Ram Mandir Invitation Boycott Congress: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો કોંગ્રેસે કેમ કર્યો બહિષ્કાર ?

Ram mandir invitation boycott Congress: સમગ્ર ભારત અને વિશ્વ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. ત્યારે 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે ભારત અને સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક પળોનો સાક્ષી બનવા જઈ રહ્યું છે જેમાં લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઘણા નામ ચિહ્ન વ્યક્તિઓ, સાધુઓ અને સંતોને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. તેવામાં દેશની રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના નિમંત્રણનું અસ્વીકાર કર્યું છે. કોંગ્રેસ દ્વારા શા માટે આમંત્રણનું અસ્વીકાર કરવામાં આવ્યું ? પ્રતિક્રિયામાં કોંગ્રેસ નેતાઓ શું કહી રહ્યા છે ? અને કોંગ્રેસની અંદર જ કેમ ડખો થયો ? સંપૂર્ણ વિગત આ અહેવાલમાં જાણીએ

શા માટે Congress દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનુ અસ્વીકાર કરવામાં આવ્યું ?

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન જારી કરીને કહ્યું કે, “ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીને અયોધ્યામાંRam mandirના ઉદ્ઘાટન માટે આમંત્રણ મળ્યું હતું. કરોડો ભારતીયો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એ માણસની અંગત બાબત રહી છે, પરંતુ વર્ષોથી ભાજપ અને આરએસએસએ અયોધ્યામાં રામ મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો છે.
તેમણે વધુમાં કહ્યું કે, “એ સ્પષ્ટ છે કે અર્ધ-નિર્મિત મંદિરનું ઉદ્ઘાટન માત્ર ચૂંટણીલક્ષી લાભ મેળવવા માટે કરવામાં આવી રહ્યું છે. માનનીય સર્વોચ્ચ અદાલતના 2019ના નિર્ણયને સ્વીકારીને અને લોકોની આસ્થાને માન આપીને, મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, અધીર રંજન ચૌધરીએ આ કાર્યક્રમ માટે BJP અને RSSના આમંત્રણનો આદરપૂર્વક અસ્વીકાર કર્યો. હકીકતમાં, 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત 6 હજારથી વધુ લોકો ભાગ લેશે.

કયા કયા નેતાઓ હાજર નહીં રહે?

સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરી ઉપરાંત, સમાચાર એજન્સી પીટીઆઈએ તાજેતરમાં સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં.

નિર્ણયથી કોંગ્રેસપાર્ટીમાં જ ડખા અને મતભેદો શરૂ થયા

Congress પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને RSS અને ભાજપની ઈવેન્ટ ગણાવી છે. જેને લઈ હવે કોંગ્રેસમાં જ વિવાદ શરૂ થયો છે.
રામ મંદિરના આમંત્રણને લઈને કોંગ્રેસમાં શરૂ થયા મતભેદ. Congress પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને RSS અને BJPની ઈવેન્ટ ગણાવી છે. જેને લઈ હવે કોંગ્રેસમાં જ વિવાદ અને મતભેદો શરૂ થયા છે. ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા તથા શક્તિસિંહ ગોહિલ અને હેમાંગ રાવલે આ નિર્ણય પર પોતાના વિચારો મુક્યા છે

અર્જુન મોઢવાડિયા :

અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, ભગવાન શ્રી રામ એક આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને આસ્થાની વાત છે. Congress આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું.

હેમાંગ રાવલ :

હેમાંગ રાવલે કહ્યું રામ નામથી જગમાં બીજુ કોઈ મોટું નામ નથી, રામ મંદિર માટે મને નિમંત્રણ મળ્યું હોત તો,હું જાત, હું જલદી રામ મંદિરે દર્શન કરવા જઈશ.

શક્તિસિંહ ગોહીલ :

શક્તિસિંહ ગોહીલે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, કોંગ્રેસ પક્ષના નિવેદનને જોયા કે સમજ્યા વગર અને કેટલાક જાણી જોઈને રામ મંદિરના આમંત્રણ અંગે જૂઠાણું ચલાવે છે. દેશના કરોડો લોકોની ભગવાન શ્રી રામની આસ્થાની સાથે કોંગ્રેસ પક્ષ છે. રામ મંદિરને રાજકીય મુદ્દો બનાવી જે મંદિરનું કામ હજુ પૂર્ણ થયું નથી તેનું માત્ર ચૂંટણી આવતી હોય પ્રતિષ્ઠા ખોટા સમયે થઈ રહી છે. મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી ત્યારે કોઇ રાજકીય ફાયદા માટે બીજેપી કાર્યક્રમ આપે છે તેનો હિસ્સો ના થઈ શકાય. પુરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરના દર્શન કરીશું.

અંબરીશ ડેર:

અંબરીશ ડેરે પણ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ આપણા આરાધ્ય દેવ, તેથી સ્વાભાવિક છે કે દેશભરના અસંખ્ય ભક્તોની આસ્થા વર્ષોથી આ નવનિર્મિત મંદિર સાથે જોડાયેલી છે ત્યારે કોંગ્રેસના કેટલાક લોકોએ આ પ્રકારના નિવેદનથી અંતર જાળવવું જોઈએ અને જનભાવનાનું દિલથી સન્માન કરવું જોઈએ. આવા નિવેદનો મારા જેવા ગુજરાત કોંગ્રેસના ઘણા કાર્યકરો માટે નિરાશાજનક છે.

આ સાથે જુદા જુદા કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓ પોતાની પ્રતિક્રિયાઓ આપી અને કૉંગ્રેસના નિર્ણયની ટીકા કરી રહ્યા છે.

Leave a Comment