કાન્હા વિચાર મંચની સ્થાપના કઈ રીતે થઇ ? છેલ્લા 5 વર્ષથી યોજાઈ છે ભવ્યાતીભવ્ય કાર્યક્રમ

Amazing Dwarka: દ્વારકામાં છેલ્લા 5 વર્ષથી કાન્હા વિચાર મંચ દ્વારા અલગ અલગ રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમીની ઉજવણીમાં ભગવાન કૃષ્ણનું રાજાધીરાજ સ્વરૂપ અને વ્રજ રાસોત્સવ છ. જે આ વર્ષેથી લોકોમાં સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે કાન્હા વિચાર મંચની શરૂઆત કેવી રીતે થઈ અને કેટલા લોકો આ મંચ સાથે જોડાયેલા છે.

કાન્હા વિચાર મંચની શરૂઆત કઈ રીતે થઇ ?

કાન્હા વિચાર મંચની શરૂઆત વર્ષ 2018થી થઈ છે.. નંદાણાના સતસંગી સુરદાસ વેજા ભગત ચાવડાને એક વખત વિચાર આવ્યો હતો કે ગુજરાતની જે ધરતી પર ભગવાન કૃષ્ણ 25 વર્ષના થઈને આવ્યા અને અહિંયા તેને પોતાના 100 વર્ષ વિતાવ્યા એવી આ દ્વારકા નગરીમાં આયોજન બાબતે નવુ શું કરવું ? જેથી આપણે બધાએ ભેગા થઈને કંઈક કરવું જોઈએ.

પછી સુરદાસ વેજા ભગત ચાવડા સહિત 7 જણાએ મળીને કાન્હાવિચાર મંચની શરૂઆત કરી. આ 7 માંથી સંખ્યા ધીમે ધીમે વધી ગઈ અને આજે 56 સભ્યોનું આ એક ગ્રુપ કાન્હા વિચાર મંચ છે. પહેલી જન્માષ્ટમી આ ગ્રુપ દ્વારા વર્ષ 2018માં ધામધુમથી ઉજવવામાં આવી હતી. છેલ્લા વર્ષથી આ ગ્રુપમાં ગામે ગામના લોકો જોડાયા છે. આ ગ્રુપમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ છે.

કાન્હા વિચાર મંચમાં મહિલાઓ માં જશોદાના રૂપમાં જોવા મળે છે

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ગામડોઓની મહિલા મંડળો, કિર્તન મંડળો સહિતની મહિલાઓ આ ગ્રુપમાં હવે જોડાઈ છે.. ગયા વર્ષે આ ગ્રુપમાં સાડા 600 મહિલાઓ જોડાઈ હતી.. ગ્રુપના પુરૂષો ભગવાન કૃષ્ણના ગોવાળિયા પોતાને ગણાવે છે.. જ્યારે આ ગ્રુપમાં જે મહિલાઓ જોડાઈ છે તેને મા જશોદાના રૂપમાં જોવામાં આવે છે.

દર વર્ષે મટકીફોડ, વ્રજ રાસોત્સવ સહિતના કાર્યક્રમો યોજાઈ છે

આ ગ્રુપ દ્વારા દ્વારકાના 4થી 5 અલગ અલગ ચોક નક્કી કરીને ત્યાં મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવે છે.. મટકી ફોડ કાર્યક્રમમાં જે યુવાનો જોડાવાના હોય તેઓ 3 મહિના પહેલા પિરામીડ બનાવવાની પ્રેક્ટીસ શરૂ કરી દે છે.. આ સાથે જ વ્રજ રાસોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવે છે જે કાર્યક્રમ સાંજે 8 વાગ્યાથી શરૂ થઈ જાય છે.. જે રાતે 12 વાગ્યા સુધી ચાલે છે.

આહિર સમાજના ઉભરતા કલાકારોને સ્થાન

આ કાર્યક્રમમાં વ્રજના અલગ અલગ રાસ રમવામાં આવે છે.. આ કાર્યક્રમમાં આહિર સમાજના ઉભરતા કલાકારોને સ્થાન આપવામાં આવે છે. નવા કલાકારોને અહિંયા સ્ટેજ આપવામાં આવે છે અને તેને આગળ વધારવા માટે પ્રોત્સાહન પણ આપાવમાં આવે છે.

