સાળંગપુર વિવાદનો સુખદ અંત ; માત્ર 1 દિવસમાં જ હતી જશે તમામ ભીંત ચિત્રો, બીજો શું નિર્ણય લેવામાં આવ્યો ?

Amazing Dwarka: છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા સાળંગપુર વિવાદનો સુખદ અંત આવી ગયો છે. સાળંગપુરમાં સ્વામિનારાયણના સંતોની બેઠક બાદ જાહેરાત કરવામાં આવી છે કે સવાર સુધીમાં હનુમાનજીની પ્રતિમા નીચેથી તમામ ભીંત ચિત્રો હટાવી લેવામાં આવશે. તો આગામી દિવસોમાં આં પ્રકારના કોઈ વિવાદ ન થાય અને સનાતન ધર્મને લઈને કોઈ વિવાદ ઉભો ન થાય તે માટે બેઠક પણ મળશે. આજે મળેળી બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો કે હવે વિવાદનો અંત આવી ગયો છે એટલે બેફામ વાણી વિલાસ બંધ કરવામાં આવે.

સાળંગપુર વિવાદનો સુખદ અંત ; સવાર સુધીમાં હટી જશે ચિત્રો

બે દિવસથી સરકારની મધ્યસ્થી બાદ સમગ્ર સાળંગપુર વિવાદનો અંત આવી ગયો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ સ્વામિનારાયણ સંતો સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરે સંતોની બેઠક મળી હતી, બેઠકમાં નક્કી કરાયું કે સવાર સુધીમાં હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચેથી વિવાદદાસ્પદ ભીંતચિત્રો હટાવી લેવામાં આવશે. ખાસ કોઈપણ સમાજની લાગણી નહિ દુભાવાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

સાળંગપુર વિવાદનો સુખદ અંત ; વિવાદાસ્પદ નિવેદનો બંધ કરવા આદેશ

તો સ્વામિનારાયણની બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો કે હવે પછી વિવાદાસ્પદ વાણી-વિલાસ બંધ કરવામાં આવે. કાલે લીંબડી ખાતે યોજાનાર સંત સંમેલન યથાવત રહેશે. તો બંને પક્ષે હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો હતો જેથી મામલો થાળે પડ્યો છે. અને આગામી દિવસોમાં આં પ્રકારનો કોઈ વિવાદ ન થાય તેનું ધ્યાન પણ રાખશે.

સાળંગપુર વિવાદનો સુખદ અંત
સાળંગપુર વિવાદનો સુખદ અંત

સાળંગપુર વિવાદનો સુખદ અંત ; બે દિવસમાં ભીંત ચિત્રો દુર થઇ જશે એવું કોઠારી સ્વામીએ કહ્યું હતું

સાળંગપુરમાં હનુમાનજીના ભીંત ચિંત્રોને લઈને ગુજરાત ભરના સનાતન ધર્મના સંતો મેદાને પડ્યા હતા. જેમાં સાળંગપુર મંદિરે વિરોધ રેલી સ્વરૂપે વિરોધ નોંધાવ્યો હતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે બેઠક કરી હતી જેમાં બે દિવસમાં વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી લેવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે. તો કોઠારી સ્વામિએ રેલીમાં આવેલા સંતોને જણાવ્યું કે બે દિવસમાં ભીંત ચિત્રો હટાવી લેવામાં આવશે.

સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો મામલે સાધુ સંતો અને સ્વામિનારાયણ સંતો સાથે બંધ બારણે બેઠક થઈ હતી. આ બેઠકમાં ભીંતચિત્રોને લઈને ઉભા થયેલા વિવાદનો સુખદ અંત લાવવા ચર્ચા થઈ હતી. આ બેઠકમાં સાળંગપુરના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવવા આશ્વાસન આપ્યું હતું.

