લીલા અપરંપાર દ્વારકાધીશની મહિમા અપરંપાર.

સમગ્ર દ્વારકા પાણીથી તરબોળ હતું.

ચાલો આ વાત તો હજુ જૂની થઈ, આજના યુવાનો કદાચ આ વાતથી એટલા વાકેફ ના હોય કે આ વાત તેઓએ પોતાના જીવનમાં જોઈ ન હોય, ફક્ત સાંભળી જ હોય. પરંતુ આપણે હજુ ગયા જ વર્ષની વાત કરીએ તો, આપણે સૌ જાણીએ છીએ કે ગયા વર્ષે દ્વારકામાં બારે મેઘ ખાંગા થયા હતા. સમગ્ર દ્વારકા પાણીથી તરબોળ હતું. વીજળીના કડાકા ભડાકા સાથે થતા વરસાદે લોકોમાં ભયની ભાવના પેદા કરી હતી. આકાશમાંથી જોરદાર વાદળોની ગર્જના સાથે, અને આખા દ્વારકાને અંજવી નાખે એવા પ્રકાશ સાથે વીજળી દ્વારકા મંદિરે ના શિખર પર પડી હતી. વીજળી શિખર પર જ શા માટે પડી? શ્રદ્ધાળુઓનું તેમજ દ્વારકાવાસીઓનું માનવું છે કે દ્વારકા પર પડવાની હતી એ વીજળી ભગવાન દ્વારકાધીશએ પોતાના માથે લઈ લીધી.

દ્વારકામાં વિનાશ નોતરે અને અનેક જીવ હાનિ કરે એટલી તેજ વીજળીને દ્વારકાધીશે પોતાનામાં સમાવી લીધી. આટલી તેજ વીજળી શિખર પર પડવા છતાં પણ શિખરનો એક કાંકરો પણ હલ્યો નહીં. શિખર માં વીજળી સમાઈ જતા જોઈ લોકોની શ્રદ્ધા દ્વારકાધીશ પર અનેક ગણી વધી ગઈ. આવા અનેક નાના મોટા તોફાનો અને સુનામીથી દ્વારકાધીશે દ્વારકાનું કાયમ રક્ષણ કર્યું છે.

156 બોમ્બ આજે પણ દ્વારકાના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે.

દ્વારકાધીશના આ ચમત્કારના પુરાવા રૂપે બોમ્બમારાના 156 બોમ્બ આજે પણ દ્વારકાના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે. તેમજ દ્વારકાધીશના શિખર પર વીજળી સમાઈ ગઈ હતી તે વીડિયો આપણે હજુ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકીએ છીએ.

આ બે ચમત્કાર તો દ્વારકાવાસીઓ માટે આશીર્વાદરૂપ છે પરંતુ આવા કિસ્સાઓ ફક્ત બે જ નથી, આફતમાંથી દ્વારકાધિશે દ્વારકાને ઉગાર્યું હોય એવા કિસ્સાઓની તો આખી હારમાળા છે. જેમકે 2014 નું નીલોફર વાવાઝોડું, 2017 નું ઓખી વાવાઝોડું કે પછી 2019 નું પ્રચંડ વાયુ વાવાઝોડું હોય. હર હંમેશ કાળિયા ઠાકોરે આ કળિયુગમાં પણ બધાની રક્ષા કરી છે. એવા અનેક ઉદાહરણો મળી આવે છે કે જ્યારે દ્વારિકાધીશ દ્વારકા ને આફતમાંથી ઉગાર્યું હોય.

બીપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે

આજે જ્યારે ભારત ઉપર અને ખાસ કરીને ગુજરાત પર બીપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે ત્યારે દ્વારકાવાસીઓને દિલથી ભરોસો છે કે કાળીયો ઠાકોર અવશ્ય તેમની રક્ષા કરશે. કદાચ આવા વાવાઝોડાનું મંડાણ થયું તેની પહેલા જ દ્વારકાધીશે તેનું સમાધાન પણ શોધીને જ રાખ્યું હશે. દ્વારકાવાસીઓને વાવાઝોડું ગમે એટલું ભયાનક બને કોઈ જ ડર નથી. સાચું જ છે ને,

જેની રક્ષા કરે ખુદ સ્વયં દ્વારકાધીશ,
એ શા માટે ડરે ભલે હોય વૃદ્ધ યુવા કે શીશ…

3 thoughts on “ઇતિહાસ ગવાહ છે; લોકોનું રક્ષણ ખુદ ભગવાન દ્વારકાધીશે કર્યું છે, જાણો દ્વારકાધીશનો ઇતિહાસ”

Leave a Comment