જીલ્લા પોલીસનો નવતર પ્રયોગ: જન્માષ્ટમી નિમિતે દ્વારકામાં 1600 પોલીસનો સઘન બંદોબસ્ત
શ્રીકૃષ્ણ ભગવાનના પરપ૦માં જન્મોત્સવમાં યાત્રીકલક્ષી ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે. આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા અપાયેલ માહિતી અનુસાર જન્માષ્ટમી દરમ્યાન ૧ એસપી, છ ડીવાયએસપી, ૧૮ પીઆઈ, ૬૩ પીએસઆઈ સહિત કુલ ૧૬૦૦ જેટલા પોલીસકર્મીનો બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. આ ઉપરાંત અલગ અલગ ટીમો બનાવી શહેર તથા મંદિર પરિસરમાં જોવા મળશે.