Reliance Foundation Undergraduate Scholarships 2023-24 ; કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને 2 લાખની શિષ્યવૃતિ, જાણો કઈ રીતે મળશે લાભ

5000 વિધાર્થીઓને આપશે શિષ્યવૃત્તિ

Reliance Foundation Undergraduate Scholarships યોજના હેઠળ અરજીઓ આવકારવામાં આવી રહી છે. દેશભરમાં કોઈ પણ વિદ્યાશાખામાં અંડરગ્રેજ્યુએટ સ્તરે ભણતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ 15 ઑક્ટોબર 2023 સુધીમાં શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકશે. શૈક્ષણિક વર્ષ 2023-24 માટે 5,000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ આપવામાં આવશે. આ યોજના ભારતની સૌથી મોટી, સર્વસમાવેશક અને વૈવિધ્યપૂર્ણ ગણાતી યોજનાઓમાં સામેલ છે.

10 વર્ષમાં કુલ 50,000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ આપવા પ્રતિબદ્ધ

રિલાયન્સના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણી દૃઢપણે માનતા કે યુવાનોની શક્તિ અને સામર્થ્યમાં રોકાણ કરવાનું કાર્ય ઘણું મહત્ત્વનું છે. આ જ માન્યતાને આગળ વધારીને રિલાયન્સ ફાઉન્ડેશને શિષ્યવૃત્તિઓ મારફતે યુવાનોને ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ કરાવીને એમનું સશક્તિકરણ કરવાનું ધ્યેય રાખ્યું છે. ડિસેમ્બર, 2022માં શ્રી ધીરુભાઈ અંબાણીની 90મી જન્મજયંતી નિમિત્તે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ જાહેર કર્યું હતું કે રિલાયન્સ ફાઉન્ડેશન યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટેના એમના ધ્યેયના ભાગરૂપે 10 વર્ષમાં કુલ 50,000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ આપવા પ્રતિબદ્ધ રહેશે.

Reliance Foundation Undergraduate Scholarships નો હેતુ

Reliance Foundation Undergraduate Scholarships માટે વિદ્યાર્થીઓની પસંદગી એમના ગુણાંક અને આર્થિક સ્થિતિના આધારે કરવામાં આવશે, જેથી તેઓ કોઈ પણ આર્થિક બોજ વગર પોતાનો અભ્યાસ પૂરો કરી શકે. વિદ્યાર્થીઓ સફળ વ્યાવસાયીઓ બને અને પોતાનાં સ્વપ્નો સાકાર કરે, પોતાના તથા સમાજના ઉત્કર્ષની સંભાવનાઓના દરવાજા ખોલે તથા ભારતના ભાવિ સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન આપે એવો આ શિષ્યવૃત્તિઓ આપવા પાછળનો ઉદ્દેશ્ય છે.

રિલાયન્સ ફાઉન્ડેશનના CEO શ્રી જગન્નાથ કુમાર કહે છે, “વિશ્વમાં યુવાનોની વસતિની દૃષ્ટિએ ભારત પ્રથમ ક્રમાંકે છે. આપણા યુવાધન પાસે રાષ્ટ્રને નવી ઉંચાઈએ લઈ જવા માટેનું ભરપૂર સામર્થ્ય છે. રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મેળવવા માટેની તક અને ઉપલબ્ધતા પૂરી પાડીએ છીએ. યુવાનો પોતાની આંકાક્ષાઓ સાકાર કરી શકે અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે એ માટે એમને મદદરૂપ થવા અમે કટિબદ્ધ છીએ.”

2 લાખ સુધીની આપવામાં આવે છે સહાય

Reliance Foundation Undergraduate Scholarships યોજના હેઠળ પસંદ કરાયેલા હોંશિયાર વિદ્યાર્થીઓને એમના અભ્યાસના સંપૂર્ણ સમયગાળા માટે રૂ।. 2 લાખ સુધીનું અનુદાન આપવામાં આવશે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એવાં કૌશલ્યો પ્રાપ્ત કરાવી આપવામાં તથા એમને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગતિશીલ નેટવર્કનો હિસ્સો બનાવવામાં મદદરૂપ થનારી વ્યવસ્થામાં આ સ્કોલરશિપને સામેલ કરી લેવાશે. ખાસ કરીને વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ પ્રાપ્ત થાય એના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓના એપ્ટિટ્યુડ ટેસ્ટ, બારમા ધોરણના ગુણાંક, પરિવારની આવક તથા અન્ય માપદંડના આધારે સ્કોલરશિપ માટે પસંદગી કરવામાં આવશે.

