ગણેશગઢ: કલ્યાણપુર તાલુકાના ગણેશગઢ ગામે પક્ષિપ્રેમી કિશનભાઈ વાઢિયા છેલ્લા કેટલાક વર્ષોથી પક્ષીઓની ઉત્તમ સેવા કરી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા કે જિલ્લા બહારના કોઈ પણ ના ઘરે કોઈ પક્ષી બીમાર કે ઘાયલ હોય તો કિશનભાઈ વાઢિયાનો સંપર્ક કરે છે. કોલ મળતાની સાથે જ કિશનભાઇની ટીમ આ પક્ષીને જે તે સ્થળે લેવા જાય છે અને તેના ગામ ખાતે આવેલ જીવદયા ટ્રસ્ટમાં આ પક્ષીઓની સારસંભાળ કરી દેખરેખ રાખે છે. તેમની આ કામગીરી કાબિલેદાદ છે.
આ વાવાઝોડાં જેવા સંકટ સમયમાં જીવદયા ટ્રસ્ટ ગણેશગઢની ટીમે સોશિયલ મીડિયામાં પક્ષીઓને બચાવવા પહેલ કરી હતી.
જીવદયા ટ્રસ્ટની ટીમ દ્વારા વાવાઝોડા દરમિયાન છેલ્લા 5 દિવસમાં 472 ઇજાગ્રસ્ત પક્ષીઓનું રેસ્ક્યું કરી તેમની સારવાર કરવામાં આવી છે જેમાંથી 200 પક્ષીઓ સાજા થતાં ફરી કુદરતના ખોળે રમતા મૂક્યા છે જ્યારે બાકીના પક્ષીઓ સારવાર હેઠળ છે. તેમના આ માનવત મહેકાવતાં કાર્યને કોટી કોટી વંદન.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના આટલા પેટ્રોલ પંપોને ભારે નુકશાન
ક્યાં વૃક્ષો ધરાશાય થયા, ક્યાં વીજ થંભો પડ્યા, ક્યાંક હોર્ડીંગ પડી ભાંગ્યા, ક્યાંક મકાનના છાપરા ઉડ્યા તો ક્યાંક મકાન ધારાશાયી થયા. આટલું તો આપણે સૌએ સમાચારમાં સાંભળ્યું જ હશે. અને નાના મોટું દરેક વાવાઝોડું હોય આટલો વિનાશ તો થાય. પરંતુ હદ તો આ બીપરજોયએ વટાવી દીધી. જ્યારે બીપરજોય માં ફૂંકાયેલા પવનની તીવ્રતાએ પેટ્રોલ પંપના ભુક્કા કાઢી નાખ્યા.
વાવાઝોડા કરી ભયંકર તબાહી
પેટ્રોલ પંપ માં થયેલી નુકસાની ઉપરની તસવીરોમાં તમે સાફ જોઈ શકો છો. અને એ પણ પાછું કોઈ એકાદ પેટ્રોલ પંપમાં નહીં પરંતુ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે, વડત્રા ગામે તેમજ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે તેમજ ગુરગઢ ગામે એમ કુલ મળીને ચાર પેટ્રોલ પંપમાં ભારે નુકસાની થઈ હતી.