ગુજરાતના પ્રસિદ્ધ ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન, જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા

લક્ષ્મણ બારોટનું નિધન: ભજનના એક યુગનો અંત આવ્યો છે. કારણ કે ગુજરાતના પ્રખ્યાત ભજનિક અને જામનગરના વતની એવા લક્ષ્મણ બારોટનું નિધન થયું છે. દેશ દુનિયામાં ભજન માટે જાણીતા ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન થયું છે. લક્ષ્મણ બારોટના અચાનક નિધનથી ધર્મ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

લક્ષ્મણ બારોટે જામનગરમાં લીધા અંતિમ શ્વાસ

લક્ષ્મણ બારોટનું આજે સવારે 5 વાગ્યે તેમને જામગનર ખાતે નીલકમળ સોસાયટીમાં આવેલા માતૃછાયા નિવાસસ્થાનમાં અંતિમ શ્વાસ લીધા હતા. લક્ષ્મણ બારોટનું ભજનોની દુનિયામાં ખુબ મોટુ નામ હતું.. તેઓ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ભજન ગાવા માટે જાણીતા હતા.. ત્યારે આજે તેમના અચાનક નિધનથી ધર્મ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

લક્ષ્મણ બારોટ જન્મથી જ હતાં પ્રજ્ઞાચક્ષુ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા તેમના આશ્રમમાં પણ લોકગાયક લક્ષ્મણ બારોટના નિધનથી શોક વ્યાપી ગયો છે. મુળ જામનગરના લક્ષ્મણ બારોટ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા, પરંતુ ભગવાને તેમને સૂરીલા અવાજની ભેટ આપી હતી. ભજનોમાં પોતાના અનોખા અંદાજથી દેશભરમાં લોકપ્રિય બન્યા હતા. તેમના પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ હતા.

ભરુચ જીલ્લામાં આવેલો છે લક્ષ્મણ બાપુ બારોટનો આશ્રમ

ભજનીક લક્ષ્મણબારોટ અને તેમના પત્નીએ ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે ભક્તિની ધૂણી ધખાવી હતી. અહી તેઓએ આશ્રમ બનાવ્યો હતો.   લક્ષ્મણ બારોટે શ્રી શક્તિ ભજન પીઠાશ્રમના નામથી આદિવાસી વિસ્તારમાં પોતાનો આશ્રમ બનાવ્યો હતો. આ આશ્રમમાં લક્ષ્મણ બારોટ પોતાનો કેટલોક સમય અહિંયા વિતાવતા હતા. કૃષ્ણપુરી ગામમાં તેમના દ્વારા નિયમિત ડાયરા અને ભજનના કાર્યક્રમો પણ યોજવામાં આવતા હતા. ત્યારે આજે તેમના નિધનથી ભજનના એક યુગનો અંત આવ્યો છે.

લક્ષ્મણ બારોટનાં નિધનથી ભજનના એક યુગનો અંત

 ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટનુ નિધન થયું છે. તેમના આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોક વ્યાપી ગયો છે. ભજનોની દુનિયામાં લક્ષ્મણ બારોટ નામ બહુ પ્રસિદ્ધ હતું. તેઓ ગુજરાત સહિત દેશ અને દુનિયામા ભજન માટે જાણીતા હતા. ભજનીક નારાયણ સ્વામી તેમના ગુરૂ હતા. આજે સવારે 5 વાગ્યે લક્ષ્મણ બારોટે જામનગર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. લક્ષ્મણ બારોટનાં નિધનથી ભજનના એક યુગનો અંત. ભજનીક કલાકાર લક્ષ્મણ બારોટનુ નિધન થતા શૂર સાધકોમાં શોક છવાઈ ગયો છે.

લક્ષ્મણ બારોટે નારાયણ સ્વામી સાથે પ્રોગ્રામ કરેલા

ખાસ વાત એ હતી કે લક્ષ્મણ બારોટે નારાયણ સ્વામી સાથે સૌથી વઘુ લાઈવ પ્રોગ્રામો કરેલા છે . લક્ષ્મણ બારોટ અને નારાયણ સ્વામીની જુગલબંધી સૌથી લોકપ્રિય હતી.

કૃષ્ણપુરીમાં નિયમિત ડાયરા અને ભજન યોજાતા લક્ષ્મણ બારોટ ના

ભજનીક અને લોકગાયક લક્ષ્મણ બારોટના નિધનના કારણે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા તેમનાં આશ્રમમાં શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. લક્ષમણ બારોટે શ્રી શક્તિ ભજન પીઠાશ્રમ નામનું આશ્રમ આદિવાસી વિસ્તારમાં બનાવ્યું હતું. આ આશ્રમની લક્ષ્મણ બારોટ ઘણી વખત મુલાકાત લેતા હતા. ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામમાં તેમનાં નિયમિત ડાયરા અને ભજનના કાર્યક્રમો યોજવામાં આવતા હતા. 

રાજભા ગઢવી સહીત અનેક મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ

લોકસાહિત્યકાર રાજભા ગઢવી Instagram પર પોસ્ટ કરી લખ્યું કે ૨૧ મી સદીના ભજનનો અંત. અમર હો લક્ષ્મણબાપુ બારોટ
જય હો સંતવાણી ૐ શાંતિ.

Source : https://www.instagram.com/p/Cwy36-ctLBb/?utm_source=ig_web_button_share_sheet

આ પણ જુઓ !

વ્હાલાના વધામણા કરવા દ્વારકામાં તડામાર જન્માષ્ટમીની તૈયારીઓ; રોશનીથી ઝહમહાટ સાથે ભક્તોમાં ભારે ઉત્સુક્તા

નંદ ઘેર આનંદ ભયો; જન્માષ્ટમીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન, કાન્હા વિચાર મંચે તડામાર તૈયારી શરૂ કરી

વ્હાલાને વધાવવા સજ્જી ઉઠી છે દ્વારિકા; દ્વારકા રંગબેરંગી લાઈટોનાં શણગારોથી ઝગમગી ઉઠી

Read More : https://dwarkajanmashtamihelpdesk.com/

Leave a Comment