Morbi Machchhu Honarat ; મોરબીની એ કાળમુખી હોનારત, જેમાં હજારો લોકો તણાઈ ગયા !

Amazing Dwarka: પ્રલય બની પટકાણી, થોડુ પણ ના શરમાણી. મોરબીને ગયા તાણી,”ગોઝારા”મચ્છુ તારા પાણી. 11 ઓગસ્ટ.(Augusts) આજનો દિવસ મોરબીવાસી (Morbi) ક્યારેય નહીં ભુલી શકે.. આજનો દિવસ મોરબી માટે કાળો ઈતિહાસ(History) તરીકે ઓળખાઈ છે. 11 ઓગસ્ટ 1979ની મરછુ જળપ્રલય (Flood Disaster) દુર્ઘટનાની આજે વરસી છે. આ દિવસે આંખના પલકારામાં જ સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ વિર્યો હતો. આ ઘટનાને લોકો આજે પણ ભુલી શક્યતા નથી. આજે પણ આ ઘટના યાદ કરીને લોકો ધ્રુજી રહ્યાં છે.

પાણી ઓસર્યા બાદ આવા દ્રશ્યો સર્જાયા હતા.
મચ્છુ હોનારત બાદની ભયાનક તસવીર

મચ્છુ હોનારતને 44 વર્ષ થયા

આજે આ ઘટનાને 44 વર્ષ થઈ ગયા છે. પણ લોકો આજે પણ આ ઘટનાને ભુલી શક્યા નથી. 11 ઓગસ્ટ 1979માં મોરબીનો મચ્છુ ડેમ તૂટતા મોરબીમાં ભયાનક જળ પ્રલય ઉભુ થયું હતું અને મોતનું તાંડવ થતાં ક્ષણવારમાં તો આખી ભુમિ સ્મશાનમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનામાં લોકો પોતાના સ્વજનો ગુમાવ્યા હતા, આ ઘટનાને ગીનીસબુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

ડેમ આવી રીતે તૂટ્યો હતો
મચ્છુ ડેમ આવી રીતે તૂટ્યો હતો.

21 સાયરન વગાડી અપાઇ છે શ્રદ્ધાંજલિ

આ ઘટનાને લઈને દર વર્ષે આજના દિવસે 21 સાયરન વગાડીને દિવંગતોને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવે છે. આજે પણ મોરબીના આ જળ પ્રલયની વાત કરતા લોકોની આંખોમાંથી હજુ આંસુ રોકાઈ શકતા નથી. કારણ કે મરછુ પૂર્ણ રાક્ષસી કાળના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટક્યું હતું. એ સાથે મોરબી આખુ તબાહ થઇ ગયું હતું. ઘણા લોકોને તો બચવાની તક મળી ન હતી.

દુર્ઘટના બાદ મૃતકોને આવી રીતે ગાડામાં ભરીને લઇ જવાયા હતા
શહેરમાં એટલા લોકોનાં મોત થયા હતા કે મૃતદેહો ગાડામાં લઇ જવા પડ્યા હતા.

ડેમ તૂટ્યો ને સર્જાઇ દૂર્ઘઠના

ડેમની ક્ષમતાની અયોગ્ય ગણતરીના કારણે મચ્છુ-2 ડેમના પાળા તૂટી ગયા હતાં. બંધના દરવાજાઓની પાણી છોડવાની ક્ષમતા દર સેકન્ડે 2-2 લાખ ઘનફૂટથી વધુ હતી. જેના કારણે પાણી સતત વધી રહ્યું હતું. ત્યારે જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મરછુના પુરે સદાય માટે મોતની આગોશમાં સમાવી લીધા હતા.

મચ્છુ હોનારતની આ ભયાનક તસવીર જોઇને ધ્રુજી જવાય છે
મચ્છુ હોનારત બાદની ભયાનક તસવીરો

એ ગોઝારી ઘટના

જો કે ઘણા લોકો શહેરના ઉંચાઈ વાળા વિસ્તારમાં પહોંચ્યા પણ મચ્છુના પાણીએ તેને પણ ન મુક્યા. મરછુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત અનેક લોકો પરિવાર સમેત મોતને ભેટ્યા હતા. આ ઘટનાને યાદ કરીને લોકો આજે પણ ધ્રુજી ઉઠે છે.

હોનારત બાદના દ્રશ્યો જોઇ ધ્રુજી જવાય

એ સમયે મોરબીની સ્થિતિની વાત કરવામાં આવે તો , વીજળીના તાર ઉપર લટકતી માનવ લાશો, જમીન દોસ્ત થયેલા મકાન, બચી ગયેલા લોકોની આંખમાં ડર, નજરે પરિવારના લોકોને ડુબતા જોવા, નજર સાથે થતા પ્રલયના દ્રશ્યો. આખરી ક્ષણની ચીચીયારીઓના દર્દનાક અવાજોથી મોરબી એક ખોફનાક સન્નાટાનું શહેર બનીને રહી ગયું હતું. આ હોનારતમાં માત્ર લોકોના જ નહીં પણ અસંખ્ય પશુ પક્ષીઓના મોત પણ થયા હતા.

શહેર આખુ સ્મશાન બની ગયુ હતુ
શહેર આખું સ્મશાન બની ગયું હતું.

શહેર આખુ સ્મશાન બન્યુ

11 ઓગસ્ટ 1979ના દિવેસ મોરબીમાં 25-25 ઈંચ વરસાદ પડ્યો હતો અને આ વરસાદના પાણીને ડેમ જીરવી શક્યું ન હતું. જેના કારણે આ ડેમ તૂટ્યો અને મોરબી આખુ સ્મશાનમાં ફેરવાઈ ગયું. આ ઘટના લગભગ બપોરના સવા 3 વાગ્યા આસપાસ બની હતી. આ ઘટનાને લોકો સમજે તે પહેલા જ ચારે તરફ તબાહી જોવા મળી હતી. આ સમયે કુદરત સામે લાચાર કાળા માથાનો માનવી નિસહાય બનીને કુદરતના ખેલને જોઈ રહ્યો હતો.

ગોઝારી ઘટનામાં 25 હજાર લોકોનાં મોત થયા હતા
લોકો આજે પણ આ ઘટનાને ભુલી શક્યા નથી

મોરબી ફરી બેઠુ થયું

જ્યારે પણ મચ્છુ જળ હોનારતની વરસી આવે છે. ત્યારે લોકો આ ઘટનાને યાદ કરીને આજે પણ રડે છે. આ દિવસે મોરબીમાં 21 સાયરન વગાડીને દિવંગતોને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવે છે. મોરબીના લોકોએ કાળની થપાટનો સામનો કર્યો અને ફરી બેઠા ગઇ ગયા, જો કે દર વર્ષે મચ્છુ હોનારતને યાદ કરીને ગુમાવેલા વડીલોને યાદ કરી આંખ ભીની થઇ જાય છે.

Leave a Comment