સાળંગપુર વિવાદનો સુખદ અંત; કોઠારી સ્વામીએ બાંહેધરી આપી હતી

વિવાદના પગલે સંતોનું પ્રતિનિધિ મંડળ સાળંગપુર ખાતે ચર્ચા કરવા પહોંચ્યુ હતું. પ્રતિનિધિ મંડળની રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ફરી આવું નહીં થાય તેવી કોઠારી સ્વામીએ બાંહેધરી આપી હતી. તો ટૂંક સમયમાં નિરાકરણ લાવવાનું આશ્વાસન અપાયું છે. આ બેઠકમાં કોઠારી સ્વામી સહિતના સંતો સાથે થયેલી ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ માટે કોઠારી સ્વામીએ 2 દિવસનો સમય માંગ્યો છે. જો ભીતચિત્રો હટશે તો સાળંગપુર વિવાદનો અંત સુખદ આવશે.

સાળંગપુર વિવાદનો સુખદ અંત ; સનાતન ધર્સામના સાધુ સંતોએ પ્રતિજ્ઞા લીધી હતી

તમામ હાજર રહેલા સંતો મહંતોએ પ્રતિજ્ઞા લઇ કીધું હતુ કે આજથી સ્વામિનારાયણના સંતોને આવકારીશું નહીં. આજથી અમે કોઇપણ દિવસ સ્વામિનારાયણ સંતોના આમંત્રણને સ્વીકારીશું નહીં. સનાતન ધર્મની અંદરથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.સ્વામિનારાયણ સંતોનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી સ્વામિનારાયણ સંતોના આમંત્રણને સ્વીકારવામાં આવશે નહિ. સનાતન ધર્મની અંદરથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદના સરખેજમાં સંત સંમેલન યોજાયું હતું. તેમાં અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં સંમેલન યોજાતા હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ સંતોમાં આક્રોશ જોવા મળ્યો છે.

શું હતો વિવાદ ?

હનુમાનજીની મૂર્તિ નીચે તે ચિત્રો દોરવામાં આવ્યા છે. તેમાં એક ચિત્રમાં ભગવાન સ્વામિનારાયણ ઉભા છે. અને બીજા ચિત્રમાં હનુમાનજી તેમને પ્રણામ કરતા હોય તેવુ દેખાડવામાં આવ્યું છે. એટલે કે ભીંત ચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યાં છે. જેનો ઉલ્લેખ સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે. અને લોકો તેનો વિરોધ પણ કરી રહ્યાં છે.

ત્યારે સાધુ સંતો અને વિરોધીઓનું કહેવુ છે કે આ ચિત્રોને હટાવવામાં આવે. આ મામલે મોરારી બાપુ,એ પણ રોષ ઠાલવ્યો હતો. જે બાદ જુનાગઢના ઈન્દ્રભારતીબાપુ, ભારતી આશ્રમના 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ મહારાજ અને કચ્છના કબરાઉ ઉ મોગલધામના મણિધર બાપુએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

હાલમાં સાળંગપુર મંદિરનો વિવાદ સમગ્ર રાજ્યમાં ખુબ ચર્ચામાં છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં 54 ફૂટ મૂર્તિ નીચે જે હનુમાનજીની તકતી બનાવવામાં આવી છે અને તે ચિત્રો છે તેના કારણે અત્યારે મોટો વિવાદ ઉભો થયો છે. જેના કારણે સાધુ-સંતોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે અને આ ચિત્રો હટાવવા માટે માંગણી કરી રહ્યાં છે. જો આ ચિત્રો હટાવવામાં નહીં આવે તો મોટો વિવાદ પણ થઈ શકે છે. તો સમગ્ર મામલે મોરારી બાપુ, દેવાયત ખવડ, ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સંતોએ રોષ ઠાલવ્યો છે અને આ હનુમાનજીનું જ નહીં પરંતુ સમગ્ર સનાતન ધર્મનું અપમાન હોવાનું જણાવ્યું છે.

watch વીડિઓ : https://www.instagram.com/reel/CwxkzUftSD4/?igshid=MmU2YjMzNjRlOQ== ,

આ પણ જુઓ !

સાળંગપુર વિવાદ કેમ વકર્યો ? ભીંતચિત્રો પર કાળો કલર લગાવનાર કોણ છે ?

સાળંગપુરમાં શું છે વિવાદ? શું છે ભીંત ચિંત્રોમાં? સાધુ-સંતો કેમ છે નારાજ ?

સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર, અમદાવાદમાં સનાતન ધર્મના સાધુ-સંતોની મોટી જાહેરાત

Leave a Comment