Dwarka Janmashtami 2023 ; વ્હાલાને વધાવવા સજ્જી ઉઠી છે દ્વારિકા; દ્વારકા રંગબેરંગી લાઈટોનાં શણગારોથી ઝગમગી ઉઠી

Dwarka Janmashtami 2023 : જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે. Dwarka Janmashtami 2023 તહેવારને લઈને દ્વારકાધીશ મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અત્યારે જગત મંદિરને રંગેબેરંગી રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે. રોશનીના ઝગમગાટથી મંદિરની સુંદરતામાં અને ભવ્યતામાં હવે ચાર ચાંદ લાગી જશે.

Dwarka Janmashtami 2023 ; જગત મંદિરમાં તડામાર તૈયારી

દ્વારકાધીશ મંદિરમાં Dwarka Janmashtami 2023 તહેવાર પર માનવ મહેરામણ ઉમટી પડશે. ત્યારે એ પહેલા જ દ્વારકાધીશ મંદિરના તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામા આવી રહી છે.. જગત મંદિરને અત્યારે રંગબેરંગી રોશનથી શણગારવામાં આવી રહ્યું છે. દ્વારકા જગત મંદિર, દ્વારકાની શેરીઓ, મંદિર પરિસર, દ્વારકા મંદિરનું પ્રટાગણ, હાથી ગેટ, દ્વારકાની વિવિધ હોટેલો વગેરેને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યા છે. Dwarka Janmashtami 2023 ને ધ્યાનમાં રાખતા આખા મંદિરને સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું છે.

Dwarka Janmashtami 2023 ; દ્વારકા નગરી ઝળહળી રહી છે

Dwarka Janmashtami 2023 નો તહેવાર નજીક આવતા જ દ્વારકા મંદિર તેમજ શહેરમાં અનેરી રોનક જોવા મળી રહી છે. અલગ અલગ પ્રકારનું ડેકોરેશન, રંગબેરંગી લાઈટ્સ અને ફુલો દ્વારા મંદિરને સજાવવામાં આવી રહ્યું છે..જન્માષ્ટમીને હજી 4-5 દિવસની વાર છે પરંતુ અત્યારથી જ દ્વારકામાં ભક્તજનોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

Dwarka Janmashtami 2023 ; ભક્તોનો પ્રવાહ શરુ થયો

મંદિર પરિસરમાં આવતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે અને કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ જવાનો ખડેપગે પોતાની ડ્યુટી કરી રહ્યાં છે. Dwarka Janmashtami 2023 ના ઉત્સવમાં સામેલ થવા માટે સહભાગી થવા માટે હજારો ભાવિકો ઉમટી પડશે. Dwarka Janmashtami 2023અને પારણા નોમના શ્રીજીના દર્શન સમયમાં પણ ફેરફાર રહેશે.

Dwarka Janmashtami 2023 ; તૈયારીની બેઠકોનો ધમધમાટ

આગામી 7 તારીખ એટલે ગુરૂવારે યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના 5250માં જન્મોત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવશે. ત્યારે હજારો ભાવિકો ઉમટી પડશે. ત્યારે દર્શન વ્યવસ્થા જળવાઈ રહે ચે માટે કલેક્ટર તેમજ મંદિર તંત્ર દ્વારા બેઠક આયોજિત કરવામાં આવી હતી. અને ઉત્સવ વ્યવસ્થાના આયોજન માટે વિવિધ સુચન પણ કરાવમાં આવ્યાં હતા.

Dwarka Janmashtami 2023 ; ધર્મશાળા-હોટેલમાં બૂકિંગ ફૂલ

આ વખતે સાતમ-આઠમનો તહેવાર 6-7 સપ્ટેમ્બરના રોજ આવશે, ત્યારે અત્યારથી જ દ્વારકામાં ભક્તોનો પ્રવાહ સતત આવી રહ્યો છે. દ્વારકામાં મોટાભાગની ધર્મશાળાઓ, હોટેલ અને ગેસ્ટ હાઉસ હાઉસ ફૂલ થઇ રહ્યાં છે. તો સ્થાનિક લોકોમાં પણ વ્હાલાના વધામણા કરવા માટે ઉત્સુકતા જોવા મળી રહી છે.

