દ્વારકા જન્માષ્ટમીનું લાઈવ પ્રસારણ: આખું વર્ષ ભક્તો જે અવસરની અધિરા બનીને રાહ જોતા હોય છે તે કાન જન્મની રળિયામણી ઘડી આવી રહી છે. જેને લઈને ભક્તોમા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. કૃષ્ણ ભૂમિ દ્વારકામાં આ અવસર ઉજવવો એ સૌભાગ્ય ગણાય છે. જેથી આ ક્ષણના સાક્ષી બનવા કૃષ્ણ ભક્તો ઉમટી પડતા હાલ યાત્રાધામ દ્વારકાના આંગણે ભક્તોનો વિશાળ દરિયો ઘૂઘવી રહ્યો છે. બીજી બાજુ તંત્ર દ્વારા પણ ભક્તોને એક પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવી તમામ સુવિધા કરાઈ છે. તો ધન્ય એ દ્વારકા પોલીસને જે લોખંડી બંદોબસ્ત સાથે દિવસ રાત જોયા વગર વ્યવસ્થામાં જોતરાઈ છે.
દ્વારકા જન્માષ્ટમીનું લાઈવ પ્રસારણ
દ્વારકાધીશજીના મંદિર પરિસર અને ગર્ભગૃહ તથા નિજ મંદિરના પરિસરમાં ભાવિકજનો અને દ્વારકાધીશજીના પંડા પરિવાર, પૂજારી પરિવાર અને રાત્રિના બાર વાગ્યે ગગનભેદી વાજીંત્રોની મીઠી મધૂર સૂરાવલી સાથે કાનાના જન્મોત્સવને મંત્રોચ્ચાર સાથે મન મૂકીને ભાવભક્તિ પ્રગટ કરી જન્મોત્સવને વધાવાશે.
દ્વારકા જન્માષ્ટમીનું લાઈવ પ્રસારણ અમેઝિંગ દ્વારકા પર..
દ્વારકામાં આજે શ્રી કૃષ્ણના 5250માં જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણમય જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દ્વારકા નગરી આવી દ્વારકાધીશના દર્શન કરવા લાઈન લગાવી દીધી છે. ત્યારે વહાલાની વધામણીમાં કોઈ કચાસ ન રહી જાય તે અંગે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. સાથે જન્માષ્ટમીના ઉત્સવને લઈ તંત્ર અને દેવસ્થાન સમિતિ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવાયો છે.
આજે કાળિયા ઠાકરને શ્રૃંગાર ભોગ બાદ સેફ્રોન એટલે કે કેસરી રંગના વસ્ત્રો સાથે અનેક રત્નોજડિત આભૂષણો ધરાવવામાં આવશે. જગત મંદિર ઉપરાંત આસપાસના વિસ્તારોને સુંદર અને આકર્ષક રોશનીના ઝળહળા સાથે શણગારવામાં આવ્યા છે. આજે સવારે રાજાધિરાજની મંગળા આરતી પછી શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન બાદ ભગવાનને આભૂષણો અને વસ્ત્રોથી શૃંગારવામા આવ્યા. દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી જગત મંદિરે ઠાકોરજીની પૂજા કરી.દ્વારકા જન્માષ્ટમીનું લાઈવ પ્રસારણ અમેઝિંગ દ્વારકા પર..
https://www.instagram.com/reel/Cw4JRlAohAk/?igshid=MmU2YjMzNjRlOQ==
કાળિયા ઠાકરને અર્પણ કેસરિયો શ્રૃંગાર
યાત્રાધામ દ્વારકામાં આજરોજ રાજાધિરાજને અર્પણ વાઘા કેસરિયા રંગ સાથે અનેક રત્નોજડિત આભૂષણો સહિતના છે. વિશિષ્ટ વાઘાનું સોના તેમજ ચાંદીના તાર દ્વારા એમ્બ્રોડરી વર્ક પૂર્ણ થયું છે. આ વર્ક વૃંદાવન, ક્લકતા, સુરત, રાજકોટ વગેરે શહેરોમાં તૈયાર કરાયા પછી દ્વારકામાં ઠાકોરજીના સ્વરૂપ મુજબ અંતિમ ફીનીશીંગ વર્ક દ્વારકાના સ્થાનિક સેવકો દ્વારા પૂર્ણ કરાયું છે.
વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર
વર્ષમાં એક જ વાર જન્માષ્ટીના રોજ દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરાવામાં આવે છે. જેનો લાહવો લેવા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. દ્વારકાનો મુખ્ય તહેવાર એટલે જન્માષ્ટમી, આમ તો બારે મહિના ભક્તોથી દ્વારકા ઉભરાતું હોય છે પરંતુ જ્યારે ભક્તોના લાડલા કાળિયા ઠાકોરનો જન્મોત્સવ હોય ત્યારે ભક્તોની વિશેષ ભીડ દ્વારકામાં હોય છે. .
જ્યાં ટ્રેન, બસ, ખાનગી વાહન મારફતે ભક્તો દ્વારકા આવ્યા છે. હજુ પણ ભક્તોનો પ્રવાહ દ્વારકા આવવા માટે તૈયાર છે. ત્યારે વહીવટી તંત્ર, પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
વ્હાલાના વધામણા હોઈ અને ઉજવણીમાં કોઈ કચાસ રહી જાય એ કેમ ચાલે, ત્યારે આ જવાબદારી ઉપાડી છે કાન્હા વિચાર મંચે. દ્વારકામાં આઠમણા દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજે આહીરાસનું આયોજન કરવામાં આવ્યું છે. તો ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમતો ખરા જ.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કંટ્રોલરૂમ શરુ કરાયો
દ્વારકામાં 7 સપ્ટેમ્બરે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેયએ માહિતી આપી છે કે જન્માષ્ટમી દરમિયાન 1 SP, 7 DySP, 18 PI, 63 PSI સહિત કુલ 1600 જેટલા પોલીસકર્મીઓનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.. આ સાથે જ અલગ અલગ ટીમો બનાવીને શહેર અને મંદિર પરિસરમાં બંદોબસ્તમાં ગોઠવવવામાં આવશે. આ સાથે જ સીસીસીટી માટે બે કંટ્રોલરૂમમાં ટીમ કાર્યરત રહેશે. જે સતત મોનિટરીંગનું કામ કરશે.
આ પણ જુઓ !
જન્માષ્ટમીની ઉજવણી માટે દ્વારકા આવતા ભક્તો આ સુચના ખાસ વાંચી લેજો
નંદ ઘેર આનંદ ભયો; જન્માષ્ટમીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન, કાન્હા વિચાર મંચે તડામાર તૈયારી શરૂ કરી
વ્હાલાને વધાવવા સજ્જી ઉઠી છે દ્વારિકા; દ્વારકા રંગબેરંગી લાઈટોનાં શણગારોથી ઝગમગી ઉઠી
કાન્હા વિચાર મંચની સ્થાપના કઈ રીતે થઇ ? છેલ્લા 5 વર્ષથી યોજાઈ છે ભવ્યાતીભવ્ય કાર્યક્રમ