દ્વારકા જન્માષ્ટમી : જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી ગયો છે. જ્યારે જગત મંદિર દ્વારકાધીશ મંદિરમાં અત્યારે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરને રંગબેરંગી લાઈટ્સ, ફુલહાર અને વિવિધ સુશોભીત વસ્તુઓથી શણગારવામાં આવ્યું છે. હજારો ભાવિક ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. ત્યારે દ્વારકાધીશ મંદિરમાં 7 સપ્ટેમ્બર એટલે કે ગુરૂવારે જન્માષ્ટમી ઉજવવામાં આવશે.
જન્માષ્ટમી નિમિતે 1600 પોલીસનો સઘન બંદોબસ્ત
આગામી તા.૭મી સપ્ટેમ્બરે શ્રીકૃષ્ણ ભગવાનના પરપ૦માં જન્મોત્સવમાં યાત્રીકલક્ષી ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે. આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા અપાયેલ માહિતી અનુસાર જન્માષ્ટમી દરમ્યાન ૧ એસપી, છ ડીવાયએસપી, ૧૮ પીઆઈ, ૬૩ પીએસઆઈ સહિત કુલ ૧૬૦૦ જેટલા પોલીસકર્મીનો બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. આ ઉપરાંત અલગ અલગ ટીમો બનાવી શહેર તથા મંદિર પરિસરમાં જોવા મળશે.
સુરક્ષા અને મદદ અર્થે SHE-Team તૈનાત
સીસીટીવી માટે બે કન્ટ્રોલરૂમમાં નિશ્ચિત ટીમ કાર્યરત રહી મોનીટરીંગ કરશે. આ ઉપરાંત શીટીમ કાર્યરત રાખી ભાવિકોને મહત્તમ રીતે મદદ કરી શકાય તેવુ આયોજન કરાયું છે. આ સાથે અલગ કન્ટ્રોલ રૂમ – કમ્પ્લેઇન માટે રાખવામાં આવેલ છે જયાં એફઆઈઆર પણ સ્થળ પર જ થઈ શકશે. જન્માષ્ટમીને લઈને દ્વારકાધીશ મંદિરમાં યાત્રાળુઓની સુરક્ષા અને મદદ અર્થે SHE-Team તૈનાત કરાઇ.ભગવાન દ્વારકાધીશના 5250માં જન્મોત્સવ નિમિત્તે શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે વિવિધ જગ્યાઓ પર યાત્રાળુઓની સુરક્ષા તેમજ સતત મદદ અર્થે દેવભૂમિ દ્વારકા પોલીસની SHE-Team તૈનાત કરવામાં આવી.
દ્વારકા નો ફ્લાઈંગ ઝોન જાહેર
આગામી જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન મોટી સંખ્યામાં દેશ-વિદેશમાંથી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે તેમજ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવે પધારે છે. હાલના સંજોગોમાં ડ્રોન દ્વારા હુમલાઓ થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. કોઈ દેશ વિરોધી તત્વો દ્વારા અથવા અસામાજિક તત્વો દ્વારા દ્વારકા ખાતે જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન ડ્રોનથી હુમલો કરી બનાવને અંજામ ન આપે તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે શ્રી દ્વારકાધીશ જગત મંદિરની આસપાસની ૦૧ કિલોમીટરની ત્રીજ્યામાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, દેવભૂમિ દ્વારકાને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ તા.૧૦/૦૯/૨૦૨૩ સુધી શ્રી દ્વારકાધીશ જગત મંદિરની આસપાસની ૦૧ કિલોમીટરની ત્રીજ્યામાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ડ્રોન દ્વારા દ્વારકાનું સર્વેલન્સ
આ સિવાય જન્માષ્ટમી નિમિતે દ્વારકા શહેરમાં ડ્રોન ટીમ કાર્યરત કરી ડ્રોન સર્વેલન્સ કરવામાં આવશે. જેથી ડ્રોનની મદદથી દ્વારકા શહેરનું સીધુ સર્વેલન્સ થશે. દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જિલ્લા કલેકટરને અનુરોધ કરી મંદિર આસપાસનો વિસ્તારમાં નોડ્રોન જાહેરાત કરાવી દીધી છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસનો નવતર પ્રયોગ
દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જીલ્નલા પોલીસ દ્વારા આ વખતે નવતર પ્રયોગ કરી શહેરના અલગ અલગ હોટલ રેસ્ટોરાંમાં કયુઆર કોડ લગાવાયા છે. જેને સ્કેન કરી યાત્રાધામ દ્વારકામાં જન્મોત્સવ બંદોબસ્ત, દર્શન ટાઈમીંગ, પાર્કિસ, નો પાર્કિંગ, એન્ટ્રી સહિતની રીલેડેટ માહિતી મળી શકશે. આ ઉપરાંત મંદિર, છપપનસીડીથી કીર્તિ સ્તંભ, કીર્તિ સ્તંભથી હાથી ગેઈટ અને આસપાસના રોડ વિસ્તાર તથા ટાઉનના આંતરિક એરીયા અને એક હાઈવે રોડ વિસ્તારમાં અલગ અલગ ઝોનમાં અલગ કામગીરી હાથ ધરનાર છે.
યાત્રાળુઓ નીચે આપેલ લિંક પરથી પણ દર્શનનો સમય,પાર્કિંગ વિગેરે જેવી બાબતે વિગતવાર માહિતી & માર્ગદર્શન મેળવી શકે છે.
Read More : https://dwarkajanmashtamihelpdesk.com/
પોલીસ સહાયતા માટે કોનો સંપર્ક કરશો?
શંકાસ્પદ હિલચાલ કરતી વ્યક્તિ જણાઈ અથવા તો મદદની જરૂર હોય તો તમે પોલીસ સહાયતા કેન્દ્ર 7984245142 પર સંપર્ક કરવો અથવા તો દ્વારકા પોલીસ સ્ટેશન 7433975916 નંબર પર કોલ કરીને જાણ કરી શકો છો.
દ્વારકા આવતા યાત્રીકો એ ધ્યાનમાં રાખવાના સુચનો
- દ્વારકાધીશ મંદિર દર્શને આવતા પહેલા આપનો કીમતી સામાન હોટેલ અથવા આપના ઉતારાના સ્થળે જ રાખીને આવવા વિનંતી છે.
- મંદિરે દર્શન કરતી વખતે તથા ભીડમાં આપણે પહેરેલા ઘરેણાં સાચવવા અને ચોર, ખિસ્સા કાતરુઓથી સાવધાન રહેવા વિનંતી છે.
- કોઇપણ ખિસ્સા કાતરુ… શંકાસ્પદ હિલચાલ કરતી વ્યક્તિ જણાય આવ્યે તુરત જ નજીકના પોલીસને જાણ કરવી…
- ઉપરોક્ત દર્શાવેલ મંદિરના દર્શનના સમય પત્રક મુજબ દર્શન કરવા માટે આવવાનો આગ્રહ રાખવો.
- કોઈ પણ પ્રકારની સહાયતા માટે નીચેના નંબરનો સંપર્ક કરવો.
આ પણ જુઓ !
જન્માષ્ટમીની ઉજવણી માટે દ્વારકા આવતા ભક્તો આ સુચના ખાસ વાંચી લેજો
નંદ ઘેર આનંદ ભયો; જન્માષ્ટમીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન, કાન્હા વિચાર મંચે તડામાર તૈયારી શરૂ કરી
વ્હાલાને વધાવવા સજ્જી ઉઠી છે દ્વારિકા; દ્વારકા રંગબેરંગી લાઈટોનાં શણગારોથી ઝગમગી ઉઠી