Dwarka Janmashtami Live : દ્વારકામાં કૃષ્ણ ભગવાનના 5250 માં જન્મોત્સવની ભવ્ય ઉજવણી

Dwarka Janmashtami Live : ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી ગુજરાત સહિત ભારતભરમાં કરવામાં આવી હતી. મધ્યરાત્રિએ દેશભરના કૃષ્ણ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા.

ખાસ કરીને સૌરાષ્ટ્રના દ્વારકા ખાતે ભગવાનના જન્મની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકાધિશના મંદિરને વિવિધ લાઇટોથી શણગારવામાં આવ્યું હતું અને આજરોજ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી. 

Dwarka Janmashtami Live Stream

દેવભૂમિ દ્વારકા નગરીમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ વર્ષોની પરંપરા અને વિધિ વેદાંત સાથે 5250 મો ઉત્સવમાં હજારો ભાવિકોએ ‘હરિ તારા નામ છે હજાર’ની પંક્તિ મુજબ જુદા જુદા ઉપચ્ચારના જય ઘોષ સાથે માણ્યો હતો. દ્વારકા નગરી જાણે ગોકુળિયું ગામ બની ગયું હોય તેમ મંદિર પરિસર અને તેમની આસપાસ આવેલ શેરીઓમાં પણ રાત્રિના બાર વાગ્યે જન્મોત્સવના વધામણા ભક્તજનોએ કર્યા હતાં.

Dwarka Janmashtami Live નું લાઈવ પ્રસારણ

દ્વારકાધીશજીના મંદિર પરિસર અને ગર્ભગૃહ તથા નિજ મંદિરના પરિસરમાં ભાવિકજનો અને દ્વારકાધીશજીના પંડા પરિવાર, પૂજારી પરિવાર અને રાત્રિના બાર વાગ્યે ગગનભેદી વાજીંત્રોની મીઠી મધૂર સૂરાવલી સાથે કાનાના જન્મોત્સવને મંત્રોચ્ચાર સાથે મન મૂકીને ભાવભક્તિ પ્રગટ કરી જન્મોત્સવને વધાવાયો.

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના જયઘોષ સાથે પૂજારી પરિવાર દ્વારા રાસોત્સવ સાથે કાનાના જન્મમાં ખાસ બંડી અને વસ્ત્રો પરિધાન કરી જન્મોત્સવને એક અલગ જ રૃપ રંગ આપ્યો હતો. જન્મોત્સવની મહાઆરતી પૂર્ણ થતાં જ હજારો ભક્તજનોને પૂજારી પરિવાર દ્વારા પંજરી રૃપે પ્રસાદનું વિતરણ કર્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેષ પાંડે, જિલ્લા કલેક્ટર, વહીવટદાર તલસાણિયા, ડી.વાય.એસ.પી. સમીર શારડા, સહિતના પોલીસ સુરક્ષા જવાનો અને વહીવટી તંત્ર દ્વારા જન્મોત્સવની કાયદો અને વ્યવસ્થા જાળવણી સુઘડ રીતે જાળવી હતી.

Dwarka Janmashtami Live વ્હાલાના વધામણા અને નંદ ઘેર આનંદ ભયોના નાદ

યાત્રાધામ દ્વારકામાં શ્રી જગત મંદિરમાં જગતના નાથ શ્રી કૃષ્ણના જન્મોત્સવને ધામધૂમ અને ભકિતભાવ પૂર્વક ઉજવવામાં માટે જગત મંદિરને નયનરમ્ય રોશનીથી શનગારાયું છે. જેથી આ રાત્રે મનમોહક નજારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત દ્વારકાની શેરી- ગલીઓ અને પ્રમુખ માર્ગોને અવનવી લાઈટના જગજગારા સાથે શણગારવામાં આવ્યા છે.

દ્વારકાના જગત મંદિર ખાતે ઉજવવામાં આવતો ક્રિષ્ના જન્મોત્સવએ વિશ્વભરના લોકો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે. ત્યારે આ વખતે 5,250મો જન્મોત્સવ યાત્રાધામ દ્વારકામાં મટકીફોડ, રાસ-ગરબા સૂર સંગીતના સથવારે પારંપરિક રીતે ઉજવાયો.

જ્યાં વ્હાલા જન્મને વધાવવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી બાજુ દ્વારકામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ 2023ને લઇ રંગબેરંગી સુશોભન કરવામાં આવ્યા છે. જેથી જગત મંદિરનો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કંટ્રોલરૂમ કાર્યરત

દ્વારકામાં 7 સપ્ટેમ્બરે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેયએ માહિતી આપી છે કે જન્માષ્ટમી દરમિયાન 1 SP, 7 DySP, 18 PI, 63 PSI સહિત કુલ 1600 જેટલા પોલીસકર્મીઓનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. આ સાથે જ અલગ અલગ ટીમો બનાવીને શહેર અને મંદિર પરિસરમાં બંદોબસ્તમાં ગોઠવવવામાં આવ્યો. આ સાથે જ સીસીસીટી માટે બે કંટ્રોલરૂમમાં ટીમ કાર્યરતજે સતત મોનિટરીંગનું કામ કરી રહ્યું છે.

દ્વારકા દર્શન કરવા આવતા યાત્રીકો એ ધ્યાનમાં રાખવાના સુચનો

  • દ્વારકાધીશ મંદિર દર્શને આવતા પહેલા આપનો કીમતી સામાન હોટેલ અથવા આપના ઉતારાના સ્થળે જ રાખીને આવવા વિનંતી છે.
  • મંદિરે દર્શન કરતી વખતે તથા ભીડમાં આપણે પહેરેલા ઘરેણાં સાચવવા અને ચોર, ખિસ્સા કાતરુઓથી સાવધાન રહેવા વિનંતી છે.
  • કોઇપણ ખિસ્સા કાતરુ… શંકાસ્પદ હિલચાલ કરતી વ્યક્તિ જણાય આવ્યે તુરત જ નજીકના પોલીસને જાણ કરવી…
  • ઉપરોક્ત દર્શાવેલ મંદિરના દર્શનના સમય પત્રક મુજબ દર્શન કરવા માટે આવવાનો આગ્રહ રાખવો.
  •  કોઈ પણ પ્રકારની સહાયતા માટે નીચેના નંબરનો સંપર્ક કરવો.

આ પણ જુઓ !

જન્માષ્ટમીની ઉજવણી માટે દ્વારકા આવતા ભક્તો આ સુચના ખાસ વાંચી લેજો

વ્હાલાના વધામણા કરવા દ્વારકામાં તડામાર જન્માષ્ટમીની તૈયારીઓ; રોશનીથી ઝહમહાટ સાથે ભક્તોમાં ભારે ઉત્સુક્તા

નંદ ઘેર આનંદ ભયો; જન્માષ્ટમીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન, કાન્હા વિચાર મંચે તડામાર તૈયારી શરૂ કરી

વ્હાલાને વધાવવા સજ્જી ઉઠી છે દ્વારિકા; દ્વારકા રંગબેરંગી લાઈટોનાં શણગારોથી ઝગમગી ઉઠી

કાન્હા વિચાર મંચની સ્થાપના કઈ રીતે થઇ ? છેલ્લા 5 વર્ષથી યોજાઈ છે ભવ્યાતીભવ્ય કાર્યક્રમ

Leave a Comment