Janmashtami 2023; વ્હાલાના વધામણા કરવા દ્વારકામાં તડામાર જન્માષ્ટમીની તૈયારીઓ; રોશનીથી ઝહમહાટ સાથે ભક્તોમાં ભારે ઉત્સુક્તા

Janmashtami 2023 : કૃષ્ણ નગરી દ્વારકા રાજાધિરાજના વધામણાં કરવા માટે જન્માષ્ટમીની તૈયારી ચાલી રહી છે. આખું શહેર રોશનીથી ઝગમગી રહ્યું છે. ઠેરઠેર પંડાલ, જમણવાર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 6-7 તારીખે સાતમ-આઠમને લઇને દ્વારકા ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. જગત મંદિરના પટાંગણમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મટકી ફોડ નાટકથી લઇને અનેક નાના-મોટા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનારા છે.

Janmashtami 2023 કાળિયા ઠાકરને વધાવવા ભક્તોમાં ઉત્સુક્તા

હાલ દેવભૂમિ દ્વારકાની હદમાં પ્રવેશતા જ તમને જન્માષ્ટમીની ઉજવણીની તૈયારી ચાલી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળશે. જેમાં જામનગરથી લઇને ખંભાળિયા, અને દ્વારકા સુધી ઠેર ઠેર કાળિયા ઠાકરના જન્મ દિવસની ઉજવણી માટેનો થનગનાટ નજરે પડે છે. રસ્તાઓ પર કૃષ્ણ જન્મોત્સવ માટે નીકળતી રથ યાત્રાના પંડાલ લગાવવામાં આવ્યા છે. તો રાત્રી દરમિયાન શહેરોમાં રોશનીની ઝગમહાટ જોવા મળી રહી છે.

Janmashtami 2023 ધર્મશાળા-હોટેલમાં બૂકિંગ ફૂલ

આ વખતે સાતમ-આઠમનો તહેવાર 6-7 સપ્ટેમ્બરના રોજ આવશે, ત્યારે અત્યારથી જ દ્વારકામાં ભક્તોનો પ્રવાહ સતત આવી રહ્યો છે. દ્વારકામાં મોટાભાગની ધર્મશાળાઓ, હોટેલ અને ગેસ્ટ હાઉસ હાઉસ ફૂલ થઇ રહ્યાં છે. તો સ્થાનિક લોકોમાં પણ વ્હાલાના વધામણા કરવા માટે ઉત્સુકતા જોવા મળી રહી છે.

Janmashtami 2023 ની તૈયારીની રીવ્યુ બેઠક

યાત્રાધામ દ્વારકામાં આગામી તા. 07/09/23ને ગુરૂવારના રોજ Janmashtami 2023 ઉત્સવની પારંપરિક ઊજવણી થનાર છે. જેમાં દર વર્ષની જેમ લાખો ભાવિકો ઉમટી પડે તેવી સંભાવનાએ ગત 07 ઓગષ્ટે કલેક્ટર કચેરી, ખંભાળીયા ખાતે યોજાયેલી મિટિંગમાં થયેલી સૂચનાઓ અનુસાર તંત્ર દ્વારા ચાલતી તૈયારીઓ અંગે આજરોજ સાંજે 4.00 કલાકે દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરીએ રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી. જેમાં તંત્રના વિવિધ વિભાગોએ કરેલી કામગીરી અંગેની વિગતો તેમજ આનુષાંગિક જરૂરી માહિતીનો રીવ્ય કરવામાં આવ્યા હતા.

Janmashtami 2023 મંદિરમાં કરાઇ ખાસ વ્યવસ્થા

તો બીજી બાજુ જગત મંદિરની વાત કરીએ તો સમગ્ર મંદિર પરિષર સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. ગોમતીઘાટ પર સ્નાન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જગત મંદિરને ઝગમહાટ કરતી રોશનીથી સુશોભિત કરવામાં આવી છે. તો આઠમના દિવસે અને રાતે વિશેષ આરતી માટે પણ બ્રાહ્મણોએ ખાસ વ્યવસ્થા કરી છે. દર્શને આવતાં તમામ ભક્તોને શાંતિથી દર્શન થઇ શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મંગળા આરતી, ભગવાન શ્રી કૃષ્ણને ખુલ્લા પડદે સ્નાન, સ્નાનભોગ, શૃંગાર ભોગ, ગ્વાલ ભોગ, રાજભોગ અને શૃંગાર આરતી કરવામાં આવશે.

