દ્વારકાની મદદે સેના; વાવાઝોડામાં બચાવ કાર્ય માટે જામનગર મીલીટરી સ્ટેશનથી, આર્મીના 78 જવાનો દ્વારકા આવવા રવાના

વાવઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા માટે જામનગર મિલિટરી સ્ટેશનમાંથી આર્મીના 78 જેટલા જવાનો 17 વાહનો મારફતે જામનગરના આર્મી કેમ્પથી દ્વારકા તરફ રવાના.

Gujarat Cyclone Biparjoy Live Updates: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું આજે અને કાલે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે કહેર વર્તાવી શકે છે. 15 જૂનના રોજ વાવાઝોડું જખૌ પોર્ટ નજીક લેન્ડ ફોલ કરશે અને તેની અસર 6 કલાક સુધી રહી શકે છે. આ બિપોરજોય વાવાઝોડું ત્રાટકવાની શક્યતા પ્રબળ હોય કેન્દ્ર સરકારની નજર પણ સંભવિત પરિસ્થિતિ અને તૈયારી પર છે. ચક્રવાત બિપોરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર જામનગર ઉપરાંત સેનાની ત્રણે પાંખો આર્મી, નેવી અને એરફોર્સ પણ મદદે આવી છે.

જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના 78 જવાનોને રાહત અને બચાવકાર્ય માટે દ્વારકા મોકલાયા


Amazing Dwarka Update: ગુજરાત ઉપર બિપોરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની સામે લડવા માટે સજ્જ બન્યું છે. વાવાઝોડાની અસર ગુજરાત પર થવા લાગી છે. જેના પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દરિયા કિનારાના વિસ્તારોમાં વધુ અસર સર્જાશે. ચક્રવાત બિપોરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર જામનગર ઉપરાંત સેનાની ત્રણે પાંખો આર્મી, નેવી અને એરફોર્સ પણ મદદે આવી છે. ત્યારે જામનગર મિલિટરી સ્ટેશનમાંથી આર્મીની રેસ્ક્યુ ટિમ આજે રાહત અને બચાવ કાર્ય માટે દ્વારકા જવા માટે રવાના થઇ છે. આર્મીના 78 જેટલા જવાનો 17 વાહનો મારફતે જામનગરના આર્મી કેમ્પથી દ્વારકા તરફ રવાના થયા છે. તેમજ કલેક્ટર કચેરી જામનગર ખાતે સિવિલ એડમિનિસ્ટ્રેશન અને આર્મી, નેવી અને એરફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે પણ બેઠક યોજવામાં હતી.

દેવભૂમિ દ્વારકા: બિપરજોય વાવાઝોડા દરમિયાન, જરૂરી આરોગ્ય સેવાઓની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા સઘન આયોજન

Amazing Dwarka News: બિપરજોય વાવાઝોડા સંદર્ભે સંભવિત નુકસાની નિવારી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. વાવાઝોડા દરમિયાન ઝીરો કેઝ્યુઆલટીનાં અભિગમ સાથે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. વાવાઝોડાના કારણે પાણી, વીજળી અને આરોગ્ય સહિતની આવશ્યક સેવાઓ ખોરવાય નહિ તે માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. વાવાઝોડાનાં સમય દરમિયાન આરોગ્ય સેવાઓની જરૂરિયાતને પહોંચી વળવા જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં હોઈ જિલ્લાને વધારાની ઈમરજન્સી મેડિકલ સેવા ૧૦૮ની ૦૫ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.

જરૂરી આરોગ્ય સેવાઓની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા સઘન આયોજન

ગુજરાત પર વાવાઝોડાનું જોખમ વધ્યું, ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાત પર વાવાઝોડાનું જોખમ વધ્યું, કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા, વાવાઝોડાનાં બિપરજોયના ખતરાને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં, વાવાઝોડાની ગતિ ધીમી પડી, પ્રતિકલાક 2 કિ.મી.ની ઝડપ, જાફરાબાદનો દરિયો ગાંડોતુર થયો, બિપરજોય વાવાઝોડાની અસરના પગલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે વાલ્મિકી વાસમાં દરિયાનું પાણી ઘૂસ્યું.

દ્વારકાના મંદિરમાં કરાયેલો આ નિર્ણય કદાચ ઇતિહાસમાં પહેલી અને છેલ્લી વાર હશે

હાલમાં વાવાઝોડાની ફેલાયેલી દહેશતને કારણે પર્યાવરણીય, રાજકીય તેમજ ધાર્મિક બાબતે સલામતીના ધોરણોને ધ્યાનમાં રાખીને અનેક નવા અને અલગ નિર્ણયો તેમજ સલાહ સૂચનો બહાર પાડવામાં આવી રહ્યા છે. ત્યારે દ્વારકાના મંદિરમાં કરાયેલો આ નિર્ણય કદાચ ઇતિહાસમાં પહેલી અને છેલ્લી વાર હશે.

ઇતિહાસમાં ક્યારેય ના ઘટેલી ઘટના બીપરજોય વાવાઝોડાને કારણે અમલમાં મુકવામાં આવશે. દ્વારકા મંદિર જેટલું કાળિયા ઠાકોર માટે પ્રસિદ્ધ છે તેટલું જ ત્યાંના ધ્વજારોહણ માટે પ્રખ્યાત છે. દ્વારકા મંદિરના શિખરો પર દિવસમાં કુલ પાંચ વખત 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. પરંતુ બીપરજોય વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ઇતિહાસમાં પ્રથમ વખત દ્વારકા મંદિરમાં ધ્વજારોહણ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વાવાઝોડાની તમામ અપડેટ માટે Amazing Dwarka ના ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment