Amazing Dwarka: તહેવારોની મોસમ શરુ થઈ ચૂકી છે. આ વર્ષે અધિક માસને કારણે બે શ્રાવણ મહિના છે. જેને આપણે પરષોત્તમ મહિનો પણ કહીએ છીએ. બે શ્રાવણ મહિનાને કારણે ઉત્સવ પ્રિય એવી ગુજરાતની જનતા માટે તહેવારો પણ બે વખત આવશે. જેમાં સૌથી વિશેષ જન્માષ્ટમીનો તહેવાર આવે છે. ત્યારે દ્વારકા જગત મંદિરમાં બે મહિનામાં બે વાર કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. 8 ઓગસ્ટના રોજ જગત મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો આવો જોઈએ આ વખતે તિથિ પ્રમાણે ક્યાં દિવસે ભગવાનના દર્શન કરી શકાશે.
આ વર્ષે દ્વારકામાં બે વખત ઉજવાશે કૃષ્ણ જન્માષ્ટમી
સૌપ્રથમ આગામી 20 તારીખ એટલે કે ગુરુવારે અક્ષયતૃતીયા હશે. જેમાં જગત મંદિરે નિત્યક્રમ પ્રમાણે 10થી 12 સુધી ભગવાનના દર્શન બંધ રહેશે. ઉત્સવ દર્શન બપોરે 12થી 1.30 સુધી યોજાશે. ત્યારબાદ રાતે નિત્યક્રમ પ્રમાણે દર્શન ચાલુ રહેશે. તો આ સિવાય અન્ય તહેવારો પર નજર કરીએ તો વસંત પંચમી 23/07/2023ના રવિવારના રોજ છે. ત્યારબાદ તારીખ 27/07/2023 ગુરુવારના રોજ રામ નવમી છે. તો 01/08/2023ના બુધવારના દિવસે દેવ દીપાવલી હશે.
તો તારીખ 08/08/2023 ના મંગળવારે કૃષ્ણ જન્માષ્ટમી હશે. આ માટે દેવભૂમિ દ્વારકામાં અત્યારથી જ ભવ્ય ઉજવણી કરવા માટેની તૈયારીઓ શરુ થઇ ચુકી છે. ત્યારબાદ તેના બીજા જ દિવસે પારણાં નોમ છે. ત્યારે જન્માષ્ટમીની ઉજવણી માટે ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દ્વારકા મંદિરે નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીનો નાજ ગુંજી ઉઠશે.
કેમ આ વખતે બે વખત જન્માષ્ટમીનો તહેવાર આવ્યો ?
હિન્દૂ પંચાંગ પ્રમાણે એક મહિનો અધિકમાસ હોઈ છે. જે મહિનામાં આ અધિકમાસ આવે તે મહિનાના દિવસો ડબલ થઇ જાય છે. અને આ મહિનામાં આવતા તહેવારો પણ ડબલ થઇ જાય છે. આ કેખતે શ્રાવણ મહિનામાં અધિકમાસ છે આથી આ વખતનો શ્રાવણ 59 દિવસનો થઇ જશે. આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત 4 જુલાઇથી શરૂ થઇને 31 ઓગસ્ટ સુધી રહેશે. 18 જુલાઇથી 16 ઓગસ્ટ સુધી શ્રાવણ અધિકમાસ રહેશે, જેને મલમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈદિક પંચાંગની ગણતરી એવી હોય છે કે સૌરમાસ અને ચંદ્રમાસના આધારે આ તિથિ નક્કી થાય છે. એક ચંદ્રમાસ 354 દિવસનો અને સૌરમાસ 365 દિવસનો હોય છે. એટલે કે બંને વચ્ચે 11 દિવસનું અંતર રહે છે અને ત્રીજા વર્ષે 33 દિવસનો ફર્ક રહે છે જેને અધિકમાસનું નામ આપવામાં આવ્યું છે. ગુજરાતીમાં આપણે તેને પુરષોત્તમ મહિનો પણ કહીએ છીએ. એટલું જ નહીં જે મહિનામાં આ વધારાના 33 દિવસનું સમાયોજન થાય છે તેમાં તે મહિનાના દિવસની સંખ્યા બેવડી થઇ જાય છે. આ વર્ષે આ વધારાના દિવસો શ્રાવણ મહિનામાં આવતા હોવાથી શ્રાવણ બે મહિના સુધી ચાલશે.