Janmashtami 2023 વિશેષ વ્યવસ્થા

દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે. કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે ટ્રાફિક સમસ્યા ન સર્જાય, વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા, હેલ્પ ડેસ્ક ઉભા કરવા સહિતની બાબતો પર યોગ્ય ધ્યાન આપવા જણાવાયું હતું. આ ઉપરાંત દિવ્યાંગો અને વૃદ્ધો માટે મંદિરમાં પ્રવેશની અલગ વ્યવસ્થા કરવા અંગે, તેમજ લોકોની પ્રાથમિક જરૂરિયાતની પણ ખાસ તકેદારી રાખવા અંગેના જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

Janmashtami 2023 વિશેષ પોલીસ બંદોબસ્ત

ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમીના તહેવારને લઇને મોટી સંખ્યામાં ભક્તો દેવભૂમિ દ્વારકા ખાતે દોડી આવે છે. જનમેદનીને સાચવવી સહેલી વાત નથી. તમામ લોકોને કોઇપણ પ્રકારની અડચણ વગર દર્શન થાય તે માટે ચૂસ્ત બંદોબસ્ત ગોઠગવામાં આવ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના પ્રવેશ દ્વારથી જગત મંદિર સુધીના રસ્તામાં બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે. પાર્કિંગની સુવિધા અને જગત મંદિરમાં બ્રાહ્મણ પરિવારના લોકો અને પોલીસ સ્ટાફ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કાન્હા વિચાર મંચની પણ Janmashtami 2023 ની તડામાર તૈયારી

અખિલ ભ્રમાંડના નાથ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મને લઈને આહીર સમાજ સહિત અઢારે વરણમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ ભગવાન દ્વારકાધીશની પવિત્ર ભૂમિ દ્વારકામાં કાન્હા વિચાર મંચ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. દેશભરના લોકો દ્વારકામાં કાન્હા જન્મોત્સવ ઉજવવા ઉમટી પડતા હોય છે. દ્વારકામાં જન્માષ્ટમીએ ઐતિહાસિક અને ભવ્ય શોભાયાત્રા, રાસોત્સવ સહિતના કાર્યક્રમોની હારમાળા યોજાશે, આ માટે તૈયારીઓ આદરી દેવામાં આવી છે.

Janmashtami 2023 ક્યા ક્યા કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવ્યા ?

દર વર્ષેની જેમ આ વર્ષે પણ કાન્હા વિચાર મંચ દ્વારા દ્વારકામાં પરંપરાગત કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. કાન્હા વિચાર મંચના સક્રિય સભ્યોની ખંભાળીયા ખાતે મળેલી મીટીંગમા 7 સપ્ટેમ્બરના Janmashtami 2023 નીમિત્તે દ્વારકામાં રાજાધિરાજની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા, વ્રજ રાસોત્સવ, મહા આરતી જેવા પરંપરાગત આયોજનો માટે કાર્યક્રમ નિર્ધારીત કરવામા આવ્યા છે. ત્યારે આ કાર્યક્રમનો લ્હાવો લેવા અને કાળિયાઠાકરના દર્શન કરવા માટે ભક્તોને ઉમટી પડવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

વાંચો સંપૂર્ણ અહેવાલ

Watch More Video : https://www.youtube.com/channel/UCy7B9CRgX4t7nka1jyEfbCQ

આ પણ જુઓ !

જ્ઞાન સહાયક ભરતીhttps://www.amazingdwarka.com/gyan-sahayak-bharti-2023-apply-online/
PM Yashshavi Yojnahttps://www.amazingdwarka.com/pm-yashasvi-yojana/

5 thoughts on “Janmashtami 2023; વ્હાલાના વધામણા કરવા દ્વારકામાં તડામાર જન્માષ્ટમીની તૈયારીઓ; રોશનીથી ઝહમહાટ સાથે ભક્તોમાં ભારે ઉત્સુક્તા”

Leave a Comment