આ મંચ પરથી ઘણા કલાકારોએ નામના મેળવી છે.. અને ગુજરાતમાં પ્રસિદ્ધી મેળવી છે. ભગવાન કૃષ્ણ એક માત્ર એવા ભગવાન છે કે જેના અલગ અલગ સ્વરૂપની પૂજા આખી દુનિયામાં થાય છે.. કોઈ બાલ ગોપાલની પૂજા કરે છે તો કોઈ રાધા-કૃષ્ણના રૂમાં પુજે, તો કોઈ ગોવાળિયાના રૂપમાં કાનેને પુજે છે.. પણ વિશ્વનું પહેલુ રાજાધીરાજ સ્વરૂપ કાન્હાવિચાર મંચની શોભાયાત્રમાં લોકોને જોવા મળે છે.

લોકશાહીના પહેલા સ્થાપક ભગવાન કૃષ્ણની મૂર્તિનું સ્થાપન

લોકશાહીના પહેલા સ્થાપક ભગવાન કૃષ્ણ છે.. જેથી રાજાધીરાજ સ્વરૂપની મૂર્તી કાન્હા વિચાર મંચ દ્વારા સ્થાપવામાં આવે છે. જે તમને વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળશે નહીં. દર વર્ષે દ્વારકા નગરીમાં ભવ્ય શોભાયાત્રાઓ નીકળે છે.

જન્માષ્ટમીના દ્વારકામાં યોજાઈ છે રાજાધિરાજની ભવ્ય શોભાયાત્રા

જન્માષ્ટમી પાવન પર્વના દિવસે કાન્હા વિચાર મંચ દ્વારા ઐતિહાસિક અને ભવ્ય શોભાયાત્રા યોજાઈ છે. જેમાં હજારો ભાવિકો, કૃષ્ણભક્તો, જય મુરલીધર, જય કાન્હાના નાદ સાથે શોભાયાત્રામાં જોડાઈ છે.

સુશોભિત કરાયેલા રથમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાને બિરાજમાન કરવામાં આવે છે. દર વર્ષે દ્વારકા નગરીમાં ભવ્ય શોભાયાત્રાઓ નીકળે છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાઈ છે. કાન્હા વિચાર મંચ દ્વારા વર્ષે 2022 માં યોજાયેલ રથયાત્રામાં એમ ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.

શોભાયાત્રાનું વિવિધ સમાજો દ્વારા સન્માન

કાન્હા વિચાર મંચ દ્વારા યોજાતી રાજાધિરાજની શોભાયાત્રા અખિલ ભારતીય આહીર સમાજ વાડીથી પ્રસ્થાન કરે છે અને દ્વારકા નગરીના વિવિધ સ્થળોએ ફરી દ્વારકા મંદિરે પોહ્ચે છે. જેમાં ઠેર ઠેર વિવધ સમાજ દ્વારા શોભાયાત્રાનું સન્માન કરાય છે. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો હાજરી આપે છે.

કાન્હા વિચાર મંચની સેલ્ફી કઈ રીતે બનાવવી ?

કાન્હા જન્મોત્સવ 2023 માટે નીચેની લીન્ક પર ક્લિક કરી આપ પોતાની સેલ્ફી બનાવી શકો છો. આપણા કાન્હા ના જન્મોત્સવ માટે માટે પોતાની સેલ્ફી બનાવી વ્હોટ્સ એપ DP અને સોશિયલ મીડિયા પર શેર કરો.👇🏻

https://kanhavicharmanch.mindstien.com/

આ પણ જુઓ !

જન્માષ્ટમીની ઉજવણી માટે દ્વારકા આવતા ભક્તો આ સુચના ખાસ વાંચી લેજો

વ્હાલાના વધામણા કરવા દ્વારકામાં તડામાર જન્માષ્ટમીની તૈયારીઓ; રોશનીથી ઝહમહાટ સાથે ભક્તોમાં ભારે ઉત્સુક્તા

નંદ ઘેર આનંદ ભયો; જન્માષ્ટમીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન, કાન્હા વિચાર મંચે તડામાર તૈયારી શરૂ કરી

વ્હાલાને વધાવવા સજ્જી ઉઠી છે દ્વારિકા; દ્વારકા રંગબેરંગી લાઈટોનાં શણગારોથી ઝગમગી ઉઠી

1 thought on “કાન્હા વિચાર મંચની સ્થાપના કઈ રીતે થઇ ? છેલ્લા 5 વર્ષથી યોજાઈ છે ભવ્યાતીભવ્ય કાર્યક્રમ”

Leave a Comment