18,000 કરતાં વધુ યુવાનોને અત્યાર સુધીમાં શિષ્યવૃત્તિનો લાભ મળ્યો

ધીરુભાઈ અંબાણી સ્કોલરશિપ્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ્સ મારફતે છેક 1996થી રિલાયન્સે અંડરગ્રેજ્યુએટ સ્તરે શિષ્યવૃત્તિઓ આપી છે અને અત્યાર સુધીમાં અડધાથી વધુ વિદ્યાર્થિનીઓ અને આશરે 2,800 દિવ્યાંગો સહિત કુલ 18,000 કરતાં વધુ યુવાનોને શિષ્યવૃત્તિઓ આપવામાં આવી ચૂકી છે. એનો લાભ લઈને ઘણા હોંશિયાર વિદ્યાર્થીઓ ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરીને સમાજમાં તથા દેશ-વિદેશની સંસ્થાઓમાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે.

2022-23 માટે એક લાખ વિદ્યાર્થીઓએ નામ નોંધાવ્યાં હતાં

Reliance Foundation Undergraduate Scholarships 2022-23 માટે આશરે એક લાખ વિદ્યાર્થીઓએ નામ નોંધાવ્યાં હતાં. ભારતનાં લગભગ તમામ રાજ્યોમાંથી 40,000 અરજીઓ આવી હતી. એમાંથી પાત્રતાના આધારે 5,000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. એમાંથી 51 ટકા વિદ્યાર્થિનીઓ હતી અને 97 દિવ્યાંગો હતા. પસંદગી પામેલા વિદ્યાર્થીઓ 1,630 શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા હતા. તમામ વિદ્યાશાખાના ફુલટાઇમ ગ્રેજ્યુએશન કોર્સમાં તેઓ અભ્યાસરત હતા.

રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ્સ વિશે અને એના માટે અરજી કરવા વિશે વધુ માહિતી પ્રાપ્ત કરવા આ વેબસાઇટ જોઈ જવા અનુરોધ છેઃ www.scholarships.reliancefoundation.org

Reliance Foundation Undergraduate Scholarships નો લાભ મેળવેલ વિધાર્થી

રિલાયન્સ ફાઉન્ડેશન શું છે ?

રિલાયન્સ ફાઉન્ડેશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું સખાવતી કાર્ય કરનારી સંસ્થા છે. તેનો ઉદ્દેશ્ય સર્જનાત્મક અને સસ્ટેઇનેબલ ઉપાયો દ્વારા દેશના વિકાસની સામેના પડકારો ઝીલવામાં સહાયક ભૂમિકા ભજવવાનો છે. સ્થાપક અને ચૅરપર્સન શ્રીમતી નીતા અંબાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશન સૌ ભારતીયોની સુખાકારી તથા ઉંચા જીવનધોરણ માટેનાં પરિવર્તનો લાવનારાં કાર્યો અવિરતપણે કરી રહ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશન ભારતમાં થઈ રહેલાં સૌથી મોટા કદનાં સામાજિક કાર્યોમાં સામેલ છે. તેણે ગ્રામીણ વિકાસ, આરોગ્ય, શિક્ષણ, વિકાસ માટે ખેલકૂદ, આપાતકાલીન કાર્ય, શહેરી પુનરુત્થાન, કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનું જતન જેવાં ક્ષેત્રે દેશના વિકાસની સામેના પડકારોને પહોંચી વળવા પર લક્ષ કેન્દ્રીત કર્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશન ભારતભરનાં 54,300થી વધુ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં 7 કરોડ કરતાં વધુ નાગરિકોના જીવનને સ્પર્શી ચૂક્યું છે. વધુ www.reliancefoundation.org પર.

શિષ્યવૃત્તિની શું છે વિશેષતા ?

  • ભારત દેશની કોઈ પણ કોલેજના કોઈ પણ વિધાર્થીને મળશે શિષ્યવૃતિનો લાભ
  • કોઈ પણ વિદ્યાશાખામાં કોલેજના પ્રથમ વર્ષમાં ભણતા વિધાર્થીને લાભ મળશે
  • મેરિટ-કમ-મીન્સના આધારે વિધાર્થીનું સિલેક્શન
  • કુલ 5000 વિધાર્થીને મળશે લાભ
  • ડિગ્રી પ્રોગ્રામના સમયગાળા દરમિયાન ઉપલબ્ધ શિષ્યવૃત્તિની કુલ રકમ, રૂ/INR 2 લાખ સુધીની હશે

શિષ્યવૃત્તિ મેળવવાની શું છે પ્રોસેસ ?

