ચોમાસામાં સૌથી મોટી સમસ્યા, આ પાંખવાળા જીવડા આવે છે ક્યાંથી, તેને ભગાડવા હોય તો શું કરવું ?

આ સમસ્યા છે ચોમાસામાં આવતાં પાંખવાળા જીવડા. વરસાદની સીઝનમાં સામાન્ય રીતે જીવાતનો ઉપદ્રવ  વધી જતો હોય છે. મકોડા, માખી, સાંપ વગેરેનું પ્રમાણ ખુબ જ જોવા મળે છે. જો કે આ બધામાં સૌથી વધારે ત્રાસ પાંચ વાળા મકોડાનો હોય છે. કારણે પાંખવાળા મકોડા એક બે નહીં પરંતુ હજારોની સંખ્યામાં ઘર કે સોસાયટીમાં ઘૂસી જતાં હોય છે.ત્યારે સવાલ એ થાય કે આ પાંખવાળા મકોડા આવે છે ક્યાંથી, અને ખાસ તો ચોમાસામાં જ કેમ બહાર આવે છે. તો આવો તેના પર વિગતે ચર્ચા કરીએ…

ચોમાસામાં પાંખવાળા મકોડા આવે છે ક્યાંથી ?

ચોમાસા દરમિયાન મચ્છચરથી લઇને અનેક પ્રકારની જીવાત ઘરની આસપાસ મંડરાતી જોવા મળે છે. જીવશાસ્ત્રીના નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે વરસાદની સીઝનમાં આ જીવાત ખાસ ટ્યુબલાઇટ કે લેમ્પના પ્રકાશથી આકર્ષાય છે. ખાસ કરીને પાંખવાળા મકોડાની ઉત્પતિ માટીમાં ભેજ ભળવાથી ઉત્પત્તી થાય છે. પાંખવાળા મકોડાનું આયુષ્ય ખુબ જ ઓછું હોય છે પરંતુ તેમની પ્રજનન શક્તિ વધારે હોય છે. તેઓ હજારોની સંખ્યામાં ઉત્પન્ન થાય છે. દિવસના સમયે સૂર્યના પ્રકાશમાં જમીનમાં જતાં રહે છે. રાતે તેઓ ટ્યુબલાઇટ કે અન્ય પ્રકાશથી આકર્ષાય છે. આ જીવાત ખાસ અંધારામાં અને ભેજવાળી જગ્યામાં રહેવા માટે ટેવાયેલા હોય છે.

પાંખવાળા મકોડા સૂર્ય અને ચંદ્રના પ્રકાશની મદદથી ભોજનની શોધમાં નીકળે છે પરંતુ ચોમાસામાં સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ ન હોવાથી લેમ્પ કે ટ્યુબલાઇટના પ્રકાશની મદદથી દિશા નક્કી કરે છે. એકથી વધારે પ્રકાશ દેખાતા તેઓ ભ્રમિત થાય છે અને આમ તેમ ભટક્યા રાખે છે.

પાંખવાળા મકોડાથી છૂટકારો મેળવવા માટે શું કરવું ?

નિષ્ણાંતોનું માનવું છે કે પાંખવાળા મકોડાથી છૂટકારો મેળવવો સરળ નથી. ખાસ કરીને ચોમાસામાં ઘરોમાં લાઇટ શરૂ થતાં જ આ જીવાત ત્યાં દોડી આવે છે. બારી-દરવાજામાં થોડી ક જગ્યા મળતાં જ તેઓ તેમાંથી ઘરમાં ઘૂસે છે. આ સમયે જો પ્રકાશ બંધ કરવામાં આવે તો તેઓ અન્ય જગ્યાએ પ્રકાશ થતો હોય ત્યાં જતા રહે છે. ઘણા લોકો લેમ્પ પાસે કાગળ પર ઓઇલ ચોંટાડીને રાખે છે. જો કે આ રીતથી થોડી જ જીવાતથી છૂટકારો મળશે. ચોમાસામાં થોડા દિવસ આ પ્રકારના પાંખવાળા મકોડાનો ત્રાસ રહે છે. બાદમાં ઉઘાડ કે સૂર્યની ગરમી વધતાં મકોડા પણ ઓછા થઇ જાય છે.

બીજી બાજુ કેટલીક આયુર્વેદીક રીતો પણ પ્રચલિત છે. જેમ કે ચોમાસામાં આવતા મકોડા ભગાડવા માટે ઘરમાં કપૂર સળગાવી શકો છો. કપૂર સળગાવીને ઘરના એક ખુણે રાખી દેવું. કપૂરના ધૂમાડાથી ચોમાસાની જીવાત ભગાડવામાં મદદ થશે. ચોમાસાના મકોડા સુગંધને કારણે વધુ પ્રભાવિત થાય છે. આ સિવાય લેવેન્ડરનું તેલ, તુલસીનો રસ વગેરે ઘરેલું નુક્સાનો પ્રયોગ કરી શકો છે. તો બજારમાં પણ જીવાત મારવાની દવાઓ ઉપલબ્ધ છે પરંતુ તેનાથી મનુષ્યોના સ્વાસ્થ્ય પર અસર પહોંચે છે.

Leave a Comment