સલામ ગૃહ મંત્રીને; રૂપેણ બંદરમાં દરિયા કાંઠે રહેતા લોકોની મદદ માટે પોહચયા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

રૂપેણ બંદરમાં દરિયા કાંઠે રહેતા લોકોની મદદ માટે પોહચયા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ‘બિપોરજોય’ વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને દ્વારકા જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી તેઓ આજે દ્વારકા પહોંચ્યા હતા અને જગતમંદિર ખાતે દર્શન કરી ભક્તોને 16મી જૂન બાદ જ દ્વારકાનો પ્રવાસ કરવા વિનંતી કરી હતી.

રૂપેણ બંદરમાં દરિયા કાંઠે રહેતા લોકોની મદદ માટે પોહચયા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની શકે છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 320 કિલોમીટર, જ્યારે દ્વારકાથી 360 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત નલિયાથી 440 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે.

રૂપેણ બંદરમાં દરિયા કાંઠે રહેતા લોકોની મદદ માટે પોહચયા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. કચ્છમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે તેમજ કોટેશ્વર-નારાયણ સરોવર મંદિર તારીખ 13થી 15 સુધી બંધ કરવામાં આવ્યું છે. હાલ વાવાઝોડાને લઇને કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. PM મોદીએ સમીક્ષા બેઠક કરી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીએ આગામી 4 દિવસ સુધી દ્વારકા ન આવવા અપીલ કરી છે.

હર્ષ સંઘવીએ દ્વારકાધીશ મંદિરમાં દર્શન કર્યા


‘બિપોરજોય’ વાવાઝોડું દ્વારકાથી જખૌ બંદર આસપાસ ત્રાટકવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેના લીધે રાજ્ય સરકાર દ્વારા 12 મંત્રીઓને સૌરાષ્ટ્ર અને કચ્છની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં દ્વારકા જિલ્લાની જવાબદારી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવી છે. જેથી હર્ષ સંઘવી આજે દ્વારકા પહોંચ્યા હતાં અને જગતમંદિર ખાતે દ્વારકાધીશના દર્શન કરી સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટેની કામગીરીનો પ્રારંભ કર્યો હતો.

13, 14, 15 અને 16મીએ દ્વારકા ન આવશો


આ દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરી છે. સંપૂર્ણ જિલ્લા વહિવટી તંત્રની ટીમ જોડે અને ચૂંટાયેલા પ્રિતિનિધિઓ, ભાજપની ટીમ અને સેવાભાવી સંસ્થાઓની ટીમ સાથે ગઇકાલે મોડી રાત સુધી બેઠકો ચાલી. સૌ જાણીએ કે આગામી બે દિવસમાં ધીમે ધીમે પવનનું જોર દ્વારકામાં વધવાનું છે. જેથી મારી સૌને વિનંતી છે કે જે લોકોએ દ્વારકાનો પ્રવાસ નક્કી કર્યો છે તેઓ 16મી તારીખ સુધી પ્રવાસ મુલતવી રાખીને ત્યાર બાદ તમારો પ્રવાસ નક્કી કરજો. 16મી સુધી દ્વારાકમાં સંભવિત વાવાઝોડાનું જોખમ છે. 13, 14, 15 અને 16 તારીખ દરમિયાન અહીં ભારે પવન ફૂંકાઇ શકે છે. જેથી સૌ ભાવિભક્તોને વિનંતી છે કે તંત્રને સહયોગ આપજો.

Leave a Comment