Reliance Foundation Undergraduate Scholarships માટે અલગ અલગ ચાર phase છે. જે નીચે મુજબ છે.

Application Form

Reliance Foundation Undergraduate Scholarships માટે વિધાર્થીએ Personal and Contact Informatioન, Academic Infઓ, Achievements and awardસ અને Supporting Documents સાથે ઓનલાઈન વેબસાઈટ https://www.scholarships.reliancefoundation.org પર અરજી કરવાની રહેશે.

Aptitude Test

Reliance Foundation Undergraduate Scholarships અરજી કર્યા બાદ એપ્ટિટ્યુડ ટેસ્ટ તમામ અરજદારો માટે ફરજિયાત છે. પરીક્ષણનો સમયગાળો 60 મિનિટનો રહેશે અને તેમાં 60 બહુવિધ પ્રશ્નો હશે. પરીક્ષણના ઘટકોમાં મૌખિક ક્ષમતા, વિશ્લેષણાત્મક અને તાર્કિક ક્ષમતા અને સંખ્યાત્મક ક્ષમતાનો સમાવેશ થાય છે.

Initial Selection

એપ્ટિટ્યુડ ટેસ્ટ સ્કોર, શૈક્ષણિક અને વ્યક્તિગત માહિતીના સંયોજનનો ઉપયોગ કરીને અરજીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.

ANNOUNCEMENT

Reliance Foundation Undergraduate Scholarships ના ફાઈનલ વિધાર્થીઓની જાહેરાત થશે. તમામ ઉમેદવારોનું મૂલ્યાંકન મેરિટ કમ અર્થના આધારે કરવામાં આવશે.

શિષ્યવૃત્તિ મેળવવા માટે શું પાત્રતા?

  • વિધાર્થી ભારતનો નાગરીક હોવો જોઈએ
  • ધોરણ 12 માં 60% ટકા સાથે ઉતીર્ણ થયો હોવો જોઈએ.
  • હાલમાં કોઈપણ પ્રવાહમાં 1લા વર્ષના નિયમિત પૂર્ણ-સમયના ડિગ્રી કોર્સમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ.\
  • પરિવારની આર્થિક આવક 15 લાખ નીચે હોવી જોઈએ.

શિષ્યવૃત્તિ કોને નહિ મળી શકે ?

  • કોલેજના બીજા , ત્રીજા કે ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હશે
  • ઓનલાઈન, રિમોટ, ડિસ્ટન્સ અથવા અન્ય કોઈપણ નોન-રેગ્યુલર મોડ દ્વારા તેમની ડિગ્રી મેળવતા વિદ્યાર્થીઓ
  • ધો.10 પછી ડિપ્લોમા પાસ કરેલ વિદ્યાર્થીઓ.
  • જે વિદ્યાર્થીઓ ફરજિયાત એપ્ટિટ્યુડ ટેસ્ટનો જવાબ આપતા નથી અથવા પરીક્ષા દરમિયાન છેતરપિંડી કરતા જોવા મળે છે

કઈ રીતે અરજી કરવી ?

Reliance Foundation Undergraduate Scholarships માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ૧૫ ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની રહેશે.

અરજી કરવા માટેhttps://www.scholarships.reliancefoundation.org/UG_Scholarship.aspx

હેલ્પ સેન્ટર નંબર

Reliance Foundation Undergraduate Scholarships ને લગતા કોઈ પણ પર્શ્ન માટે WhatsApp to 7977 100 100 , call our helpline on (011) 4117 1414 or email us at RF.UGScholarships@reliancefoundation.org

આ પણ જુઓ !!

જ્ઞાન સહાયક ભરતીhttps://www.amazingdwarka.com/gyan-sahayak-bharti-2023-apply-online/
PM Yashshavi Yojnahttps://www.amazingdwarka.com/pm-yashasvi-yojana/

1 thought on “Reliance Foundation Undergraduate Scholarships 2023-24 ; કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને 2 લાખની શિષ્યવૃતિ, જાણો કઈ રીતે મળશે લાભ”

Leave a Comment