Dwarka Janmashtami 2023 ; મંદિરમાં કરાઇ ખાસ વ્યવસ્થા

તો બીજી બાજુ જગત મંદિરની વાત કરીએ તો સમગ્ર મંદિર પરિષર સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. ગોમતીઘાટ પર સ્નાન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જગત મંદિરને ઝગમહાટ કરતી રોશનીથી સુશોભિત કરવામાં આવી છે. તો આઠમના દિવસે અને રાતે વિશેષ આરતી માટે પણ બ્રાહ્મણોએ ખાસ વ્યવસ્થા કરી છે. દર્શને આવતાં તમામ ભક્તોને શાંતિથી દર્શન થઇ શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મંગળા આરતી, ભગવાન શ્રી કૃષ્ણને ખુલ્લા પડદે સ્નાન, સ્નાનભોગ, શૃંગાર ભોગ, ગ્વાલ ભોગ, રાજભોગ અને શૃંગાર આરતી કરવામાં આવશે.

Dwarka Janmashtami 2023 વિશેષ પોલીસ બંદોબસ્ત

ઉલ્લેખનીય છે કે Dwarka Janmashtami 2023 તહેવારને લઇને મોટી સંખ્યામાં ભક્તો દેવભૂમિ દ્વારકા ખાતે દોડી આવે છે. જનમેદનીને સાચવવી સહેલી વાત નથી. તમામ લોકોને કોઇપણ પ્રકારની અડચણ વગર દર્શન થાય તે માટે ચૂસ્ત બંદોબસ્ત ગોઠગવામાં આવ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના પ્રવેશ દ્વારથી જગત મંદિર સુધીના રસ્તામાં બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે. પાર્કિંગની સુવિધા અને જગત મંદિરમાં બ્રાહ્મણ પરિવારના લોકો અને પોલીસ સ્ટાફ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

દ્રારકાધીશ મંદીર ખાતે દર્શન કરવા આવતા યાત્રીકો એ ધ્યાનમાં રાખવાના સુચનો

  • દ્વારકાધીશ મંદિર દર્શને આવતા પહેલા આપનો કીમતી સામાન હોટેલ અથવા આપના ઉતારાના સ્થળે જ રાખીને આવવા વિનંતી છે.
  • મંદિરે દર્શન કરતી વખતે તથા ભીડમાં આપણે પહેરેલા ઘરેણાં સાચવવા અને ચોર, ખિસ્સા કાતરુઓથી સાવધાન રહેવા વિનંતી છે.
  • કોઇપણ ખિસ્સા કાતરુ… શંકાસ્પદ હિલચાલ કરતી વ્યક્તિ જણાય આવ્યે તુરત જ નજીકના પોલીસને જાણ કરવી…
  • ઉપરોક્ત દર્શાવેલ મંદિરના દર્શનના સમય પત્રક મુજબ દર્શન કરવા માટે આવવાનો આગ્રહ રાખવો.
  •  કોઈ પણ પ્રકારની સહાયતા માટે નીચેના નંબરનો સંપર્ક કરવો.

આ પણ જુઓ !

વ્હાલાના વધામણા કરવા દ્વારકામાં તડામાર જન્માષ્ટમીની તૈયારીઓ; રોશનીથી ઝહમહાટ સાથે ભક્તોમાં ભારે ઉત્સુક્તા

નંદ ઘેર આનંદ ભયો; જન્માષ્ટમીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન, કાન્હા વિચાર મંચે તડામાર તૈયારી શરૂ કરી

જન્માષ્ટમીની ઉજવણી માટે દ્વારકા આવતા ભક્તો આ સુચના ખાસ વાંચી લેજો

Read More : https://dwarkajanmashtamihelpdesk.com/

3 thoughts on “Dwarka Janmashtami 2023 ; વ્હાલાને વધાવવા સજ્જી ઉઠી છે દ્વારિકા; દ્વારકા રંગબેરંગી લાઈટોનાં શણગારોથી ઝગમગી ઉઠી”

Leave a Comment